વિકસિત ભારત, વિકસિત મધ્ય પ્રદેશ કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

February 29th, 04:07 pm

આજે અમે મધ્યપ્રદેશના અમારા ભાઈ-બહેનો સાથે 'વિકસિત રાજ્યથી વિકસિત ભારત અભિયાન'માં જોડાઈ રહ્યા છીએ. પરંતુ આ વિશે વાત કરતા પહેલા હું ડિંડોરી માર્ગ અકસ્માત અંગે મારું દુઃખ વ્યક્ત કરું. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. જે લોકો ઘાયલ છે તેમની સારવાર માટે સરકાર તમામ વ્યવસ્થા કરી રહી છે. દુખની આ ઘડીમાં હું મધ્યપ્રદેશના લોકોની સાથે છું.

પ્રધાનમંત્રીએ 'વિકસિત ભારત વિકસિત મધ્યપ્રદેશ' કાર્યક્રમને સંબોધન કર્યું

February 29th, 04:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગથી 'વિકસિત ભારત વિકસિત મધ્યપ્રદેશ' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ સમગ્ર મધ્યપ્રદેશમાં આશરે રૂ. 17,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કરી હતી. આ પ્રોજેક્ટ સિંચાઈ, વીજળી, રોડ, રેલ, પાણી પુરવઠો, કોલસો અને ઉદ્યોગ સહિત ઘણાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને પૂર્ણ કરે છે. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં સાયબર તહેસિલ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશનાં ઝાબુઆમાં આશરે રૂ. 7300 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો

February 11th, 07:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં લગભગ 7300 કરોડ રૂપિયાની અનેક વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો. આજની આ વિકાસલક્ષી પરિયોજનાઓથી આ વિસ્તારની નોંધપાત્ર આદિવાસી વસતિને લાભ થશે, પાણીનો પુરવઠો સુદ્રઢ થશે અને પીવાના પાણીની વ્યવસ્થા થશે તેમજ મધ્યપ્રદેશમાં માર્ગ, રેલ, વીજળી અને શિક્ષણ ક્ષેત્રને પણ વેગ મળશે. પ્રધાનમંત્રીએ વિશેષ પછાત જનજાતિઓની આશરે 2 લાખ મહિલા લાભાર્થીઓને આહાર અનુદાનનો માસિક હપ્તો વિતરિત કર્યો હતો, SVAMITVA યોજનાનાં લાભાર્થીઓને 1.75 લાખ અધિકાર અભિલેખ (અધિકારોનો રેકોર્ડ)નું વિતરણ કર્યું હતું અને પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ 559 ગામો માટે રૂ. 55.9 કરોડ હસ્તાંતરિત કર્યા હતાં.

પ્રધાનમંત્રી 11 ફેબ્રુઆરીનાં રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે

February 09th, 05:25 pm

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 11મી ફેબ્રુઆરી, 2024ના રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે. બપોરે લગભગ 12:40 વાગ્યે, તેઓ મધ્યપ્રદેશના ઝાબુઆમાં લગભગ 7500 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી 24 અને 25 એપ્રિલના રોજ મધ્યપ્રદેશ, કેરળ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની મુલાકાત લેશે

April 21st, 03:02 pm

પ્રધાનમંત્રી 24 એપ્રિલના રોજ સવારે લગભગ 11:30 વાગ્યે, મધ્યપ્રદેશના રીવા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ આશરે રૂ. 19,000 કરોડના મૂલ્યની વિવિધ રાષ્ટ્રીય પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે.

