પ્રધાનમંત્રીએ ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનું ઉદઘાટન કરી, કરતારપૂર સાહિબ કોરિડોર ખાતે યાત્રાળુઓની પહેલી ટુકડીને ફ્લેગઓફ કર્યું

November 09th, 05:22 pm

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા પંજાબના ડેરા બાબા નાનક, ગુરદાસપુર ખાતે જાત્રાળુઓના પ્રથમ ટુકડીને ફ્લેગઓફ કરી ને કરતારપુર કૉરિડોરની ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું.

ગુરદાસપુર, પંજાબમાં ડેરા બાબા નાનક ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

November 09th, 11:13 am

સાથીઓ, આજે આ પવિત્ર ધરતી પર આવીને હું ધન્યતાનો અનુભવ કરી રહ્યો છું. એ મારું સૌભાગ્ય છે કે હું આજે દેશને કરતારપુર સાહિબ કોરીડોર સમર્પિત કરી રહ્યો છું. જેવી અનુભૂતિ આપ સૌનેકારસેવાના સમયે થતી હોય છે, અત્યારે હાલ મને પણ તેવા જ ભાવનો અનુભવ થઇ રહ્યો છે. હું આપ સૌને, સમગ્ર દેશને, વિશ્વભરમાં વસેલા સિખ ભાઈઓ-બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ ગુરૂ નાનક દેવજીએ આપેલા જ્ઞાન અને મૂલ્યોનું પાલન કરવા આહ્વાન કર્યુ

November 09th, 11:12 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગુરૂ નાનક દેવજીએ આપેલા જ્ઞાન અને મૂલ્યોને જાળવવાનું આહ્વાન કર્યુ હતું. તેઓ ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) અને કરતારપુર કૉરિડોરના ઉદઘાટનના પ્રસંગે ડેરા બાબા નાનક ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ગુરૂ નાનક દેવજીની 550મી જન્મજયંતીની સ્મૃતિમાં સિક્કો પણ બહાર પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ ગુરુદ્વારા બેર સાહિબમાં માથું ટેકવ્યુ

November 09th, 10:00 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સુલ્તાનપુર લોધીમાં ગુરુદ્વારા બેર સાહિબમાં માથું ટેકવ્યું હતું. પ્રધાનમંત્રીની સાથે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતી હરસિમરત કૌર બાદલ, પંજાબનાં રાજ્યપાલ વી. પી. સિંહ બદનોર અને પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ ઉપસ્થિત હતા.

પ્રધાનમંત્રી9 નવેમ્બર 2019ના રોજ કરતારપુર કૉરિડોર ખાતે ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનું ઉદઘાટન કરશે

November 08th, 02:48 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 નવેમ્બર 2019 ના રોજ પંજાબના ડેરા બાબા નાનક, ગુરદાસપુર ખાતે કરતારપુર કૉરિડોરની ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટનું ઉદઘાટન કરશે.

મંત્રીમંડળે શ્રી ગુરૂ નાનક દેવજીની 550મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે મંજૂરી આપી

November 22nd, 05:19 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં શ્રી ગુરૂ નાનક દેવજીની આવતા વર્ષે આવી રહેલી 550મી જન્મજયંતિની સમગ્ર દેશમાં અને દુનિયાભરમાં ઉજવણી કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત રાજ્ય સરકારો અને વિદેશના ભારતીય મિશન પણ પ્રસંગોચિત ઉજવણી કરશે. ગુરૂ નાનક દેવજીએ પ્રેમ, શાતિ, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોનો બોધ આપ્યો હતો.