એશિયાઈ રમતોત્સવ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા રમતવીરો સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 01st, 07:00 pm

હું તમને બધાને મળવાની તક શોધતો જ રહું છું અને રાહ પણ જોતો રહું છું, ક્યારે મળીશ, ક્યારે તમારા અનુભવો સાંભળીશ અને મેં જોયું છે કે તમે દરેક વખતે નવા ઉત્સાહ સાથે આવો છો, નવા ઉત્સાહ સાથે આવો છો. અને આ પણ પોતાનામાં એક બહુ મોટી પ્રેરણા બની જાય છે. તેથી, સૌ પ્રથમ તો હું ફક્ત એક જ કામ માટે તમારી વચ્ચે આવ્યો છું, અને તે છે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપવા. તમે લોકો ભારતની બહાર હતા, ચીનમાં રમતા હતા, પણ કદાચ તમને ખબર નહીં હોય, હું પણ તમારી સાથે હતો. હું દરેક ક્ષણે તમારી દરેક પ્રવૃત્તિને, તમારા પ્રયત્નોને, તમારા આત્મવિશ્વાસને, હું અહીં બેઠા બેઠા જીવી રહ્યો હતો. તમે બધાએ જે રીતે દેશનું ગૌરવ વધાર્યું છે તે ખરેખર અભૂતપૂર્વ છે. અને તે માટે, અમે તમને, તમારા કૉચને અને તમારા પરિવારજનોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને દેશવાસીઓ વતી હું તમને આ ઐતિહાસિક સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ અભિનંદન.

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં ભાગ લેનારા ભારતીય રમતવીરોની ટુકડીને સંબોધન કર્યું

November 01st, 04:55 pm

પેરા-એથ્લેટ્સને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ હંમેશા તેમને મળવા અને તેમના અનુભવો વહેંચવા આતુર રહે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે પણ તમે અહીં આવો છો, ત્યારે તમે નવી આશાઓ અને નવા ઉત્સાહને સાથે લાવો છો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ અહીં ફક્ત એક જ બાબત માટે આવ્યા છે અને તે છે પેરા-એથ્લેટ્સને તેમની સફળતા બદલ અભિનંદન. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ પેરા એશિયન ગેમ્સમાં થયેલા વિકાસને ખૂબ નજીકથી અનુસરી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ તેમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી તથા તેમના કોચ અને તેમના પરિવારોને અભિનંદન પણ પાઠવ્યા હતા. શ્રી મોદીએ દેશના 140 કરોડ નાગરિકો વતી આભાર વ્યક્ત કર્યો હતો.

મુંબઇમાં 141મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) સત્રના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

October 14th, 10:34 pm

IOCના અધ્યક્ષ શ્રી થોમસ બાચ, IOCના માનનીય સભ્યો, તમામ આંતરરાષ્ટ્રીય રમતગમત સંઘો, ભારતના રાષ્ટ્રીય સંઘના તમામ પ્રતિનિધિઓ, બહેનો અને ભાઇઓ!

પ્રધાનમંત્રીએ મુંબઈમાં 141મા આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (આઇઓસી) સત્રનું ઉદઘાટન કર્યું

October 14th, 06:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં 141મા આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (આઇઓસી) સત્રનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ સત્ર રમતગમત સાથે સંબંધિત વિવિધ હિતધારકો વચ્ચે આદાનપ્રદાન અને જાણકારીની વહેંચણીની તક પ્રદાન કરે છે.

અમેઠી સંસદ ખેલ પ્રતિયોગિતા 2023ના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