આસામ હાઈકૉર્ટની પ્લેટિનમ જ્યુબિલી પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

April 14th, 03:00 pm

આજે ગુવાહાટી હાઈકૉર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીમાં સામેલ થવાનો અને તમારી વચ્ચે રહીને આ યાદગાર ક્ષણનો ભાગ બનવાનો મને આનંદ છે. ગુવાહાટી હાઈકૉર્ટની 75 વર્ષની આ યાત્રા એવા સમયે પૂર્ણ થઈ છે જ્યારે દેશે પણ પોતાની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કર્યાં છે. આપણા માટે આ અત્યાર સુધીના અનુભવોને સંગ્રહિત કરવાનો પણ સમય છે અને તે નવાં લક્ષ્યો અને જરૂરી ફેરફારો માટે જવાબદારીનો એક મહત્વપૂર્ણ તબક્કો પણ છે. ખાસ કરીને, ગુવાહાટી હાઈકૉર્ટનો પોતાનો એક અલગ વારસો રહ્યો છે, તેની પોતાની એક ઓળખ રહી છે. એક એવી હાઈકૉર્ટ છે, જેનું કાર્યક્ષેત્ર સૌથી મોટું છે. આસામની સાથે સાથે તમે અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ એટલે કે વધુ 3 રાજ્યોની સેવાની જવાબદારી પણ નિભાવો છો. 2013 સુધી તો ઉત્તર પૂર્વનાં 7 રાજ્યો ગુવાહાટી હાઈકૉર્ટનાં અધિકારક્ષેત્રમાં આવતાં હતાં. તેથી, ગુવાહાટી હાઈકૉર્ટની 75 વર્ષની આ યાત્રામાં સમગ્ર પૂર્વોત્તરનો ભૂતકાળ જોડાયેલો છે, લોકતાંત્રિક વારસો જોડાયેલો છે. આ અવસર પર, હું આસામ અને પૂર્વોત્તરના તમામ લોકોને અને ખાસ કરીને અહીંના અનુભવી કાયદાકીય સમુદાયને મારી શુભકામનાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રીએ આસામના ગુવાહાટીમાં શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્ર ખાતે ગુવાહાટી હાઇકોર્ટની હીરક જયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન આપ્યું

April 14th, 02:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં આવેલા શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્ર ખાતે ગુવાહાટી હાઇકોર્ટની હીરક જયંતિની ઉજવણી નિમિત્તે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ આસામ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક મોબાઇલ એપ્લિકેશન ‘આસામ કોપ’ પણ લોન્ચ કરી હતી. આ એપ્લિકેશન ક્રાઇમ એન્ડ ક્રિમિનલ નેટવર્ક ટ્રેકિંગ સિસ્ટમ (CCTNS) અને VAHAN રાષ્ટ્રીય રજિસ્ટરના ડેટાબેઝમાંથી આરોપીઓ તેમજ વાહનો શોધવાની સુવિધા પૂરી પાડશે.

ટિઅર 2 અને ટિઅર 3 શહેરો હવે આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યા છે: પીએમ મોદી

September 20th, 08:46 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોની કાઉન્સિલને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલની નગરપાલિકા દ્વારા અમદાવાદ શહેર માટે કામ કરવાથી લઈને નાયબ પ્રધાનમંત્રી બનવા સુધીની સફરને ઉજાગર કરી હતી.

વડાપ્રધાનએ મોદીએ ગુજરાતમાં ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોની કાઉન્સિલને સંબોધિત કરી.

September 20th, 10:30 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોની કાઉન્સિલને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલની નગરપાલિકા દ્વારા અમદાવાદ શહેર માટે કામ કરવાથી લઈને નાયબ પ્રધાનમંત્રી બનવા સુધીની સફરને ઉજાગર કરી હતી.

પંચાયતીરાજ દિવસે પ્રધાનમંત્રીએ ગ્રામ સભાઓને કરેલા સંબોધનનો મૂળપાઠ

April 24th, 11:31 am

જમ્મુ કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી ગિરિરાજસિંહજી, આ જ ધરતીના સંતાન મારા સાથી ડૉ. જીતેન્દ્રસિંહજી, શ્રી કપિલ મોરેશ્વર પાટીલજી, સંસદમાં મારા સાથી શ્રી જુગલ કિશોરજી, જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાંથી જોડાયેલા પંચાયતીરાજના તમામ પ્રતિનિધિગણ, ભાઇઓ તથા બહેનો.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેવા જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી

April 24th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી અને દેશભરની તમામ ગ્રામસભાઓને સંબોધિત કરી હતી. તેમણે સાંબા જિલ્લાની પલ્લી પંચાયતની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ લગભગ રૂ. 20,000 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે અમૃત સરોવર પહેલ પણ શરૂ કરી હતી. જમ્મુ અને કાશ્મીરના લેફટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ગિરિરાજ સિંહ, ડૉ જીતેન્દ્ર સિંહ અને શ્રી કપિલ મોરેશ્વર પાટીલ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના ગામડાઓમાં અમારા સુશાસનના પ્રયાસોના મૂળમાં લોકોના કલ્યાણ માટે ટેકનોલોજીની શક્તિનો લાભ લેવાનો છેઃ પ્રધાનમંત્રી

April 24th, 11:28 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતના ગામડાઓમાં અમારા સુશાસનના પ્રયાસોના મૂળમાં લોકોના કલ્યાણ માટે ટેક્નોલોજીની શક્તિનો લાભ લેવાનો છે. આ માટે શ્રી મોદીએ SVAMITVA યોજનાનું ઉદાહરણ આપ્યું છે જેના સારા પરિણામો મળ્યા છે.

પ્રધાનમંત્રી 24મી એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેવા J&Kની મુલાકાત લેશે

April 23rd, 11:23 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 એપ્રિલ, 2022ના રોજ સવારે 11:30 વાગ્યે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે અને દેશભરની તમામ ગ્રામસભાઓને સંબોધિત કરશે. તેઓ સાંબા જિલ્લાની પલ્લી પંચાયતની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી આશરે રૂ. 20,000 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ અમૃત સરોવર પહેલ પણ લોન્ચ કરશે. ત્યાર બાદ, લગભગ સાંજે 5 વાગ્યે, પ્રધાનમંત્રી મુંબઈમાં માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહમાં હાજરી આપશે, જ્યાં તેઓ પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ પણ પ્રાપ્ત કરશે.

ગરુડ એરોસ્પેસ દ્વારા 100 કિસાન ડ્રોનની સાક્ષી ફ્લાઇટ દરમિયાન પીએમના ભાષણનો મૂળપાઠ

February 19th, 11:54 am

જો નીતિઓ સાચી હોય તો દેશ કેટલો ઊંચો ઉડી શકે? આજનો દિવસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. થોડા વર્ષો પહેલા સુધી જ્યારે દેશમાં ડ્રોનનું નામ લેવામાં આવતું હતું ત્યારે એવું લાગતું હતું કે તે સેના સાથે જોડાયેલી સિસ્ટમ છે. આ વસ્તુઓ દુશ્મનો સામે લડવા માટે વપરાય છે. સમાન શ્રેણીમાં વિચાર્યું. પરંતુ આજે આપણે માનેસરમાં ખેડૂત ડ્રોન સુવિધાનું ઉદાહરણ આપી રહ્યા છીએ. 21મી સદીની આધુનિક ખેતી પદ્ધતિની દિશામાં આ એક નવો અધ્યાય છે. મને ખાતરી છે કે આ પ્રક્ષેપણ માત્ર ડ્રોન ક્ષેત્રના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે નહીં, પરંતુ તે શક્યતાઓનું અનંત આકાશ પણ ખોલશે. મને એ પણ જણાવવામાં આવ્યું છે કે ગરુડ એરોસ્પેસે આગામી બે વર્ષમાં એક લાખ મેડ ઈન ઈન્ડિયા ડ્રોન બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આનાથી ઘણા યુવાનોને નવી નોકરીઓ અને નવી તકો મળશે. આ માટે હું ગરુડ એરોસ્પેસની ટીમ અને તમામ યુવા સાથીઓને અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશભરમાં 100 સ્થળોએ કિસાન ડ્રોનને ક્રિયામાં જોઈને આનંદ થયો

February 19th, 11:14 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશભરમાં 100 સ્થળોએ કિસાન ડ્રોન્સને ક્રિયામાં જોયાનો તેઓને આનંદ છે.

ઉત્તર પ્રદેશમાં મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 02nd, 01:01 pm

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, અહીંના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્ય નાથજી, ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી સંજીવ બાલ્યાનજી, વી કે સિંહજી, મંત્રીશ્રી દિનેશ ખટીકજી, શ્રી ઉપેન્દ્ર તિવારીજી, શ્રી કપિલદેવ અગ્રવાલજી, સંસદમાં મારા સાથી શ્રીમાન સત્યપાલ સિંહજી, રાજેન્દ્ર અગ્રવાલજી, વિજયપાલ સિંહ તોમરજી, શ્રીમતી કાન્તા કરદમજી, ધારાસભ્ય ભાઈ સોમેન્દ્ર તોમરજી, સંગીત સોમજી, જીતેન્દ્ર સતવાલજી, સત્ય પ્રકાશ અગ્રવાલજી, મેરઠ જીલ્લા પરિષદના અધ્યક્ષ ગૌરવ ચૌધરીજી, મુઝફ્ફરનગર જીલ્લા પરિષદના અધ્યક્ષ વિરપાલજી, અન્ય તમામ લોક પ્રતિનિધિ સમુદાય અને મેરઠ- મુઝઝફરનગરમાં દૂર દૂરથી પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. આપ સર્વેને વર્ષ 2022ની ખૂબ ખૂબ શુભેચ્છા.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો

January 02nd, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે નિર્માણ પામનારી મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે થશે અને તે આધુનિક તેમજ અદ્યતન રમતગમતની માળખાકીય સુવિધાઓથી સજ્જ હશે જેમાં સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ / વોલીબોલ / હેન્ડબોલ / કબડ્ડીનું ગ્રાઉન્ડ, લોન ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ, પૂલ, બહુલક્ષી હોલ અને સાઇકલિંગ વેલોડ્રોમ પણ સામેલ રહેશે. આ યુનિવર્સિટીમાં શુટિંગ, સ્ક્વૉશ, જીમ્નાસ્ટિક્સ, વેઇટ લિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કેયકીંગ તેમજ અન્ય સુવિધાઓ પણ સમાવી લેવામાં આવશે. આ યુનિવર્સિટીની ક્ષમતા 1080 રમતવીરોને તાલીમ આપવાની રહેશે જેમાં 540 મહિલાઓ અને 540 પુરુષ તાલીમાર્થીઓ રહેશે.

મધ્ય પ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 06th, 12:31 pm

સ્વામિત્વ યોજનાથી જે આત્મવિશ્વાસ, જે ભરોસો ગામડાંમાં આવ્યો છે, તે લાભાર્થીઓ સાથેની વાતચીતમાં પણ ચોખ્ખે ચોખ્ખો વર્તાઈ આવે છે. અને આજે હું અહીં જોઈ રહ્યો છું કે તમે મને વાંસની ખુરશીઓ તો દેખાડી પણ મારી નજર તો દૂર દૂર સુધી જનતા જનાર્દનમાં તેમનામાં ઉત્સાહ છે અને ઉમંગ છે, તેની ઉપર ટકેલી છે. જનતા જનાર્દનનો આટલો પ્રેમ, આટલા આશીર્વાદ મળી રહ્યા છે. તેમનું કેટલું ભલુ થયું હશે તેનો હું સારી રીતે અંદાજ બાંધી શકું છું. આ યોજના કેટલી તાકાત બનીને ઉભરી રહી છે તેનો અનુભવ મને જે સાથીઓ સાથે વાત કરવાની તક મળી તેમણે વિગતે બતાવ્યો છે. સ્વામિત્વ યોજના પછી લોકોને બેંકોમાંથી ધિરાણ મળવું વધુ આસાન બન્યું છે.

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

October 06th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે યોજના અંતર્ગત 1,71,000 લાભાર્થીઓને ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગ દરમિયાન કેન્દ્રિય મંત્રીઓ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, સંસદસભ્યો અને ધારાસભ્યો, લાભાર્થીઓ, ગામડાં, જિલ્લા અને રાજ્યસ્તરના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.

75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની મુખ્ય વાતો

August 15th, 03:02 pm

આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.