બીજેડીના નાના નેતાઓ પણ હવે કરોડપતિ બની ગયા છે: ઢેંકનાલમાં પીએમ મોદી
May 20th, 10:00 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઢેંકનાલમાં એક મેગા જનસભાને સંબોધિત કરતા લોકસભા ચૂંટણી 2024 તેમજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રચારને વેગ મળ્યો છે. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બીજેડીએ ઓડિશાને કશું જ આપ્યું નથી. ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓ હજી પણ વધુ સારા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે લોકોએ ઓડિશાનો નાશ કર્યો છે તેમને માફ ન કરવા જોઈએ.પીએમ મોદીએ ઢેંકનાલ અને ઓડિશાના કટકમાં મેગા જાહેર સભાઓને સંબોધન કર્યું
May 20th, 09:58 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઢેંકનાલમાં એક મેગા જનસભાને સંબોધિત કરતા લોકસભા ચૂંટણી 2024 તેમજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રચારને વેગ મળ્યો છે. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બીજેડીએ ઓડિશાને કશું જ આપ્યું નથી. ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓ હજી પણ વધુ સારા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે લોકોએ ઓડિશાનો નાશ કર્યો છે તેમને માફ ન કરવા જોઈએ.સૌરાષ્ટ્ર-તમિલ સંગમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 26th, 02:30 pm
એ વાત સાચી છે કે આતિથ્યનો આનંદ બહુ અનોખો હોય છે. પરંતુ, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના વર્ષો પછી ઘરે પરત ફરે છે, ત્યારે તે ખુશી, તે ઉત્સાહ અને ઉલ્લાસની વાત જ કંઈક અલગ હોય છે. આજે એ જ ગદ્ગદ હ્રદયથી સૌરાષ્ટ્રની એકેએક વ્યક્તિએ તામિલનાડુથી પધારેલા પોતાના ભાઈ-બહેનોને આવકારવા આતુર છે. આજે, એ જ ગૌરવપૂર્ણ હૃદય સાથે, હું તમિલનાડુના મારા નજીકના અને પ્રિયજનો વચ્ચે વર્ચ્યુઅલી ઉપસ્થિત છું.પ્રધાનમંત્રીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમના સમાપન સમારોહને સંબોધન કર્યું
April 26th, 10:30 am
સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે મહેમાનનું આયોજન કરવું એ એક વિશેષ અનુભવ છે પરંતુ દાયકાઓ પછી સ્વદેશ પાછા ફરવાનો અનુભવ અને આનંદ અજોડ છે. તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રના લોકોએ તમિલનાડુના મિત્રો માટે રેડ કાર્પેટ બિછાવી છે જેઓ એ જ ઉત્સાહ સાથે રાજ્યની મુલાકાતે છે.પ્રધાનમંત્રી શ્રી 17 અને 18 જૂને ગુજરાતની મુલાકાતે આવશે
June 16th, 03:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 અને 18 જૂને ગુજરાતની મુલાકાતે આવશે. 18મી જૂનના રોજ સવારે લગભગ 9:15 વાગ્યે, પ્રધાનમંત્રી પાવાગઢ ઉપર શ્રી કાલિકા માતાના પુનઃવિકસિત મંદિરની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે, જે પછી લગભગ 11:30 વાગ્યે વિરાસત વનની મુલાકાત લેશે. ત્યારબાદ, લગભગ 12:30 વાગ્યે, તેઓ વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે, જ્યાં તેઓ રૂ. 21,000 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.કેનેડા સનાતન મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્રમાં પ્રધાનમંત્રી શ્રીની ટિપ્પણીનો મૂળપાઠ
May 02nd, 08:33 am
આપ સૌને સ્વતંત્રતા અને ગુજરાત દિવસના અમૃત મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! કેનેડામાં ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને જીવંત રાખવામાં ઓન્ટારિયો સ્થિત સનાતન મંદિર કલ્ચરલ સેન્ટર દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાથી આપણે સૌ વાકેફ છીએ. તમે તમારા પ્રયત્નોમાં કેટલા સફળ રહ્યા છો, તમે કેવી રીતે સકારાત્મક છાપ છોડી છે, મેં મારી કેનેડાની મુલાકાત દરમિયાન અનુભવ્યું છે. કેનેડામાં ભારતીય મૂળના લોકોનો પ્રેમ અને સ્નેહ અમે 2015 ના અનુભવને ક્યારેય ભૂલીશું નહીં. હું સનાતન મંદિર સાંસ્કૃતિક કેન્દ્રને અભિનંદન આપવા માંગુ છું, તમે બધા આ નવતર પ્રયાસમાં સામેલ છો. સનાતન મંદિરમાં સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા આપણા સાંસ્કૃતિક મૂલ્યોને જ મજબૂત બનાવશે એટલું જ નહીં, બંને દેશો વચ્ચેના સંબંધોનું પ્રતીક પણ બનશે.કેનેડાના ઓન્ટારિયોનાં સનાતન મંદિર કલ્ચરલ સેન્ટરને પ્રધાનમંત્રીનું સંબોધન
May 01st, 09:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સનાતન મંદિર કલ્ચરલ સેન્ટર (SMCC), માર્ખામ, ઓન્ટારિયો, કેનેડામાં સરદાર પટેલની પ્રતિમાનાં ઉદ્ઘાટન પ્રસંગે વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું.ભારતના યુવાનો કંઈક નવું અને મોટા પાયે કરવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
August 29th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણને સહુને ખબર છે કે આજે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ છે. અને આપણો દેશ તેમની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપે મનાવે પણ છે. હું વિચારી રહ્યો હતો કે કદાચ આ સમયમાં મેજર ધ્યાનચંદજીનો આત્મા જ્યાં પણ હશે, બહુ જ પ્રસન્નતાનો અનુભવ કરતો હશે. કારણ કે દુનિયામાં ભારતની હોકીનો ડંકો વગાડવાનું કામ ધ્યાનચંદજીની હોકી એ કર્યું હતું. અને ચાર દસકા બાદ લગભગ લગભગ 41 વર્ષ પછી, ભારતના નવયુવાનોએ, દિકરા અને દિકરીઓએ હોકીની અંદર ફરી એકવાર પ્રાણ પૂરી દીધો છે. અને કેટલાય પદક કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં પદક નથી મળતો, ભારતનો કોઈ પણ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો અને આ વખતે ઓલમ્પિકમાં હોકીમાં પદક મળ્યો, ચાર દસકા બાદ મળ્યો. તમે કલ્પના કરી શકો છો, મેજર ધ્યાનચંદજીના હ્રદય પર, તેમના આત્મા પર તેઓ જ્યાં હશે ત્યાં, કેટલી પ્રસન્નતા થતી હશે અને ધ્યાનચંદજીનું આખું જીવન રમતગમતને સમર્પિત હતું અને તેથી આજે, જ્યારે આપણને આપણા દેશના નવયુવાનોમાં, આપણા દિકરા-દિકરીઓમાં, રમતગમત પ્રત્યે જે આકર્ષણ નજરે પડી રહ્યું છે. માતા-પિતાને પણ બાળકો જો રમતગમતમાં આગળ જઈ રહ્યા છે તો ખુશી થઈ રહી છે, આ જે તત્પરતા દેખાઈ રહી છે ને, હું સમજું છું, આ જ મેજર ધ્યાનચંદજીને ઘણી મોટી શ્રદ્ધાંજલી છે.પ્રધાનમંત્રી 20 ઓગસ્ટે સોમનાથમાં અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
August 18th, 05:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સોમનાથમાં અનેક પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવશે તેમાં સોમનાથ પ્રોમેનેડ, સોમનાથ એક્ઝિબિશન સેન્ટર અને પુનઃનિર્મિત (જૂનું) સોમનાથ મંદિર પરિસર સામેલ છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી પાર્વતી મંદિરની આધારશિલા પણ રાખશે.પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં ચક્રવાત તૌકતેથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો
May 19th, 04:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચક્રવાત તાઉતેથી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ઉના (ગિર – સોમનાથ), જાફરાબાદ (અમરેલી), મહુવા (ભાવનગર) અને દીવમાં ચક્રવાતથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો.હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 08th, 10:51 am
કોઈ એક પ્રોજેકટની શરૂઆત થવાથી બિઝનેસમાં સરળતા વધે અને સાથે–સાથે જીવન જીવવામાં પણ સરળતા વધે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હમણાં મને જે ચાર-પાંચ ભાઈ-બહેનો સાથે વાત કરવાની તક મળી અને તે પોતાના અનુભવનું જે રીતે વર્ણન કરતા હતા, પછી ભલેને તે તીર્થ યાત્રાની કલ્પના હોય કે પછી વાહનો દ્વારા ઓછામાં ઓછુ નુકસાન થવાની ચર્ચા હોય, સમય બચાવવાની ચર્ચા હોય કે પછી ખેતીમાં જે ઉત્પાદન મળે છે તેને નુકસાન થતું અટકાવવાની વાત હોય, તાજા ફળ અને શાકભાજી સુરત જેવા બજાર સુધી પહોંચાડવા માટેનો આટલો ઉત્તમ ઉપાય હોય અને એક પ્રકારે કહીએ તો આ યોજનાનાં જેટલાં પાસાં છે તેને અમારી સામે રજૂ કર્યાં અને તેને કારણે વેપાર માટે જે સુવિધાઓમાં વધારો થવાનો છે, ઝડપમાં જે વધારો થવાનો છે મને લાગે છે કે આ બધા કારણોથી ખુબ જ ખુશીનુ વાતાવરણ છે. વેપારી હોય કે વ્યવસાયી, શ્રમિક હોય કે ખેડૂત, સૌ કોઈને આ બહેતર કનેક્ટીવિટીનો લાભ થવાનો છે. જ્યારે પોતાના લોકો સાથેનું અંતર ઓછુ થાય છે, ત્યારે મનને પણ ખૂબ સંતોષ મળતો હોય છે.પ્રધાનમંત્રીએ હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું
November 08th, 10:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા ખાતે નવનિર્મિત રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલી ઝંડી બતાવી તેનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે સ્થાનિક વપરાશકર્તાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. તેમણે જહાજ મંત્રાલયનું નામ બદલીને બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય કર્યું હતું.પ્રધાનમંત્રી 8 નવેમ્બરના રોજ હજીરા રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવશે
November 06th, 03:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બર 2020ના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા ખાતે રો–પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘા વચ્ચે રો–પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવી તેનો શુભારંભ કરાવશે. જળમાર્ગોનો ઉપયોગ કરવાની અને તેમને દેશના આર્થિક વિકાસ સાથે સંકલિત કરવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીની દિશામાં આ કાર્યક્રમ એક મોટું ડગલું છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક વપરાશકર્તાઓ સાથે વાર્તાલાપ પણ કરશે. કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.Nepal-India Maitri Pashupati Dharmshala will further enhance ties between our countries: PM Modi
August 31st, 05:45 pm
PM Narendra Modi and PM KP Oli jointly inaugurated Nepal-Bharat Maitri Pashupati Dharmashala in Kathmandu. Addressing a gathering at the event, PM Narendra Modi highlighted the strong cultural and civilizational ties existing between both the countries.પ્રધાનમંત્રીએ કાઠમંડુમાં પશુપતિનાથ ધર્મશાળાનું ઉદઘાટન કર્યું
August 31st, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેપાળનાં કાઠમંડુમાં પ્રધાનમંત્રી શ્રી કે. પી. ઓલી સાથે સંયુક્તપણે પશુપતિનાથ ધર્મશાળાનું ઉદઘાટન કર્યું હતું.125 crore Indians are our high command, says PM Narendra Modi
December 04th, 08:05 pm
Prime Minister Narendra Modi today attacked the Congress party for defaming Gujarat. He said that Congress cannot tolerate or accept leaders from Gujarat and hence always displayed displeasure towards them and the people of the state.Development for us is not winning polls, but serving citizens: PM Modi
November 29th, 11:20 am
Prime Minister Narendra Modi addressed public meetings at Morbi, Prachi, Palitana and Navsari in Gujarat. He hit out at the Congress party for being heavily indulged in corruption and dynastic politics. He also spoke about the annoyance of Congress party when Dr. Rajendra Prasad had come to Gujarat for inaugurating the Somnath Temple.PM Modi addresses public meeting in Somnath
March 08th, 01:17 pm
Prime Minister Shri Narendra Modi today addressed a public meeting at Somnath. Shri Modi talked about the development on coastal areas during his address. Shri Modi said that out of 400 projects under Sagarmala projects 40 will be in Gujarat.PM Modi offers prayers at Somnath Temple in Gujarat
March 08th, 09:18 am
Prime Minister Shri Narendra Modi visited the historical Somnath temple in Gujarat today. He offered prayers at the templeનર્મદા ડેમ ઉપર દરવાજા મૂકવામાં પરવાનગી બાબતે વડાપ્રધાન અજ્ઞાન વ્યક્ત કરે છે - નરેન્દ્રભાઇ મોદી
September 02nd, 07:50 pm
નર્મદા ડેમ ઉપર દરવાજા મૂકવામાં પરવાનગી બાબતે વડાપ્રધાન અજ્ઞાન વ્યક્ત કરે છે - નરેન્દ્રભાઇ મોદી