
પ્રધાનમંત્રીએ મન કી બાતના તાજેતરના એપિસોડમાં સ્થૂળતા સામે સામૂહિક કાર્યવાહી કરવાની હાકલ કરી
February 24th, 09:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, વધતા સ્થૂળતાના દર સામે લડવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકતા, ખાદ્ય તેલના વપરાશને ઘટાડવાના કારણને સમર્થન આપવા માટે અગ્રણી વ્યક્તિઓને નામાંકિત કર્યા. તેમણે આ ચળવળને વધુ વિસ્તૃત કરવા માટે 10 વધુ લોકોને નામાંકિત કરવા પણ વિનંતી કરી.
પ્રધાનમંત્રી શ્રીએ 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત લોકોને અભિનંદન પાઠવ્યા
October 18th, 05:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ વહીદા રહેમાનજીને દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવા બદલ ખાસ અભિનંદન આપવાની તક પણ લીધી.