રાજસ્થાનના સીકર ખાતે શિલાન્યાસ/વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 27th, 12:00 pm

રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર, અન્ય તમામ મંત્રીઓ, સંસદમાં મારા સાથીદારો, ધારાસભ્યો અને અન્ય તમામ મહાનુભાવો અને આજે આ કાર્યક્રમમાં દેશના લાખો સ્થળોએ કરોડો ખેડૂતો અમારી સાથે જોડાયા છે. હું રાજસ્થાનની ધરતી પરથી દેશના એ કરોડો ખેડૂતોને પણ નમન કરું છું. અને રાજસ્થાનના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો પણ આજે આ મહત્વના કાર્યક્રમને બિરદાવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ રાજસ્થાનનાં સીકરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

July 27th, 11:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં સીકરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં 1.25 લાખથી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (પીએમકેએસકે) દેશને સમર્પિત કરવા, યુરિયા ગોલ્ડનો શુભારંભ – સલ્ફરથી આચ્છાદિત યુરિયાની નવી વિવિધતા ધરાવતું યુરિયા ગોલ્ડ લોન્ચ કરવું, ડિજિટલ કોમર્સ માટે ખુલ્લા નેટવર્ક (ઓએનડીસી) પર 1600 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ)ને ઓનબોર્ડિંગ કરવું, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ આશરે રૂ. 17,000 કરોડનો 14મો હપ્તો 8.5 કરોડ લાભાર્થીઓને આપવો, ચિત્તોડગઢ, ધોલપુર, સિરોહી, સીકર અને શ્રી ગંગાનગરમાં 5 નવી મેડિકલ કોલેજોનું ઉદઘાટન કરીને, બારાન, બુંદી, કરૌલી, ઝુંઝુનુ, સવાઈ માધોપુર, જેસલમેર અને ટોંકમાં 7 મેડિકલ કોલેજો માટે શિલારોપણ કરશે તથા ઉદેપુર, બાંસવાડા, પરસાવાડા, પરપતગઢ અને ડુંગરપુર તથા કેન્દ્રીય વિદ્યાલય તિવરી, જોધપુરમાં સ્થિત 6 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સનું ઉદઘાટન કરશે.