શ્રી હરમોહન સિંહ યાદવની દસમી પૂણ્યતિથિ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 25th, 04:31 pm

હું સ્વર્ગીય હરમોહન સિંહ યાદવને તેમની પૂણ્યતિથિ નિમિત્તે તેમને આદરપૂર્વક નમન કરું છું. મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું સુખરામજીનો પણ આભાર વ્યક્ત કરું છું કે તેમણે આ કાર્યક્રમ માટે મને આટલા સ્નેહ સાથે આમંત્રિત કર્યો. મારી હાર્દિક ઇચ્છા પણ હતી કે આ કાર્યક્રમ માટે કાનપુર આવીને આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહું પરંતુ આજે આપણા દેશ માટે એક સૌથી મોટો લોકશાહી પ્રસંગ પણ છે. આજે આપણા નવા રાષ્ટ્રપતિજીએ શપથ ગ્રહણ કર્યા છે. આઝાદી બાદ પહેલી વાર આદિવાસી સમાજની એક મહિલા રાષ્ટ્રપતિ દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. આ આપણી લોકશાહીની તાકાતનું, આપણા સર્વસમાવેશી વિચારનું જીવંત ઉદાહરણ છે. આ પ્રસંગે આજે દિલ્હીમાં કેટલાક જરૂરી આયોજન થઈ રહ્યા છે. બંધારણીય જવાબદારી માટે મારૂં દિલ્હીમાં હાજર રહેવું અત્યંત સ્વાભાવિક છે. જરૂરી પણ રહે છે. આથી હું આપ સાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જોડાઈ રહ્યો છું.

પ્રધાનમંત્રીએ સ્વ. શ્રી હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ પર આયોજીત કાર્યક્રમમાં સંબોધન આપ્યું

July 25th, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ સાંસદ, MLC, ધારાસભ્ય અને શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતા તેમજ યાદવ સમુદાયની એક મહાન હસ્તી અને નેતા સ્વ. શ્રી હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું.

પીએમ 25મી જુલાઈએ સ્વર્ગસ્થ શ્રી હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમને સંબોધન કરશે

July 24th, 02:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25મી જુલાઈ, 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે સ્વર્ગસ્થ શ્રી હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે.