પીએમ 17 ડિસેમ્બરે રાજસ્થાનની મુલાકાત લેશે
December 16th, 03:19 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે રાજસ્થાનની મુલાકાત લેશે. પીએમ 'એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ'માં ભાગ લેશે: રાજસ્થાન સરકારના કાર્યક્રમના 01 વર્ષ પૂરા થવાના પ્રસંગે તેઓ જયપુર, રાજસ્થાન ખાતે 46,300 કરોડ રૂપિયાથી વધુના ઊર્જા, રોડ, રેલવે અને પાણી સંબંધિત 24 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.રાજસ્થાનના જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 09th, 11:00 am
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલજી શર્મા, રાજસ્થાન સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ મિત્રો, વિવિધ રાજદૂતો, દૂતાવાસોના પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન કર્યું
December 09th, 10:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનની સફળતાની સફરનો વધુ એક વિશેષ દિવસ છે. તેમણે પિંક સિટી- જયપુર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 માટે તમામ ઉદ્યોગ અને વ્યાવસાયિક અગ્રણીઓ, રોકાણકારો, પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજસ્થાન સરકારને પણ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.The BJP has entered the electoral field in Jharkhand with the promise of Suvidha, Suraksha, Sthirta, Samriddhi: PM Modi in Garhwa
November 04th, 12:21 pm
Prime Minister Narendra Modi today addressed a massive election rally in Garhwa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”PM Modi campaigns in Jharkhand’s Garhwa and Chaibasa
November 04th, 11:30 am
Prime Minister Narendra Modi today addressed massive election rallies in Garhwa and Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”તમિલનાડુનાં મદુરાઈમાં ઓટોમોટિવ એમએસએમઇ માટે ડિજિટલ મોબિલિટી પહેલ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 27th, 06:30 pm
સૌપ્રથમ તો હું તમારા બધાની ક્ષમા માગું છું, કારણ કે મને આવવામાં મોડું થયું હતું અને તમારે ઘણી રાહ જોવી પડી હતી. હું સવારે દિલ્હીથી તો સમયસર નીકળી ગયો હતો, પરંતુ અનેકવિધ કાર્યક્રમો કરતા કરતા, દરેક 5-10 મિનિટ વધારે લે છે અને તેનું જ પરિણામ એ છે કે જે સૌથી છેલ્લે ઊભો રહે છે તેને સજા થઈ જાય છે. એટલે હું તેમ છતાં મોડો આવવા બદલ તમારા બધાની માફી માગું છું.પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં મદુરાઈમાં 'ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનાં સર્જન– ડિજિટલ મોબિલિટી'માં ભાગ લીધો
February 27th, 06:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં મદુરાઈમાં 'ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનું સર્જન – ડિજિટલ મોબિલિટી' કાર્યક્રમમાં સહભાગી થયું હતું તથા ઓટોમોટિવ ક્ષેત્રમાં કામ કરતા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં હજારો ઉદ્યોગસાહસિકોને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગાંધીગ્રામમાં તાલીમ પામેલી મહિલા ઉદ્યોગસાહસિકો અને સ્કૂલનાં બાળકો સાથે પણ વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીના એથેન્સ, ગ્રીસમાં ભારતીય સમુદાયને સંબોધનનો મૂળપાઠ
August 25th, 09:30 pm
