શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
December 24th, 11:10 am
પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તેમનાં આશીર્વાદથી રાજકોટ ગુરૂકુળને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. રાજકોટ ગુરૂકુળનાં 75 વર્ષની આ યાત્રા માટે હું આપ સૌને ખૂબ-ખૂબ હાર્દિક અભિનંદન આપું છું. ભગવાન શ્રી સ્વામિનારાયણનાં નામનું સ્મરણ કરવા માત્રથી એક નવી ચેતનાનો સંચાર થાય છે અને આજે આપ સૌ સંતોનાં સાંનિધ્યમાં સ્વામિનારાયણનાં નામનું સ્મરણ કરવું એ એક અલગ જ સૌભાગ્યનો અવસર છે. મને વિશ્વાસ છે કે આ ઐતિહાસિક સંસ્થાનનું આવનારું ભવિષ્ય હજુ વધુ યશસ્વી હશે. તેનું યોગદાન વધુ અપ્રતિમ હશે.પ્રધાનમંત્રીએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું
December 24th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રી 24મી ડિસેમ્બરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને સંબોધશે
December 23rd, 01:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી ડિસેમ્બર, 2022ના રોજ સવારે 11 વાગ્યે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે