ઝારખંડના ખૂંટીમાં જનજાતિય ગૌરવ દિવસ, 2023ની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

November 15th, 12:25 pm

ઝારખંડના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનજી, મુખ્યમંત્રી શ્રીમાન હેમંત સોરેનજી, કેન્દ્ર સરકારમાં મારાં મંત્રીમંડળીમાં સહયોગી અર્જુન મુંડાજી, અન્નપૂર્ણા દેવીજી, અમારા બધાના વરિષ્ઠ માર્ગદર્શક શ્રીમાન કરિયા મુંડાજી, મારાં પરમ મિત્ર બાબુલાલ મરાંડીજી, અન્ય મહાનુભાવો અને ઝારખંડના મારાં પ્રિય પરિવારજનો,

પ્રધાનમંત્રીએ જનજાતીય ગૌરવ દિવસ, 2023ની ઉજવણીના કાર્યક્રમને સંબોધન કર્યું

November 15th, 11:57 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડનાં ખૂંટીમાં જનજાતીય ગૌરવ દિવસ, 2023ની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અને પ્રધાનમંત્રી ખાસ કરીને વંચિત આદિવાસી જૂથોના વિકાસ અભિયાનનો શુભારંભ કર્યો હતો. તેમણે પીએમ-કિસાનનો 15મો હપ્તો પણ બહાર પાડ્યો હતો. શ્રી મોદીએ ઝારખંડમાં રેલવે, માર્ગ, શિક્ષણ, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવાં વિવિધ ક્ષેત્રોમાં રૂ. 7200 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની વોકથ્રુ મુલાકાત પણ લીધી હતી.

ગુજરાતના મહેસાણામાં વિવિધ વિકાસ પહેલના લોકાર્પણ સમયે પ્નધાનમંત્રી શ્રીના ભાષણનો મૂળપાઠ

October 30th, 09:11 pm

સ્ટેજ પર ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, અન્ય તમામ મંત્રીઓ, સંસદમાં મારા સાથીદાર અને ગુજરાત ભાજપના અધ્યક્ષ ભાઈ સી.આર. પાટીલ, અન્ય તમામ સાંસદો અને ધારાસભ્યો બેઠા છે. તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો અને મારા વ્હાલા ગુજરાતના પરિવારજનો જેઓ મોટી સંખ્યામાં પધારેલ છે.

પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા

October 30th, 04:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

રાજસ્થાનના ચિત્તોડગઢમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 02nd, 11:58 am

આજે આદરણીય બાપુ અને આપણા બધા માટે પ્રેરણાના સ્ત્રોત એવા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી છે. ગઈકાલે 1લી ઓક્ટોબરે રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં સ્વચ્છતાને લઈને એક મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વચ્છતા અભિયાનને જન આંદોલન બનાવવા માટે હું તમામ દેશવાસીઓનો આભાર વ્યક્ત કરું છું.

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ચિત્તોડગઢમાં આશરે રૂ. 7,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું શિલારોપાણ કર્યું અને દેશને અર્પણ કર્યા

October 02nd, 11:41 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ચિત્તોડગઢમાં આશરે રૂ. 7,000 કરોડના મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ કે પ્રકલ્પનું શિલારોપાણ કર્યું હતું અને દેશને અર્પણ કર્યા હતા. આ પ્રકલ્પોમાં મહેસાણા – ભટિન્ડા – ગુરદાસપુર ગેસ પાઇપલાઇન, આબુ રોડ પર એચપીસીએલ (હિંદુસ્તાન પેટ્રોલિયમ નિગમ લિમિટેડ)નો એલપીજી પ્લાન્ટ, આઇઓસીએલ (ભારતીય ઓઇલ નિગમ લિમિટેડ)ના અજમેર બોટલિંગ પ્લાન્ટની સંગ્રહક્ષમતામાં વધારો, રેલવે અને માર્ગ સાથે સંબંધિત પ્રકલ્પો, નાથદ્વારામાં પ્રવાસનલક્ષી સુવિધાઓ અને કોટામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું કાયમી સંકુલ સામેલ છે.

ગુજરાતનો દરિયાકાંઠાનો પટ્ટો વિશાળ વીજ ઉત્પાદન કેન્દ્ર બની ગયો છેઃ પીએમ મોદી ભાવનગરમાં

November 23rd, 05:39 pm

ભાવનગરમાં દિવસની તેમની છેલ્લી રેલીમાં, પીએમ મોદીએ ગુજરાતના દરિયાકાંઠાના પટ્ટામાં વીજ ઉત્પાદન વિશે પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું, “સૌર ઉર્જા હોય કે પવન ઉર્જા, આજે આ દરિયાકાંઠાનો પટ્ટો એક વિશાળ વીજ ઉત્પાદન માટેનું કેન્દ્ર બની ગયો છે. દરેક ગામ, દરેક ઘરમાં વીજળી પહોંચી છે, આ માટે સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં હજારો કિલોમીટરની ડિસ્ટ્રિબ્યુશન લાઈનોનું નેટવર્ક બિછાવવામાં આવ્યું હતું. વળી, હજીરાથી ઘોઘા રો-રો ફેરી સર્વિસે સામાન્ય જન જીવનને અને વ્યવસાયને ઘણો સરળ બનાવ્યો છે.

