પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી અરબિંદોને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
August 15th, 11:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મહાન ફિલસૂફ, વિચારક અને આધ્યાત્મિક નેતા શ્રી અરબિંદોને તેમની જન્મજયંતિના અવસર પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી.શ્રીલ પ્રભુપાદજીની 150મી જયંતી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 08th, 01:00 pm
આ પવિત્ર પ્રસંગમાં ઉપસ્થિત તમામ આદરણીય સંતો, આચાર્ય ગૌડિયા મિશનના આદરણીય ભક્તિ સુંદર સન્યાસીજી, મંત્રીમંડળના મારા સાથીદારો અર્જુનરામ મેઘવાલજી, મીનાક્ષી લેખીજી, દેશ અને દુનિયા સાથે સંકળાયેલા તમામ કૃષ્ણ ભક્તો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો. ,પ્રધાનમંત્રીએ શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણીના કાર્યક્રમને સંબોધન કર્યું
February 08th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આચાર્ય શ્રીલ પ્રભુપાદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને એક સિક્કો પ્રસિદ્ધ કર્યો હતો. ગૌડિયા મિશનના સ્થાપક, આચાર્ય શ્રીલા પ્રભુપાદે વૈષ્ણવ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોના સંરક્ષણ અને પ્રસારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.શ્રી અરવિંદની 150મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 13th, 06:52 pm
શ્રી અરવિંદની 150મી જન્મ જયંતી વર્ષના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપ તમામનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ પૂણ્ય અવસર પર હું તમામ દેશવાસીઓને પણ અનેક અનેક શુભકામના પાઠવું છું. શ્રી અરવિંદનું 150મું જન્મ વર્ષ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક અવસર છે. તેમની પ્રેરણાને, તેમના વિચારોને આપણી નવી પેઢી સુધી પહોંચાડવા માટે દેશે આ આખા વર્ષને વિશેષ રૂપથી ઉજવવાનો સંકલ્પ કર્યો હતો. તેના માટે એક વિશેષ ઉચ્ચ સ્તરીય સમિતિ રચવામાં આવી હતી. સંસ્કૃતિ મંત્રાલયના નેતૃત્વમાં તમામ અલગ અલગ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે. આ જ શ્રેણીમાં પુડ્ડુચેરીની ધરતી પર, જે મહર્ષિની પોતાની તપોસ્થળી રહી છે, આજે રાષ્ટ્ર તેમને વધુ એક કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આજે શ્રી અરવિંદ પર એક સ્મૃતિ કોઈન (સિક્કો) અને પોસ્ટલ સ્ટેમ્પ પણ જારી કરવામાં આવી રહી છે. મને વિશ્વાસ છે કે શ્રી અરવિંદના જીવન અને તેમના શિક્ષણથી પ્રેરણા લેતા લેતાં રાષ્ટ્રના પ્રયાસો આપણા સંકલ્પોને એક નવી ઉર્જા, નવી તાકાત પ્રદાન કરશે.PM addresses programme commemorating Sri Aurobindo’s 150th birth anniversary via video conferencing
December 13th, 06:33 pm
The Prime Minister, Shri Narendra Modi addressed a programme celebrating Sri Aurobindo’s 150th birth anniversary via video conferencing today in Kamban Kalai Sangam, Puducherry under the aegis of Azadi ka Amrit Mahotsav. The Prime Minister also released a commemorative coin and postal stamp in honour of Sri Aurobindo.