શિવગીરી યાત્રાધામ અને સુવર્ણ જયંતિની 90મી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 26th, 10:31 am

શ્રી નારાયણ ધર્મ સંઘમ ટ્રસ્ટના પ્રમુખ સ્વામી સચ્ચિદાનંદ જી, જનરલ સેક્રેટરી સ્વામી રિતમ્ભરાનંદ જી, કેન્દ્રીય મંત્રી પરિષદમાં મારા સાથીદારો, કેરળની ધરતીના જ સંતાન શ્રી વી. મુરલીધરન જી, રાજીવ ચંદ્રશેખર જી, શ્રી નારાયણ ગુરુ ધર્મ સંઘમ ટ્રસ્ટના અન્ય તમામ અધિકારીઓ, દેશ-વિદેશના તમામ ભક્તો, બહેનો અને સજ્જનો,

પ્રધાનમંત્રીએ શિવગિરી તીર્થયાત્રાની 90મી વર્ષગાંઠ અને બ્રહ્મ વિદ્યાલયની સુવર્ણ જંયતિ નિમિત્તે આખુ વર્ષ ચાલનારી સંયુક્ત ઉજવણીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો

April 26th, 10:30 am

પ્રધાનમંત્રીએ આજે 7 લોકકલ્યાણ માર્ગ ખાતે શિવગિરી તીર્થયાત્રાની 90મી વર્ષગાંઠ અને બ્રહ્મ વિદ્યાલયની સુવર્ણ જંયતિ નિમિત્તે આખુ વર્ષ ચાલનારી સંયુક્ત ઉજવણીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે આખુ વર્ષ ચાલનારી આ સંયુક્ત ઉજવણીના સંદર્ભે તૈયાર કરવામાં આવેલો લોગો પણ લોન્ચ કર્યો હતો. શિવગિરી તીર્થયાત્રા અને બ્રહ્મ વિદ્યાલય બંનેની શરૂઆત મહાન સામાજિક સુધારક શ્રી નારાયણ ગુરુના આશીર્વાદ અને માર્ગદર્શન સાથે થઇ હતી. શિવગિરી મઠના આધ્યાત્મિક અગ્રણીઓ અને ભક્તો, કેન્દ્રીય મંત્રીઓ, શ્રી રાજીવ ચંદ્રશેખર અને શ્રી વી. મુરલીધરન સહિત અન્ય લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

શિવગીરી યાત્રાની 90મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન મોદી સાથે તમારા વિચારો શેર કરો.

April 25th, 01:13 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિવગીરી યાત્રાધામની 90મી વર્ષગાંઠ અને બ્રહ્મ વિદ્યાલયની સુવર્ણ જયંતિ પ્રસંગે ઉદ્ઘાટન સંબોધન કરશે. શિવગીરી મઠ એપ્રિલ, 2022 થી સંયુક્ત રીતે શરૂ થતા શિવગીરી તીર્થસ્થાનની ‘નવતિ’ અને બ્રહ્મ વિદ્યાલયની સુવર્ણ જયંતિ માટે વર્ષભરનો કાર્યક્રમ ઉજવશે.