જ્યારે ઉજવણીનો માહોલ હોય છે, ઉજવણીનો માહોલ હોય છે, ત્યારે મને લાગે છે કે મારા પરિવારના સભ્યોમાં જલદી પહોંચું, હું પણ મારા પરિવારના સભ્યો વચ્ચે આવી ગયો છું. શ્રાવણ મહિનો એક રીતે ભગવાન શિવનો મહિનો છે અને આ પવિત્ર મહિનામાં દેશે ફરી એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. ચંદ્રના ડાર્ક ઝોનમાં દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્ર પર ત્રિરંગો લહેરાવીને ભારતે સમગ્ર વિશ્વને ભારતની ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. વિશ્વભરમાંથી અભિનંદન સંદેશાઓ આવી રહ્યા છે, લોકો તેમની શુભેચ્છાઓ મોકલી રહ્યા છે અને મને ખાતરી છે કે લોકો તમને પણ અભિનંદન આપતા જ હશે, ખરું ને? તમને પણ ખૂબ અભિનંદન મળી રહ્યા છે ને? દરેક ભારતીય તે મેળવી રહ્યો છે. સમગ્ર સોશિયલ મીડિયા અભિનંદન સંદેશાઓથી ભરાઈ ગયું છે. જ્યારે સફળતા આટલી મોટી હોય છે ત્યારે સફળતા સાથે જોડાયેલી ઉત્તેજના પણ સતત રહે છે. તમારા ચહેરા એ પણ કહી રહ્યા છે કે તમે દુનિયામાં ગમે ત્યાં હોવ, ભારત તમારા હૃદયમાં ધબકે છે. ભારત તમારા હૃદયમાં ધબકે છે, ભારત તમારા હૃદયમાં ધબકે છે, ભારત તમારા હૃદયમાં ધબકે છે. આજે, હું ચંદ્રયાન અને તેની ભવ્ય સફળતા માટે ફરી એકવાર બધાને અભિનંદન આપવા ગ્રીસમાં તમારી વચ્ચે છું.એથેન્સમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીની વાતચીત
August 25th, 09:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 ઓગસ્ટ 2023ના રોજ એથેન્સમાં એથેન્સ કન્ઝર્વેટોર ખાતે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીની બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ સંવાદમાં ભાગીદારી
August 25th, 12:12 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 ઓગસ્ટ, 2023ના રોજ જોહાનિસબર્ગમાં બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગમાં ભાગ લીધો હતો.બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગમાં પ્રધાનમંત્રી શ્રીનું નિવેદન
August 24th, 02:38 pm
આફ્રિકાની ધરતી પર તમારા બધા મિત્રોની વચ્ચે હાજર રહીને મને ખૂબ આનંદ થાય છે.નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) સંકુલના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 26th, 11:28 pm
આજે, મારા હૃદયના ઊંડાણથી, હું 'ભારત મંડપમ' ના નિર્માણ સાથે જોડાયેલા દરેક મજૂર, ભાઈ અને બહેનને અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું. આજે સવારે મને આ તમામ કાર્યકરોને મળવાનો અવસર મળ્યો, મને આપણા આ કાર્યકરોનું સન્માન કરવાનો લહાવો મળ્યો. તેમની મહેનત જોઈને આજે આખું ભારત આશ્ચર્યચકિત છે, ભારત આશ્ચર્યચકિત છે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (આઇઇસીસી) કૉમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું
July 26th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (આઇઇસીસી) કૉમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જી-20ના સિક્કા અને જી-20 સ્ટેમ્પનું અનાવરણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રી ડ્રોન મારફતે હાથ ધરવામાં આવેલાં કન્વેન્શન સેન્ટરનાં 'ભારત મંડપમ્' તરીકેનાં નામકરણ સમારંભના પણ સાક્ષી બન્યા હતા અને આ પ્રસંગે પ્રદર્શિત કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમને પણ તેમણે નિહાળ્યો હતો. પ્રધાનમંત્રીનાં વિઝનથી આશરે રૂ. 2700 કરોડના ખર્ચે રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવેલું, પ્રગતિ મેદાનમાં આ નવું આઇઇસીસી સંકુલ ભારતને વૈશ્વિક બિઝનેસ સ્થળ તરીકે પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે.જી20 ઊર્જા મંત્રીઓની બેઠક દરમિયાન પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશનો મૂળપાઠ
July 22nd, 10:00 am
આપણી જુદી જુદી વાસ્તવિકતાઓને જોતાં ઊર્જા સંક્રમણ માટેના આપણા માર્ગો જુદા જુદા છે. જોકે, હું દ્રઢપણે માનું છું કે, આપણા લક્ષ્યાંકો એક સરખા જ છે. ભારત ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝિશન માટે ઘણા પ્રયાસો કરી રહ્યું છે. ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને સૌથી વધુ ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. તેમ છતાં, આપણે આપણી આબોહવા પ્રત્યેની કટિબદ્ધતાઓ પર મજબૂતપણે આગળ વધી રહ્યા છીએ. ભારતે ક્લાઇમેટ એક્શનમાં નેતૃત્વ દર્શાવ્યું છે. અમે અમારું બિન-અશ્મિભૂત સ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતા લક્ષ્ય નવ વર્ષ પહેલાં પ્રાપ્ત કરી લીધું છે. હવે અમે વધુ ઊંચો લક્ષ્યાંક નક્કી કર્યો છે. અમે વર્ષ 2030 સુધીમાં 50 ટકા બિન-અશ્મિભૂત સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાની યોજના ધરાવીએ છીએ. સૌર અને પવન ઊર્જામાં પણ ભારત વૈશ્વિક નેતાઓમાં સામેલ છે. મને ખુશી છે કે કાર્યકારી જૂથના પ્રતિનિધિઓએ પાવાગડા સોલર પાર્ક અને મોઢેરા સોલર વિલેજની મુલાકાત લીધી હતી. તેમણે સ્વચ્છ ઊર્જા માટે ભારતની પ્રતિબદ્ધતાનું સ્તર અને વ્યાપ જોયો છે.પ્રધાનમંત્રીએ જી20 ઊર્જા મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું
July 22nd, 09:48 am
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક દેશ ઊર્જા પરિવર્તન માટે અલગ વાસ્તવિકતા અને માર્ગ ધરાવે છે, તેમ છતાં તેઓ દ્રઢપણે માને છે કે, દરેક દેશનાં લક્ષ્યાંકો સમાન છે. ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝિશનમાં ભારતના પ્રયાસો પર પ્રકાશ ફેંકતા તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે અને તેમ છતાં તે તેની આબોહવા પ્રત્યેની પ્રતિબદ્ધતાઓ તરફ મજબૂતપણે આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ભારતે નવ વર્ષ અગાઉ બિન-અશ્મિભૂત સ્થાપિત વીજળીની ક્ષમતાનાં લક્ષ્યાંકને હાંસલ કરી લીધો છે અને પોતાનાં માટે વધારે ઊંચો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, દેશ વર્ષ 2030 સુધીમાં 50 ટકા બિન-અશ્મિભૂત સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાની યોજના ધરાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત સૌર અને પવન ઊર્જામાં વૈશ્વિક નેતાઓમાંનું એક છે. તેમણે આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કાર્યકારી જૂથના પ્રતિનિધિઓને પાવાગડા સોલર પાર્ક અને મોઢેરા સોલર વિલેજની મુલાકાત લઈને સ્વચ્છ ઊર્જા પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાના સ્તર અને વ્યાપને નિહાળવાની તક મળી છે.આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સાંઈ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 04th, 11:00 am
