ભારતના વડાપ્રધાનની મ્યાનમારની રાજકીય મુલાકાત દરમિયાન ભારત-મ્યાનમારનું સંયુક્ત ઘોષણાપત્ર
September 06th, 10:26 pm
રિપબ્લિક ઓફ ધ યુનિયન ઓફ મ્યાનમારના પ્રમુખ મહામહિમ યુ હટીન ક્યાવના આમંત્રણ પર રિપબ્લિક ઓફ ઇન્ડિયાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમની મ્યાનમારની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતે 5થી 7 સપ્ટેમ્બર 2017 દરમિયાન આવ્યા છે. આ મુલાકાત બંને દેશોના નેતાઓ વચ્ચેની ઉચ્ચકક્ષાની મંત્રણાઓના ભાગરૂપે છે અને તે ગત વર્ષે મહામહિમ પ્રમુખ યુ હટીન ક્યાવ અને મહામહિમ સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ની વારાફરતી થયેલી ભારતની મુલાકાતને અનુસરે છે.મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ને વડાપ્રધાનની ભેટ
September 06th, 02:03 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર ડાઉ આંગ સાન સુ કી ને મે 1986માં તેમણે શિમલામાં આવેલા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીની ફેલોશીપ પતે સોંપેલી મૂળ રીસર્ચ પ્રપોઝલની ભેટ આપી હતી. આ રીસર્ચ પ્રપોઝલનું શિર્ષક હતું ધ ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ ઓફ બર્મીઝ એન્ડ ઇન્ડીયન ઇન્ટલેક્ચ્યુઅલ ટ્રેડીશન્સ અન્ડર કોલોનીઅલીઝમ: અ ક્મ્પેરીટીવ સ્ટડી.મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર મહામહિમ આંગ સાન સુ કીને મળતા વડાપ્રધાન
September 06th, 10:02 am
વડાપ્રધાન મોદી આજે મ્યાનમારના સ્ટેટ કાઉન્સિલર મહામહિમ આંગ સાન સુ કી ને મળ્યા હતા. બંને નેતાઓએ ભારત-મ્યાનમાર સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં વધારવા માટે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.