October 13th, 01:00 pm

અમેઠીના મારા પ્રિય પરિવારના સભ્યો, તમને બધાને મારી શુભેચ્છાઓ. અમેઠી સંસદ ખેલ પ્રતિયોગિતાના સમાપન સત્રમાં તમારી વચ્ચે હોવું અને તમારી સાથે જોડાવું મારા માટે ખૂબ જ ખાસ છે. દેશમાં રમતગમત માટે આ મહિનો ખૂબ જ શુભ છે. આપણા ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં મેડલની સદી ફટકારી છે. આ ઘટનાઓ વચ્ચે અમેઠીના ખેલાડીઓએ પણ રમતગમતમાં પોતાની પ્રતિભા દર્શાવી છે. હું સંસદ ખેલ પ્રતિયોગિતામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને અભિનંદન આપું છું. તમે પણ આ સ્પર્ધામાંથી જે નવી ઉર્જા અને આત્મવિશ્વાસ મેળવ્યો છે તે અનુભવતા જ હશો, સમગ્ર વિસ્તારના લોકો તેને અનુભવતા જ હશે, અને હું તેને સાંભળીને જ અનુભવવા લાગ્યો છું. આપણે આ ઉત્સાહ અને આત્મવિશ્વાસને સંભાળવો પડશે, તેને વરવો પડશે, તેને રોપવું પડશે, ખાતર અને પાણી આપવું પડશે. છેલ્લા 25 દિવસમાં તમે જે અનુભવ મેળવ્યો છે તે તમારી રમતગમતની કારકિર્દી માટે એક મહાન સંપત્તિ છે. આજે હું શિક્ષક, નિરીક્ષક, શાળા અને કોલેજના પ્રતિનિધિની ભૂમિકામાં આ મહાન અભિયાનમાં જોડાઈને આ યુવા ખેલાડીઓને સમર્થન અને પ્રોત્સાહિત કરનાર દરેક વ્યક્તિને પણ અભિનંદન આપું છું. એક લાખથી વધુ ખેલાડીઓનો મેળાવડો, તે પણ આટલા નાના વિસ્તારમાં, તે પોતાનામાં મોટી વાત છે. હું ખાસ કરીને અમેઠીના સાંસદ બહેન સ્મૃતિ ઈરાનીજીને અભિનંદન આપું છું, જેમણે આ કાર્યક્રમને સફળ બનાવ્યો.

પ્રધાનમંત્રીએ અમેઠી સંસદ ખેલ પ્રતિયોગિતા 2023ના સમાપન સમારંભને સંબોધન કર્યું

October 13th, 12:40 pm

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમેઠી સંસદ ખેલ પ્રતિયોગિતા 2023માં ભાગ લઈ રહેલા લોકો સાથે જોડાવાની વિશેષ લાગણી છે. આ મહિનો દેશમાં રમતગમત માટે શુભ છે કારણ કે ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં ચંદ્રકોની સદી ફટકારી છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે અમેઠીના ઘણા ખેલાડીઓએ પણ અમેઠી સંસદ ખેલ પ્રતિયોગિતામાં ભાગ લઈને આ કાર્યક્રમો વચ્ચે તેમની રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, રમતવીરોને આ સ્પર્ધામાંથી જે નવી ઊર્જા અને આત્મવિશ્વાસ મળ્યો છે, તેનો અનુભવ થઈ શકે છે અને હવે આ ઉત્સાહને સંભાળીને શ્રેષ્ઠ પરિણામો માટે તેને તૈયાર કરવાનો સમય આવી ગયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા 25 દિવસમાં તમે જે અનુભવ મેળવ્યો છે, તે તમારી રમતગમતની કારકિર્દી માટે મહાન મૂડી છે. તેમણે શિક્ષક, કૉચ, શાળા કે કૉલેજના પ્રતિનિધિની ભૂમિકામાં આ મહાન અભિયાનમાં જોડાઈને આ યુવા ખેલાડીઓને ટેકો અને પ્રોત્સાહન આપનાર દરેક વ્યક્તિને અભિનંદન આપવાની તક ઝડપી લીધી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એક લાખથી વધારે ખેલાડીઓનો મેળાવડો પોતાનામાં જ એક મોટી બાબત છે અને ખાસ કરીને અમેઠીનાં સાંસદ સ્મૃતિ ઇરાનીજીને અભિનંદન આપ્યાં હતાં, કે જેમણે આ કાર્યક્રમને આટલો સફળ બનાવ્યો હતો.

વારાણસીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રી શ્રીના ભાષણનો ટેક્સ્ટ

September 23rd, 02:11 pm

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ જી, મંચ પર બેઠેલા યુપી સરકારના અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત દેશના ખેલ જગત સાથે સંકળાયેલા તમામ વરિષ્ઠ મહાનુભાવો અને મારા પ્રિય કાશીના પરિવારના સભ્યો. .

