ઝારખંડના સિંદરીમાં વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

March 01st, 11:30 am

ઝારખંડના રાજ્યપાલ શ્રી સીપી રાધાકૃષ્ણનજી, મુખ્યમંત્રી શ્રી ચંપાઈ સોરેનજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી અર્જુન મુંડાજી, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા, અન્ય મહાનુભાવો, અને ઝારખંડના ભાઈઓ અને બહેનો, જોહાર! આજે ઝારખંડને 35 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓની ભેટ મળી છે. હું મારા ખેડૂત ભાઈઓને, મારા આદિવાસી સમુદાયના લોકોને અને ઝારખંડના લોકોને આ યોજનાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ ધનબાદ, ઝારખંડમાં શિલાન્યાસ અને રૂ. 35,700 કરોડની બહુવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી

March 01st, 11:04 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિંદરી, ધનબાદ, ઝારખંડમાં રૂ. 35,700 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યો. આજના વિકાસ પ્રોજેક્ટ્સમાં ખાતર, રેલ, પાવર અને કોલસાના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. શ્રી મોદીએ HURL મોડલનું નિરીક્ષણ કર્યું અને સિન્દ્રી પ્લાન્ટ કંટ્રોલ રૂમનું વોકથ્રુ પણ લીધું.