વડાપ્રધાન શ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, દાહોદ, ગુજરાત

November 23rd, 12:41 pm

દાહોદમાં તેમની બીજી રેલીનો પ્રચાર કરતા વડાપ્રધાન શ્રી મોદીજીએ લાંબા સમયથી આદિવાસીઓ પ્રત્યે બેધ્યાન હોવા બદલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “દેશમાં બહુ મોટો આદિવાસી સમાજ વસે છે.

કોંગ્રેસ મોડલ એટલે જાતિવાદ અને વોટબેંકનું રાજકારણ જે લોકોમાં તિરાડ પેદા કરે છેઃ મહેસાણામાં પીએમ મોદી

November 23rd, 12:40 pm

વવડાપ્રધાન શ્રી મોદીજીએ ગુજરાતના મહેસાણામાં જાહેરસભાને સંબોધિત કરતાં ગુજરાતમાં ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો છે. કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું, “આપણા દેશમાં કોંગ્રેસ એવી પાર્ટી છે જેણે કેન્દ્ર અને રાજ્યોમાં સૌથી વધુ સમય સુધી સરકારો ચલાવી છે. પરંતુ કોંગ્રેસે પોતાની સરકારો માટે અલગ મોડલ બનાવ્યું છે. કોંગ્રેસના મોડલની વિશેષતા એ છે કે અબજોનો ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ, વંશવાદ, જાતિવાદ અને બીજું ઘણું બધું.

PM Modi addresses public meetings in Gujarat’s Mehsana, Dahod, Vadodara & Bhavnagar

November 23rd, 12:38 pm

The campaigning in Gujarat has gained momentum as PM Modi has addressed public meetings in Gujarat’s Mehsana, Dahod, Vadodara and Bhavnagar. Slamming the Congress party, the PM said, “The Congress model means corruption, nepotism, dynastic politics, sectarianism and casteism. They are known for indulging in vote bank politics and creating rifts between people to be in power. This model has not only destroyed Gujarat but India too.”

કોંગ્રેસે વર્ષોથી ગુજરાતના વારસા, સંસ્કૃતિ, આદિવાસીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓને દબાવવાનો પ્રયાસ કર્યોઃ નવસારીમાં પીએમ મોદી

November 21st, 12:01 pm

વડાપ્રધાન શ્રી મોદીજીએ ગુજરાતના નવસારી ખાતે દિવસની તેમની અંતિમ રેલીમાં નવસારીના લોકોને એક વોટના મૂલ્યનું મહત્વ સમજાવતા તેમના સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાન શ્રી મોદીજીએ કહ્યું કે નવસારીના દરેક નગરિકના મતે નવસારીના વિકાસમાં ફાળો આપ્યો છે, પછી તે નળ થકી જળ કનેક્શન આપીને હોય કે પછી કેટલાય પરિવારોને આવાસ આપીને હોય.

રાજસ્થાનના માનગઢ હિલ્સ ખાતે 'માનગઢ ધામ કી ગૌરવ ગાથા' કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

November 01st, 11:20 am

રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત જી, મધ્યપ્રદેશના રાજ્યપાલ અને આદિવાસી સમાજના ખૂબ મોટા નેતા શ્રી મંગુભાઈ પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહજી ચૌહાણ, મંત્રી પરિષદના મારા સાથી શ્રી ફગ્ગન સિંહ કુલસ્તેજી, શ્રી અર્જુન મેઘવાલજી, વિવિધ સંસ્થાઓના અગ્રણી વ્યક્તિઓ, સાંસદો, ધારાસભ્યો અને મારા જૂના મિત્રો જેમણે આદિવાસી સમાજની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એવા ભાઈ મહેશજી અને દૂર-દૂરથી મોટી સંખ્યામાં માનગઢ ધામમાં આવેલા મારા વ્હાલા આદિવાસી ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ 'માનગઢધામ કી ગૌરવ ગાથા' જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો

November 01st, 11:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'માનગઢધામ કી ગૌરવ ગાથા' નામના એક જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો હતી અને સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમના સ્થળ પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીએ ધૂની દર્શન કર્યા હતા અને ગોવિંદ ગુરુની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.