મોરેશિયસના પ્રધાનમંત્રી, મહામહિમ, પ્રવિંદ જુગનાથ સાથે અગાલેગા ટાપુઓ ખાતે એરસ્ટ્રીપ અને જેટીના સંયુક્ત ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ

February 29th, 01:15 pm

છેલ્લા 6 મહિનામાં પ્રધાનમંત્રી જગન્નાથ અને મારી વચ્ચે આ પાંચમી મુલાકાત છે. આ ભારત અને મોરેશિયસ વચ્ચેની ગતિશીલ, મજબૂત અને અનન્ય ભાગીદારીનો પુરાવો છે. મોરેશિયસ અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસીનો મહત્વપૂર્ણ ભાગીદાર છે. અમારા વિઝન “SAGAR” હેઠળ મોરેશિયસ અમારું ખાસ ભાગીદાર છે. ગ્લોબલ સાઉથના સભ્યો તરીકે, અમારી પાસે સમાન પ્રાથમિકતાઓ છે. છેલ્લા 10 વર્ષમાં અમારા સંબંધોમાં અભૂતપૂર્વ ગતિ આવી છે. અમે પરસ્પર સહયોગમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને નવો આકાર આપવામાં આવ્યો છે. આપણા લોકો ભાષા અને સંસ્કૃતિના સુવર્ણ દોરથી જોડાયેલા છે. થોડા દિવસો પહેલા, અમે યુપીઆઈ અને રૂપે કાર્ડ જેવી પહેલ દ્વારા આધુનિક ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરી છે.

પ્રધાનમંત્રી અને મોરેશિયસનાં પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં અગાલેગા ટાપુ પર નવી એરસ્ટ્રીપ અને એક જેટ્ટીનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું

February 29th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિન્દ જગન્નાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં અગાલેગા ટાપુ પર છ સામુદાયિક વિકાસલક્ષી પરિયોજનાઓની સાથે નવી એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટીનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન ભારત અને મોરેશિયસ વચ્ચે મજબૂત અને દાયકાઓ જૂની વિકાસલક્ષી ભાગીદારીનો પુરાવો છે તથા તે મોરેશિયસ અને અગાલેગાની મુખ્ય ભૂમિ વચ્ચે શ્રેષ્ઠ કનેક્ટિવિટીની માગ પૂર્ણ કરશે, દરિયાઇ સુરક્ષાને મજબૂત કરશે અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન મહત્વપૂર્ણ છે કારણ કે તે 12 ફેબ્રુઆરી, 2024ના રોજ બંને નેતાઓ દ્વારા મોરેશિયસમાં યુપીઆઈ અને રૂપે કાર્ડ સેવાઓની તાજેતરમાં શરૂઆત કરવામાં આવી છે.

શ્રીલંકા અને મોરેશિયસમાં યૂપીઆઈ સેવાઓના લોન્ચ પર પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ

February 12th, 01:30 pm

મહામહિમ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેજી, તમારા મહામહિમ પ્રધાનમંત્રી પ્રવિંદ જગનાથજી, ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકરજી, શ્રીલંકા, મોરેશિયસ અને ભારતની સેન્ટ્રલ બેંકોના ગવર્નરો અને આજના આ મહત્વપૂર્ણ સમારોહ સાથે સંકળાયેલા તમામ સાથીદારો!

પ્રધાનમંત્રીએ મોરેશિયસનાં પ્રધાનમંત્રી અને શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ સાથે સંયુક્તપણે યુપીઆઈ સેવાઓનું ઉદઘાટન કર્યું

February 12th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિન્દ જગન્નાથ સાથે સંયુક્તપણે શ્રીલંકા અને મોરેશિયસમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો તથા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં રુપે કાર્ડ સેવાઓનો પણ શુભારંભ કરાવ્યો હતો.

પ્રધાનમંત્રી શ્રીએ અમેરિકાનાં વિદેશ અને સંરક્ષણ મંત્રીઓને આવકાર્યા

November 10th, 08:04 pm

અમેરિકાનાં વિદેશ મંત્રી મહામહિમ શ્રી એન્ટની બ્લિન્કેન અને સંરક્ષણ મંત્રી મહામહિમ શ્રી લોઇડ ઑસ્ટિન આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.

પરિણામોની યાદી : યુનાઈટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ મહામહિમ સામિયા સુલુહુ હસનની ભારતની સત્તાવાર મુલાકાત (8-10 ઓક્ટોબર, 2023)

October 09th, 07:00 pm

સમજૂતી કરારો અને સમજૂતીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું

માલદીવ્સના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત-માલદીવ્સનું સંયુક્ત નિવેદન

August 02nd, 10:18 pm

પ્રજાસત્તાક માલદીવ્સના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ પ્રજાસત્તાક ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુએસએના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન વચ્ચે વર્ચ્યુઅલ વાતચીત થશે

April 10th, 09:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 એપ્રિલ 2022ના રોજ યુએસએના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. બંને નેતાઓ હાલના દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે અને દક્ષિણ એશિયા, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વૈશ્વિક મુદ્દાઓમાં પરસ્પર હિતની તાજેતરની ઘટમાળ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. વર્ચ્યુઅલ મીટિંગ બંને પક્ષોને દ્વિપક્ષીય વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના હેતુથી તેમની નિયમિત અને ઉચ્ચ સ્તરીય જોડાણ ચાલુ રાખવા સક્ષમ બનાવશે.

21 Exclusive Photos of PM Modi from 2021

December 31st, 11:59 am

As the year 2021 comes to an end, here is a look at some exclusive photos of PM Modi from 2021.