મને ઘણી વખત પુટ્ટપર્થીની મુલાકાત લેવાનો લહાવો મળ્યો છે. મારી ખૂબ ઈચ્છા હતી કે આ વખતે પણ હું તમારા બધાની વચ્ચે આવું, તમને મળી શકું, ત્યાં હાજર રહી આ કાર્યક્રમનો ભાગ બનીશ. પરંતુ મારા વ્યસ્ત કાર્યક્રમને કારણે હું હાજર રહી શક્યો નહીં. હવે મને આમંત્રણ આપતાં ભાઈ રત્નાકરજીએ કહ્યું કે તમે એકવાર આવીને આશીર્વાદ આપો. મને લાગે છે કે રત્નાકરજીના શબ્દોમાં સુધારો કરવો જોઈએ. હું ત્યાં ચોક્કસ આવીશ પણ આશીર્વાદ આપવા નહિ, આશીર્વાદ લેવા આવીશ. ટેક્નોલોજી દ્વારા, હું તમારા બધાની વચ્ચે છું. હું શ્રી સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા તમામ સભ્યો અને સત્ય સાંઈ બાબાના તમામ ભક્તોને આજના આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન આપું છું. શ્રી સત્ય સાંઈની પ્રેરણા, તેમના આશીર્વાદ આ સમગ્ર ઘટના દરમિયાન અમારી સાથે છે. મને આનંદ છે કે આ શુભ અવસર પર શ્રી સત્ય સાંઈ બાબાનું મિશન વિસ્તરી રહ્યું છે. દેશને શ્રી હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરના રૂપમાં એક મોટી થિંક ટેન્ક મળી રહી છે. મેં આ કન્વેન્શન સેન્ટરની તસવીરો જોઈ છે અને તમારી આ ટૂંકી ફિલ્મમાં તેની ઝલક જોઈ છે. આ કેન્દ્રમાં આધ્યાત્મિકતાની અનુભૂતિ હોવી જોઈએ, અને આધુનિકતાની આભા પણ છે. તેમાં સાંસ્કૃતિક દિવ્યતાની સાથે વૈચારિક ભવ્યતા પણ છે. આ કેન્દ્ર આધ્યાત્મિક પરિષદ અને શૈક્ષણિક કાર્યક્રમોનું કેન્દ્ર બનશે. વિશ્વભરના વિવિધ ક્ષેત્રોના વિદ્વાનો અને નિષ્ણાતો અહીં એકત્ર થશે. મને આશા છે કે આ કેન્દ્ર યુવાનોને ખૂબ મદદરૂપ થશે.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સાઇ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું
July 04th, 10:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં નિર્માણ પામેલા સાઇ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન સમારંભમાં સમગ્ર વિશ્વમાંથી અગ્રણી મહાનુભાવો અને ભક્તોની હાજરી જોવા મળી હતી.ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
March 18th, 11:17 pm
ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ સાથે સંકળાયેલા તમામ મહાનુભાવોને મારા નમસ્કાર. દેશ અને વિદેશમાંથી જે દર્શકો- વાચકો, ડિજિટલ માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, તે સૌને પણ મારા અભિનંદન. મને આ જોઇને ઘણો આનંદ થયો કે આ કોન્ક્લેવની થીમ - ધ ઇન્ડિયા મોમેન્ટ રાખવામાં આવી છે. આજે દુનિયાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો, વિચારકો, બધા જ એવું કહે છે કે ‘ધીસ ઇઝ ઇન્ડિયાઝ મોમેન્ટ’. પરંતુ જ્યારે ઇન્ડિયા ટુડે ગ્રૂપ આવો આશાવાદ બતાવે છે, ત્યારે તે કંઇક ખાસ બની જાય છે. આમ તો, મેં 20 મહિના પહેલાં જ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે - આ જ સમય છે, યોગ્ય સમય છે. પરંતુ અહીં સુધી પહોંચવામાં 20 મહિના નીકળી ગયા. ત્યારે પણ લાગણી તો એક જ હતી – આ ભારતની ક્ષણ છે.પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું
March 18th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસ ખાતે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું હતું.ઊર્જા ક્ષેત્રની સુધારેલી વિતરણ સેક્ટર યોજનાના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 30th, 12:31 pm
આઝાદી બાદ આ અમૃતકાળમાં ભારતે આગામી 25 વર્ષના વિઝન પર કામ શરૂ કરી દીધું છે. આગામી 25 વર્ષમાં ભારતની પ્રગતિને વેગ આપવામાં એનર્જી (ઊર્જા) સેક્ટર, પાવર (વિજળી) સેક્ટરની ઘણી મોટી ભૂમિકા છે. એનર્જી ક્ષેત્રની મજબૂતી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (વ્યાપાર કરવામાં સરળતા) માટે પણ જરૂરી છે અને ઇઝ ઓફ લિવિંગ (સરળ જીવન) માટે પણ એટલી જ મહત્વની છે. આપણે સૌએ જોયું છે કે હમણાં જ જે લાભાર્થીઓ સાથે મારી વાતચીત થઈ તેમના જીવનમાં વિજળી કેટલો મોટો ફેરફાર લાવી છે.