બિહારમાં વિવિધ વિકાસ યોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 15th, 12:01 pm

સાથીઓ, આજે જે ચાર યોજનાઓનો પ્રારંભ થઈ રહ્યો છે તેમાં પટણા શહેરના બેઉર અને કરમ –લીચકમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સિવાય અમૃત યોજના હેઠળ સીવાન અને છપરામાં પાણીની તંગીને દૂર કરવા માટેની યોજનાઓનો સમાવેશ થાય છે. તે સિવાય મુંગેર અને જમાલપુરમાં પાણીની તંગી દૂર કરવા માટે પાણી પૂરવઠા યોજનાઓ અને મુઝફફર નગરમાં નમામિ ગંગે યોજના હેઠળ રિવર ફ્રન્ટ વિકાસ યોજનાનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. શહેરી ગરીબો, શહેરમાં વસતા મધ્યમ વર્ગના સાથીઓનુ જીવન આસાન બનાવનારી આ નવી સુવિધાઓ બદલ હું તમને ખૂબ-ખૂબ અભિનંદન આપુ છું.

પ્રધાનમંત્રીએ બિહારમાં ‘નમામિ ગંગે’ યોજના અને ‘અમૃત (AMRUT) યોજના’ અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું

September 15th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં નમામિ ગંગે યોજના અને અમૃત યોજના અંતર્ગત વિવિધ પ્રો પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે ચાર યોજનાઓ અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં પટણા શહેરમાં બેઉર અને કરમ-લીચકમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ અમૃત યોજના હેઠળ સિવાન અને છપરામાં પાણી સાથે સંબંધિત વિવિધ પરિયોજનાઓ સામેલ હતી. આ ઉપરાંત મુંગેર અને જમાલપુરમાં પાણી પુરવઠા સાથે સંબંધિત પરિયોજનાનું આજે શિલાન્યાસ કરવામાં આવ્યું હતું તથા મુઝફ્ફરપુરમાં નમામિ ગંગે પરિયોજના અંતર્ગત રિવર ફ્રન્ટ વિકાસ યોજનાનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું.

People of Bihar have lost faith in Mahaswarthbandhan: PM Modi in Bihar

October 26th, 05:05 pm