પ્રધાનમંત્રીનો બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સામેલ ભારતીય ખેલાડીઓ સાથે સંવાદનો મૂળપાઠ

August 13th, 11:31 am

ચાલો, આમ તો બધા સાથે વાત કરવાથી મને બહુ પ્રેરણા મળે છે, પણ બધા સાથે સંવાદ કરવો કદાચ શક્ય નથી. પણ જુદાં જુદાં સમયે તમારામાંથી ઘણા બધા સાથે કોઈને કોઈ સ્વરૂપે મને સંપર્કમાં રહેવાની તક મળી છે, વાતચીત કરવાનો મોકો મળ્યો છે. મારા માટે ખુશીની બાબત એ છે કે, તમે સમય કાઢીને મારા નિવાસસ્થાને આવ્યાં અને પરિવારના એક સભ્ય સ્વરૂપે આવ્યાં છો. તમે તમારી સાથે ભારત માટે ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. જે રીતે દરેક હિંદુસ્તાની તમારી સાથે જોડાઈને ગર્વની લાગણી અનુભવે છે, તે જ રીતે હું પણ તમારી સાથે જોડાઈને ગૌરવની લાગણી અનુભવું છું. તમારું બધાનું મારે ત્યાં હાર્દિક સ્વાગત છે.

પીએમ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલકાત કરી

August 13th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમારોહમાં રમતવીરો અને તેમના કોચ બંનેએ હાજરી આપી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પીએમએ શ્રીકાંત કિદામ્બીને CWG 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

August 08th, 08:25 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીકાંત કિદામ્બીને બર્મિંગહામ CWG 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમએ શ્રીકાંત કિદામ્બીના ચોથા CWG મેડલ પર પણ ખુશી વ્યક્ત કરી.

પ્રધાનમંત્રીએ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021માં સિલ્વર મેડલ જીતવા બદલ કિદામ્બી શ્રીકાંતને અભિનંદન પાઠવ્યા

December 20th, 02:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કિદામ્બી શ્રીકાંતને બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021માં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ઓસ્ટ્રેલીયન ઓપન સુપર સીરીઝ જીતવા બદલ ભારતીય બેડમિન્ટન ખેલાડી કીદંબી શ્રીકાંતને અભિનંદન પાઠવતા વડાપ્રધાન

June 25th, 07:57 pm

ઓસ્ટ્રેલીયન ઓપન સુપર સીરીઝ જીતવા બદલ ભારતીય બેડમિન્ટન ખેલાડી કીદંબી શ્રીકાંતને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને કહ્યું હતું, “અમે ઓસ્ટ્રેલીયન ઓપનમાં કીદંબી શ્રીકાંતના વિજય પર ગૌરવાન્વિત છીએ. હું તેમને ફરીથી મેળવેલા એક અદ્ભુત વિજય પર અભિનંદન પાઠવું છું.

1975ની કટોકટી એ આપણી લોકશાહીની કાળરાત્રી હતી: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી.

June 25th, 12:21 pm

મન કી બાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જૂન 1975માં લાદવામાં આવેલી કટોકટી એ ભારતીય લોકશાહીનો સૌથી ખરાબ કાળ હતો. તેમણે કેવીરીતે હજારો લોકોના હક્ક ખૂંચવી લેવામાં આવ્યા જેમણે તેમનો અવાજ ઉઠાવ્યો અને એમને જેલમાં નાખી દેવામાં આવ્યા તેના પર વિસ્તારથી ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા, હાલમાં થયેલા ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, અવકાશ વિજ્ઞાન અને ખેલની આવશ્યકતા પર પણ પ્રકાશ ફેંક્યો હતો