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો

September 23rd, 02:10 pm

અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ફરી એક વખત વારાણસીની મુલાકાત લેવાની તક મળતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ શહેરનો આનંદ શબ્દોથી પર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગયા મહિનાની 23મી તારીખે જ્યાં ચંદ્રયાને ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું, એ ચંદ્રના શિવ શક્તિ પોઇન્ટ પર ભારત પહોંચ્યાનાં બરાબર એક મહિના પછી તેઓ એ જ દિવસે કાશીની મુલાકાત લઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શિવ શક્તિનું એક સ્થળ ચંદ્ર પર છે, જ્યારે બીજું સ્થળ કાશીમાં છે, તેમણે આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ દરેકને અભિનંદન આપ્યાં હતાં.

ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિનાં ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

May 25th, 10:16 pm

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજી, મંત્રીમંડળમાં મારા સાથી નિશિત પ્રામાણિકજી, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકજી, અન્ય મહાનુભાવો અને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે યુપી દેશભરની યુવા રમત પ્રતિભાઓનું સંગમ બની ગયું છે. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ માટે આવેલા 4,000 ખેલાડીઓમાંથી મોટાભાગના વિવિધ રાજ્યો અને પ્રદેશોના છે. હું ઉત્તર પ્રદેશનો સાંસદ છું. હું ઉત્તર પ્રદેશની જનતાનો જનપ્રતિનિધિ છું. અને તેથી, યુપીના સંસદસભ્ય તરીકે, હું 'ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ'માં યુપીમાં આવેલા અને આવી રહેલા તમામ ખેલાડીઓનું વિશેષ સ્વાગત કરું છું.

પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ત્રીજા સંસ્કરણની જાહેરાત કરી

May 25th, 07:06 pm

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2023ના આયોજન બદલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ આજે રમતોની પ્રતિભાનું સંગમ સ્થાન બની ગયું છે. પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું હતું કે, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લઇ રહેલા 4000 ખેલાડીઓ વિવિધ રાજ્યો અને પ્રદેશોમાંથી આવ્યા છે અને વિશેષરૂપે તેમણે રાજ્યના સંસદ સભ્ય તરીકે તમામ ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમનો સમાપન સમારંભ તેમના જ મતવિસ્તાર એટલે કે વારાણસીમાં યોજવાનો છો તે બાબતે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. ભારત અત્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે સેવા સમયે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ત્રીજા સંસ્કરણના આયોજનના મહત્વનું અવલોકન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ટીમ ભાવના સાથે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના કેળવવાનું પણ ઉત્તમ માધ્યમ બની ગયો છે. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ પ્રદેશોમાંથી અહીં ભાગ લેવા આવતા રમતવીરો એકબીજા સાથે સંવાદ કરશે અને જ્યાં ઇવેન્ટ્સનું આયોજન થઇ રહ્યું છે ત્યાં ઉત્તર પ્રદેશના વિવિધ સ્થળોની મુલાકાત પણ લેશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આના પરિણામે આવા સ્થળો સાથે તેમના જોડાણનું નિર્માણ થશે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ખેલો ઇન્ડિયા ગેમ્સ યુનિવર્સિટીમાં ભાગ લેવો એ તમામ રમતવીરો માટે યાદગાર સ્મૃતિ બની રહેશે. તેમણે તમામ રમતવીરોને આગામી સ્પર્ધાઓમાં મોટી સફળતા મળે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.

મણિપુરના ઇમ્ફાલમાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમત મંત્રીઓની 'ચિંતન શિબિર'માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 24th, 10:10 am

મને ખુશી છે કે આ વર્ષે દેશના ખેલ મંત્રીઓની આ પરિષદ, આ ચિંતન શિબિર મણિપુરની ધરતી પર યોજાઈ રહી છે. ઉત્તર પૂર્વના ઘણા ખેલાડીઓએ ત્રિરંગાનું ગૌરવ વધાર્યું છે અને દેશ માટે મેડલ્સ જીત્યા છે. દેશની રમત-ગમત પરંપરાને આગળ વધારવામાં પૂર્વોત્તર અને મણિપુરનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. અહીંની સ્વદેશી રમતો, જેમ કે સગોલ કાંગજઈ, થાંગ-તા, યુબી લાક્પી, મુકના અને હિઆંગ તાન્નબા, પોતાની રીતે ખૂબ જ આકર્ષક છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે મણિપુરની ઉ-લાવબી જોઈએ છીએ, ત્યારે આપણને તેમાં કબડ્ડીની ઝલક જોવા મળે છે. અહીંની હિયાંગ તાન્નબા કેરળની બોટ રેસની યાદ અપાવે છે. અને મણિપુરનું પોલો સાથે પણ ઐતિહાસિક જોડાણ રહ્યું છે. એટલે કે, જે રીતે ઉત્તર પૂર્વ દેશની સાંસ્કૃતિક વિવિધતામાં નવા રંગો ભરી દે છે, તે જ રીતે તે દેશની ખેલ વિવિધતાને પણ નવા આયામો આપે છે. હું આશા રાખું છું કે દેશભરમાંથી આવેલા રમતગમત પ્રધાનો મણિપુરમાંથી ઘણું શીખીને પાછા ફરશે. અને મને વિશ્વાસ છે કે, મણિપુરના લોકોનો સ્નેહ અને આતિથ્યભાવ તમારા પ્રવાસને વધુ આનંદપ્રદ બનાવશે. હું આ ચિંતન શિબિરમાં ભાગ લઈ રહેલા તમામ ખેલ મંત્રીઓ અને અન્ય મહાનુભાવોનું સ્વાગત કરું છું, અભિનંદન કરું છું.

