પ્રધાનમંત્રીએ ભારતના રસીકરણ અભિયાનના વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કરવા પર ખુશી વ્યક્ત કરી
December 06th, 11:06 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રસીકરણ અભિયાનના વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે. ભારતમાં 50% થી વધુ પાત્ર વસતીને હવે સંપૂર્ણ રીતે રસી આપવામાં આવી છે.ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના પરામર્શનો મૂળપાઠ
September 18th, 10:31 am
ગોવાના ઉર્જાવાન અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી ગોવાના સપૂત શ્રીપાદ નાયકજી, કેન્દ્ર સરકારના મંત્રી પરિષદના મારાં સાથી ડોકટર ભારતી પવારજી ગોવાના તમામ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અન્ય લોક પ્રતિનિધિઓ, તમામ કોરોના વૉરિયર, ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
September 18th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં પુખ્ત વયના લોકોની વસ્તીમાં તમામ 100% લોકોને કોવિડ-19ના રસીના પ્રથમ ડોઝ હેઠળ આવરી લેવાની સિદ્ધિના પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગોવાના આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ-19 વિરોધી રસીકરણના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.હિમાચલ પ્રદેશમાં આરોગ્ય કર્મચારીઓ અને કોવિડ રસીના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ કરેલ સંવાદનો મૂળપાઠ
September 06th, 11:01 am
હિમાચલ પ્રદેશે આજે એક પ્રધાન સેવક તરીકે જ નહિ પરંતુ એક પરિવારના સભ્ય તરીકે પણ મને ગૌરવાન્વિત થવાનો અવસર પ્રદાન કર્યો છે. મેં નાની નાની સુવિધાઓ માટે સંઘર્ષ કરતા હિમાચલને પણ જોયું છે અને આજે વિકાસની ગાથાને લખી રહેલા હિમાચલને પણ જોઈ રહ્યો છું. આ બધુ જ દેવી દેવતાઓના આશીર્વાદ વડે, હિમાચલ સરકારની કર્મ કુશળતા દ્વારા અને હિમાચલનાં જન-જનની જાગૃતિ વડે જ સંભવ થઈ શક્યું છે. હું ફરી એકવાર જેમની જેમની સાથે મને વાતચીત કરવાનો અવસર મળ્યો અને જે રીતે બધાએ વાતો કરી તેના માટે હું તેમનો તો આભાર વ્યક્ત કરું છું. હું સંપૂર્ણ ટીમનો આભાર વ્યક્ત કરું છું. હિમાચલે એક ટીમના રૂપમાં કામ કરીને અદભૂત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ!!પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
September 06th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હિમાચલ પ્રદેશના આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણના લાભાર્થીઓ સાથે રસીકરણ કાર્યક્રમમાં સંવાદ કર્યો હતો. આ પ્રસંગે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી. નડ્ડા, શ્રી અનુરાગસિંહ ઠાકુર, સાંસદો, ધારાસભ્યો, પંચાયતના નેતાઓ ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની મુખ્ય વાતો
August 15th, 03:02 pm
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.75મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 15th, 07:38 am
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને અને વિશ્વભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકશાહીને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ.ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે
August 15th, 07:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું કારણ કે દેશ 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભાષણ દરમિયાન, પીએમ મોદીએ તેમની સરકારની સિદ્ધિઓની યાદી આપી અને ભવિષ્ય માટે યોજનાઓની રૂપરેખા રજૂ કરી.તેમણે સબકા સાથ,સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્રમાં સબકા પ્રાયસ ઉમેરો કર્યો.ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને દેશને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
July 16th, 04:05 pm
મંત્રીમંડળમાં મારી સાથીદાર અને ગાંધીનગરના સાંસદ શ્રીમાન અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીજી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, રાજ્ય કક્ષાના કેન્દ્રીય રેલવે મંત્રી શ્રીમતી દર્શના જરદોશજી, ગુજરાત સરકારના મંત્રીમંડળના અન્ય સભ્યો, સંસદમાં મારા સાથી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રીમાન સી આર પાટિલજી, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમને બધાને નમસ્કાર.પ્રધાનમંત્રીએ ગુજરાતમાં વિવિધ રાષ્ટ્રીય બહુવિધ પ્રોજેક્ટસનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું
July 16th, 04:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતમાં રેલવેના કેટલાક ચાવીરૂપ રાષ્ટ્રીય પ્રોજેક્ટસના ઉદઘાટન તથા લોકાર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વેટિક્સ તથા રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું પણ ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ગાંધીનગર પાટનગરથી વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ તથા ગાંધીનગર પાટનગરથી વરેઠા વચ્ચેની મેમુ એમ બે ટ્રેનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.કોવિડ-19ની પરિસ્થિતિ અંગે કેટલાંક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રીના પરામર્શનો મૂળપાઠ
July 16th, 12:07 pm
કોરોના વિરૂધ્ધ દેશની લડતમાં કેટલાક મહત્વના મુદ્દા પર આપ સૌએ તમારી વાત રજૂ કરી છે. હમણાં બે દિવસ પહેલાં ઉત્તરપૂર્વના તમામ માનનીય મુખ્યમંત્રીઓ સાથે મને આ વિષય ઉપર ચર્ચા કરવાની તક મળી હતી, કારણ કે જ્યાં જયાં ચિંતાજનક હાલત છે તે રાજ્યો સાથે હું વિશેષપણે વાત કરી રહ્યો છું.કોવિડની સ્થિતિની ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રીએ છ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વાતચીત કરી
July 16th, 12:06 pm
કોવિડ સંબંધી સ્થિતિની ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળના મુખ્ય મંત્રીઓ સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી, આરોગ્ય મંત્રી પણ આ મીટિંગમાં હાજર રહ્યા હતા. મુખ્ય મંત્રીઓએ કોવિડને હાથ ધરવામાં શક્ય તમામ મદદ અને સમર્થન આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે પ્રધાનમંત્રીને એમનાં રાજ્યોમાં રસીકરણની પ્રગતિ વિશે અને વાયરસના પ્રસારને કાબૂમાં લેવા માટે લેવાઈ રહેલાં પગલાં વિશે માહિતી આપી હતી. તેમણે રસીકરણની વ્યૂહરચના વિશે પણ પ્રતિભાવો આપ્યા હતા.છેલ્લા 7 વર્ષોમાં, આપણે બધા 'ટીમ ઇન્ડિયા' તરીકે કામ કર્યું: મન કી બાત દરમિયાન પીએમ મોદી
May 30th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, પડકાર ગમે તેટલો મોટો હોય, ભારતના વિજયનો સંકલ્પ હંમેશાં એટલો જ મોટો રહ્યો છે. દેશની સામૂહિક શક્તિ અને આપણા સેવા ભાવે દેશને દરેક તોફાનમાંથી બહાર કાઢ્યો છે. તાજેતરના દિવસોમાં આપણે જોયું છે કે આપણા ડૉક્ટરો, નર્સો અને અગ્ર હરોળના યોદ્ધાઓએ પોતાની ચિંતા છોડીને દિવસ-રાત કામ કર્યું છે અને આજે પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે એવા લોકો પણ છે જેમની કોરોનાના બીજા મોજા સામે લડવામાં ઘણી મોટી ભૂમિકા રહી છે. મને ‘મન કી બાત’ના અનેક શ્રોતાઓએ NamoApp પર અને પત્ર દ્વારા આ યૌદ્ધાઓ વિશે ચર્ચા કરવાનો અનુરોધ કર્યો છે.વારાણસીના તબીબો, તબીબ-સહાયકો અને મોખરે રહીને કામ કરતા કાર્યકરો સાથે વડાપ્રધાનની વાતચીતનો મૂળપાઠ
May 21st, 12:14 pm
PM Modi interacted with doctors and officials of Varanasi through video conference. The PM underscored the importance of continuous training of the manpower fighting Covid and advised the officials and doctors to conduct training sessions and webinars, especially for the paramedical staff and doctors serving in the rural areas. He also asked the officials to work towards bringing down vaccine wastage in the district.પ્રધાનમંત્રીએ વારાણસીના તબીબો અને અધિકારીઓ સાથે વાતચીત કરી
May 21st, 12:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીના તબીબો અને અધિકારીઓ સાથે આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી. આ સંવાદ દરમ્યાન વારાણસીના તબીબો અને અધિકારીઓએ પ્રધાનમંત્રીનો એમના સતત અને પ્રોએક્ટિવ નેતૃત્વ માટે આભાર માન્યો હતો જેનાથી આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં મદદ મળી અને વેન્ટિલેટર્સ તેમજ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ જેવા અગત્યના સાધનો અને આવશ્યક દવાઓનો પુરવઠો સુનિશ્ચિત થયો. કોવિડનો ફેલાવો કાબૂમાં લેવા, રસીકરણની સ્થિતિ અને જિલ્લાને ભાવિ પડકારો માટે સજ્જ કરવા ચાલી રહેલાં પગલાં તેમજ યોજનાઓ અંગે છેલ્લા એક માસમાં હાથ ધરાયેલાં પગલાં અંગે પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી. તબીબોએ પ્રધાનમંત્રીને એવી માહિતી પણ આપી હતી કે તેઓ મ્યુકોર્માઇકોસિસના જોખમ વિશે સચેત છે અને આ રોગના વ્યવસ્થાપન માટે પહેલેથી પગલાં લીધાં છે અને સુવિધાઓ ઊભી કરી દીધી છે.રાજ્ય અને જિલ્લાના અધિકારીઓ સાથે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 20th, 11:40 am
Prime Minister Shri Narendra Modi interacted with the state and district officials on the COVID-19 situation through video conference.કોવિડ-19ની સ્થિતિ અંગે પ્રધાનમંત્રીએ રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરી
May 20th, 11:39 am
કોવિડ-19ની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ મારફત વાતચીત કરી હતી.કોવિડ-19 વ્યવસ્થાપન અંગે રાજ્ય અને જિલ્લાના અધિકારીઓ સાથે સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 18th, 11:40 am
આપ સૌએ કોરોનાના બીજા વેવ સામે પહેલાંની સરખામણીએ ઘણો પરિશ્રમ કર્યો છે અને સતત કરી રહ્યા છો. તમારામાંથી કેટલાય લોકો એવા છે કે જેઓ પોતે કોરોના પોઝિટિવ હોવા છતાં પોતાના જિલ્લાઓમાં સ્થિતિ સંભાળવા માટે સતત કામ કરતાં રહ્યા છો. તેનાથી જિલ્લામાં અન્ય લોકોના ઉત્સાહમાં પણ વધારો થયો અને તમારામાંથી પ્રેરણા પણ મળી છે. ઘણા લોકો એવા છે કે જેઓ કેટ-કેટલાય દિવસો સુધી પોતાના ઘરે નહોતા જઈ શક્યા, પોતાના ઘરના લોકોને નહોતા મળી શક્યા. કેટલાય લોકોએ પોતાના પરિવારના મહત્વપૂર્ણ સભ્યો, પોતાના આત્મજનોને ગુમાવ્યા પણ છે.પ્રધાનમંત્રીએ કોવિડની પરિસ્થિતિ વિશે ચર્ચા કરવા માટે દેશભરના ડૉક્ટરોના સમૂહ સાથે સંવાદ કર્યો
May 18th, 11:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશના ડૉક્ટરોના સમૂહ સાથે સંવાદ કરીને કોવિડ સંબંધિત પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત નાણાકીય લાભનો 8મો હપ્તો હસ્તાંતરિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 14th, 11:04 am
Prime Minister Shri Narendra Modi released 8th instalment of financial benefit of Rs 2,06,67,75,66,000 to 9,50,67,601 beneficiary farmers under Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme today via video conferencing. Prime Minister also interacted with farmer beneficiaries during the event. Union Agriculture Minister was also present on the occasion.