શ્રીલ પ્રભુપાદજીની 150મી જયંતી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 08th, 01:00 pm
આ પવિત્ર પ્રસંગમાં ઉપસ્થિત તમામ આદરણીય સંતો, આચાર્ય ગૌડિયા મિશનના આદરણીય ભક્તિ સુંદર સન્યાસીજી, મંત્રીમંડળના મારા સાથીદારો અર્જુનરામ મેઘવાલજી, મીનાક્ષી લેખીજી, દેશ અને દુનિયા સાથે સંકળાયેલા તમામ કૃષ્ણ ભક્તો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો. ,પ્રધાનમંત્રીએ શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણીના કાર્યક્રમને સંબોધન કર્યું
February 08th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આચાર્ય શ્રીલ પ્રભુપાદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને એક સિક્કો પ્રસિદ્ધ કર્યો હતો. ગૌડિયા મિશનના સ્થાપક, આચાર્ય શ્રીલા પ્રભુપાદે વૈષ્ણવ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોના સંરક્ષણ અને પ્રસારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.સંત રામાનુજાચાર્યએ ગરીબોની જરૂરિયાત પૂરી કરવાને સામાજિક ફરજ સાથે જોડી હતી: PM મોદી
May 01st, 05:50 pm
PM નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામાનુજાચાર્યની 1000મી જન્મતિથી નિમિત્તે સ્મારક સ્ટેમ્પ પ્રકાશિત કરી હતી. PMએ જણાવ્યું હતું કે સંત શ્રી રામાનુજાચાર્યના જીવનનો મધ્ય સંદેશ વ્યાપક સમાજ, ધર્મ અને ફિલસુફી હતો. તેમણે મનુષ્યોમાં ભગવાનનું સ્વરૂપ જોયું હતું અને ભગવાનમાં મનુષ્યોને જોયા હતા. તેમના માટે ભગવાનના તમામ ભક્તો એકસરખા હતા. શ્રી મોદીએ એ બાબત પર ભાર મુક્યો હતો કે સંત રામાનુજાચાર્યએ તેમના સમયમાં ઘર કરી ગયેલી જડ માન્યતાઓને દૂર કરી હતી.Social Media Corner 30 April 2017
April 30th, 07:52 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!દરેક વ્યક્તિ મહત્ત્વની છે: મન કી બાત દરમિયાન PM મોદી
April 30th, 11:32 am
આજે પોતાની મન કી બાત કરતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રેડ બીકનને લીધે દેશમાં VIP સંસ્કૃતિ ફૂલીફાલી હતી. PMએ ઉમેર્યું હતું કે, “જ્યારે આપણે ન્યુ ઇન્ડિયાની વાત કરીએ છીએ ત્યારે VIPના સ્થાને EPI વધારે મહત્ત્વનો છે. EPIનો મતલબ એવરી પર્સન ઈઝ ઈમ્પોર્ટન્ટ.” PMએ આગ્રહ કર્યો હતો કે લોકો પોતાના વેકેશનનો ઉપયોગ નવા અનુભવો પામીને, નવું કૌશલ્ય પ્રાપ્ત કરીને અને નવી જગ્યાઓ પર જઈને કરે. તેમણે ઉનાળાની લંબાઈ, BHIM એપ તેમજ ભારતની સમૃધ્ધ વિવિધતા પર પણ લંબાણપૂર્વક વાતો કરી હતી.