પ્રધાનમંત્રીએ નવસારીમાં વિવિધ પરિયોજનાઓના શિલાન્યાસ, ઉદ્ઘાટન, રાષ્ટ્રને લોકાર્પણ પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
February 22nd, 04:40 pm
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, સંસદમાં મારા સાથીઓ, આ જ પ્રદેશના પ્રતિનિધિ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદો તેમજ ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઇઓ તથા બહેનો, કેમ છો તમે બધા?પ્રધાનમંત્રીએ ગુજરાતનાં નવસારીમાં રૂ. 47,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
February 22nd, 04:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં નવસારી ગુજરાતમાં રૂ. 47,000 કરોડથી વધુની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં વીજ ઉત્પાદન, રેલ, રોડ, ટેક્સટાઇલ, શિક્ષણ, પાણી પુરવઠો, કનેક્ટિવિટી અને શહેરી વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.ગુજરાતનાં સુરત ખાતે સુરત ડાયમંડ બુર્સનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
December 17th, 12:00 pm
સુરત એટલે હુરત, સુરત પાસે ઈતિહાસનો અનુભવ, વર્તમાનમાં ગતિ અને ભવિષ્યની દૂરંદેશી, તેનું નામ છે સુરત. અને આ આમારું સુરત છે કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં! (એવાં કામમાં ક્યારેય કોઈ કસર છોડતું નથી. આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય, પરંતુ તે ખાણી-પીણીની દુકાન પર અડધો કલાક લાઈનમાં ઊભા રહેવાની ધીરજ ધરાવે છે. ભારે વરસાદ પડ્યો હોય અને ઢીંચણ સમાણાં પાણી હોય, પણ ભજિયાની લારીએ જવાનું એટલે જવાનું. શરદ પૂર્ણિમા, ચંડી પડવા પર, આખું વિશ્વ ધાબા પર જાય, અને આ મારો સુરતી ફૂટપાથ પર પરિવાર સાથે ઘારી (મીઠાઈ) ખાતો હોય. અને મોજી એવો થાય કે સાહેબ નજીકમાં ક્યાંય જતા નથી, પણ આખી દુનિયા ફરે છે. મને યાદ છે 40-45 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના ભાઈઓ સુરત તરફ ગયા ત્યારે હું સૌરાષ્ટ્રના અમારા જૂના મિત્રને પૂછતો હતો કે તમે સૌરાષ્ટ્ર છોડીને સુરત આવ્યા છો તો તમને કેવું લાગે છે? તે કહેતા કે આપણા સુરતમાં અને આપણા કાઠિયાવાડમાં ઘણો ફરક છે. હું 40-45 વર્ષ પહેલાની વાત કરું છું. હું પૂછતો કે શું? તો એ કહેતા કે આપણા કાઠિયાવાડમાં મોટરસાયકલ સામસામે અથડાય તો તલવાર કાઢવાની વાત થાય છે, પણ સુરતમાં મોટરસાયકલ અથડાય તો તરત જ કહે, જુઓ ભાઈ, ભૂલ તારી પણ છે અને મારી પણ છે. પણ, હવે છોડી દો, આટલો ફરક છે.પ્રધાનમંત્રીએ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું
December 17th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં સુરતમાં સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું હતું. કાર્યક્રમ અગાઉ પ્રધાનમંત્રીએ પંચતત્વ ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી, સુરત ડાયમંડ બુર્સ અને સ્પાઇન-4ની ગ્રીન બિલ્ડિંગ નિહાળી હતી તથા મુલાકાતી બુકમાં હસ્તાક્ષર કર્યા હતા. દિવસની શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન પણ કર્યું હતું.પ્રધાનમંત્રી 17-18 ડિસેમ્બરે સુરત અને વારાણસીની મુલાકાત લેશે
December 16th, 10:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17-18 ડિસેમ્બરે ગુજરાતના સુરત અને ઉત્તર પ્રદેશમાં વારાણસીની મુલાકાત લેશે. 17મી ડિસેમ્બરે, સવારે 10:45 કલાકે, પ્રધાનમંત્રી સુરત એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. સવારે લગભગ 11:15 વાગ્યે, પ્રધાનમંત્રી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, તેઓ વારાણસી જશે, અને લગભગ 3:30 પ્રધાનમંત્રી વિક્સિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. સાંજે લગભગ 5:15 વાગ્યે, તેઓ નમો ઘાટ ખાતે કાશી તમિલ સંગમમ 2023નું ઉદ્ઘાટન કરશે.