સહકારી ક્ષેત્રની વિવિધ ચાવીરૂપ પહેલોનાં શિલાન્યાસ/ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 24th, 10:36 am

અત્યારે ‘ભારત મંડપમ્’ વિકસિત ભારતની અમૃત યાત્રામાં અન્ય એક મોટી ઉપલબ્ધિનું સાક્ષી બની રહ્યો છે. ‘સહકારથી સમૃદ્ધિ’નો જે સંકલ્પ દેશે લીધો છે, તેને સાકાર કરવાની દિશામાં અત્યારે આપણે વધારે આગેકૂચ કરી રહ્યાં છીએ. કૃષિ અને ખેતીવાડીનો પાયો મજબૂત કરવામાં સહકારીની શક્તિની બહુ મોટી ભૂમિકા ભજવે છે. આ જ વિચાર સાથે અમે અલગ સહકારી મંત્રાલયની સ્થાપના કરી છે. અને હવે આ જ વિચાર સાથે આજનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. અત્યારે અમે આપણાં ખેડૂતો માટે દુનિયાની સૌથી મોટી સંગ્રહ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત દેશનાં ખૂણેખૂણે હજારો વેરહાઉસ બનાવવામાં આવશે, હજારો ગોદામ બનાવવામાં આવશે. અત્યારે 18 હજાર પેક્સના કમ્પ્યુટરાઇઝેશનનું મોટું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. આ તમામ કામ દેશમાં કૃષિ માળખાગત ક્ષેત્રને એક નવો વિસ્તાર આપશે, કૃષિને આધુનિક ટેકનોલોજી સાથે જોડીશું. મેં તમને બધાને આ મહત્વપૂર્ણ અને દૂરગામી પરિણામ લાવતા કાર્યક્રમો માટે બહુ શુભેચ્છા આપું છું. અનેક-અનેક શુભકામનાઓ આપું છું.

પ્રધાનમંત્રીએ સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોના ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

February 24th, 10:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ 'સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના'ના પાયલોટ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, જે 11 રાજ્યોની 11 પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ (પીએસીએસ)માં થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ પહેલ હેઠળ ગોડાઉનો અને અન્ય કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે દેશભરમાં વધારાના 500 પીએસીએસ માટે શિલારોપણ પણ કર્યું હતું. આ પહેલનો ઉદ્દેશ નાબાર્ડ દ્વારા સમર્થિત અને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા સંચાલિત સંયુક્ત પ્રયાસ સાથે પીએસીએસ ગોડાઉનોને અનાજની પુરવઠા શ્રુંખલા સાથે સંકલિત કરવાનો, ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવાનો અને દેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલનો અમલ વિવિધ વર્તમાન યોજનાઓ જેવી કે એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (એઆઇએફ), એગ્રિકલ્ચર માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (એએમઆઇ) વગેરેના સમન્વય દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રોજેક્ટમાં સહભાગી પીએસીએસને માળખાગત વિકાસ હાથ ધરવા માટે સબસિડી અને ઇન્ટરેસ્ટ સબવેન્શન લાભો મેળવવા સક્ષમ બનાવી શકાય. પ્રધાનમંત્રીએ દેશભરમાં 18,000 PACSમાં કમ્પ્યુટરાઇઝેશન માટેના પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કર્યું હતું, જે સહકારી ક્ષેત્રને પુનર્જીવિત કરવા અને નાના અને સીમાંત ખેડૂતોને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે સરકારના સહકાર સે સમૃદ્ધિના વિઝન સાથે સુસંગત છે.

પ્રધાનમંત્રી શ્રીએ 1,514 અર્બન કો-ઓપરેટિવ બેંકોને મજબૂત કરવા માટે આરબીઆઈની સૂચનાઓનું સ્વાગત કર્યું

June 10th, 04:03 pm

1,514 અર્બન કો-ઓપરેટિવ બેંકોને મજબૂત કરવા માટે આરબીઆઈની સૂચનાઓનું સ્વાગત કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું:

કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા અને પાયા સુધી તેની પહોંચને વધુ ઊંડી બનાવવા માટે મંજૂરી આપી

February 15th, 03:49 pm

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા અને પાયાનાં સ્તરે તેની પહોંચ વધારે ગાઢ બનાવવાની મંજૂરી આપી દીધી છે. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં દીર્ઘદ્રષ્ટાં નેતૃત્વ હેઠળ અને માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહનાં સક્ષમ માર્ગદર્શન હેઠળ સહકારિતા મંત્રાલયે દરેક ન આવરી લેવાયેલી પંચાયતમાં આર્થિક રીતે વ્યવહારુ પેક્સ સ્થાપિત કરવા, દરેક આવરી ન લેવાયેલી પંચાયત/ગામમાં વ્યવહારુ ડેરી સહકારી મંડળીઓ અને દરેક દરિયાકિનારાની પંચાયત/ગામ તેમજ વિશાળ જળાશયો ધરાવતાં પંચાયત/ગામમાં વ્યવહારુ મત્સ્યપાલન સહકારી મંડળીઓ સ્થાપિત કરવાની યોજના ઘડી કાઢી છે અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલયની વિવિધ યોજનાઓના સમન્વય મારફતે 'સંપૂર્ણ સરકાર' અભિગમનો ઉપયોગ કરીને હાલની પીએસીએસ/ડેરી/મત્સ્યપાલન સહકારી મંડળીઓને મજબૂત કરવાની યોજના છે. શરૂઆતમાં આગામી પાંચ વર્ષમાં 2 લાખ પીએસીએસ/ડેરી/મત્સ્ય પાલન સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવશે. પ્રોજેક્ટનાં અમલીકરણ માટેની કાર્યયોજના નાબાર્ડ, રાષ્ટ્રીય ડેરી વિકાસ બૉર્ડ (એનડીડીબી) અને રાષ્ટ્રીય મત્સ્યપાલન વિકાસ બૉર્ડ (એનએફડીબી) દ્વારા તૈયાર કરવામાં આવશે.