પ્રધાનમંત્રીએ ઇમ્ફાલ, મણિપુરમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમતના મંત્રીઓની ‘ચિંતન શિવિર’માં સંબોધન કર્યું

April 24th, 10:05 am

સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો કે આ વર્ષે મણિપુરમાં ‘ચિંતન શિવર’ થઈ રહી છે અને પૂર્વોત્તરના ઘણા ખેલાડીઓએ દેશ માટે મેડલ જીતીને ત્રિરંગાનું ગૌરવ વધાર્યું છે. પ્રધાનમંત્રીએ આ પ્રદેશની સ્વદેશી રમતો જેમ કે સગોલ કાંગજાઈ, થંગ-તા, યુબી લકપી, મુકના અને હિયાંગ તન્નાબા પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે તે પોતાની રીતે ખૂબ જ આકર્ષક છે. પૂર્વોત્તર અને મણિપુરે દેશની રમત પરંપરાને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે,એમ શ્રી મોદીએ ઉમેર્યું. સ્વદેશી રમતો વિશે વધુ સમજાવતા, પ્રધાનમંત્રીએ મણિપુરના ઓ-લવાબીનો ઉલ્લેખ કર્યો જે કબડ્ડીને મળતો આવે છે, હિયાંગ તન્નાબા કેરળની એક બોટ રેસની યાદ અપાવે છે. તેમણે પોલો સાથે મણિપુરના ઐતિહાસિક જોડાણની પણ નોંધ લીધી અને કહ્યું કે ઉત્તરપૂર્વ દેશની સાંસ્કૃતિક વિવિધતામાં નવા રંગો ઉમેરે છે અને દેશની રમતની વિવિધતાને નવા આયામો પૂરા પાડે છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘ચિંતન શિવિર’ ના અંતે દેશભરના રમતગમત પ્રધાનોને શીખવાનો અનુભવ થશે.

ઉત્તર પ્રદેશના બસ્તીમાં બીજા સાંસદ ખેલ મહાકુંભના ઉદ્‌ઘાટન પ્રસંગે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

January 18th, 04:39 pm

યુપીના મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, સંસદમાં મારા સાથી આપણા યુવા મિત્ર ભાઈ હરીશ દ્વિવેદીજી, વિવિધ રમતોના ખેલાડીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, અન્ય તમામ લોકપ્રતિનિધિઓ, અન્ય સૌ વરિષ્ઠ મહાનુભવો અને વિશાળ સંખ્યામાં હું જોઈ રહ્યો છું કે, ચારે બાજુ નવયુવાનો જ નવયુવાનો છે. મારાં વહાલાં ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બસ્તી જિલ્લામાં સાંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું

January 18th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. 2021થી બસ્તીના સંસદસભ્ય શ્રી હરીશ દ્વિવેદી દ્વારા બસ્તી જિલ્લામાં સંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ કુસ્તી, કબડ્ડી, ખો ખો, બાસ્કેટબોલ, ફૂટબોલ, હોકી, વોલીબોલ જેવી ઇન્ડોર અને આઉટડોર બંને રમતોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે છે. હેન્ડબોલ, ચેસ, કેરમ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ વગેરે ઉપરાંત ખેલ મહાકુંભ દરમિયાન નિબંધ લેખન, ચિત્રકામ, રંગોળી બનાવવા વગેરે સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે.