શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુર, ગુજરાત ખાતેના વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 04th, 07:25 pm

શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરનો આજનો આ કાર્યક્રમ આ જ શાશ્વત ભાવનાનું પ્રતીક છે. આજે મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. એનિમલ (પશુઓ માટેની) હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે મહિલાઓ માટે સેન્ટર ઓફ એક્સેલન્સનું નિર્માણ કાર્ય પણ આજથી શરૂ થઈ રહ્યું છે. તેનાથી ગુજરાતના ગ્રામીણ, ગરીબ અને આદિવાસીઓ અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સાથીઓને આપણી માતાઓ તથા બહેનોને ખૂબ જ લાભ થશે. આ આધુનિક સવલતો માટે હું રાકેશજીનો, આ સમગ્ર મિશનનો, આપના તમામ ભક્તજનો તથા સેવાવ્રતીઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે જેટલી પ્રશંસા કરું તેટલી ઓછી છે.

પ્રધાનમંત્રી શ્રીએ શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુર, ગુજરાતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કર્યો

August 04th, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના વલસાડ જિલ્લામાં શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.