મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસ યોજનાઓના શિલાન્યાસ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

October 09th, 01:09 pm

આજે મહારાષ્ટ્રને 10 મેડિકલ કોલેજોની ભેટ મળી રહી છે. નાગપુર એરપોર્ટનું આધુનિકીકરણ અને વિસ્તરણનું કાર્ય અને શિરડી એરપોર્ટ માટે નવા ટર્મિનલ બિલ્ડીંગના નિર્માણ માટે આ બે મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ વિકાસ કાર્યો માટે હું મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું. ગયા અઠવાડિયે જ હું થાણે અને મુંબઈ ગયો હતો. અહીં મને મેટ્રો સહિત રૂ. 30 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાની તક મળી, આ પહેલા પણ વિવિધ જિલ્લાઓમાં હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. ઘણા શહેરોમાં મેટ્રોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. કેટલીક જગ્યાએ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે, તો કેટલીક જગ્યાએ રોડ અને હાઈવે સંબંધિત પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર એનર્જી, ટેક્સટાઈલ પાર્કને લગતા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. ખેડૂતો અને પશુપાલકોના હિતમાં નવી પહેલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી મોટા કન્ટેનર પોર્ટ વાધવન પોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં આટલી ઝડપી ગતિએ, આટલા મોટા પાયા પર, વિવિધ વિસ્તારોમાં ક્યારેય વિકાસ થયો નથી. હા, એ અલગ વાત છે કે કોંગ્રેસના શાસનમાં અલગ-અલગ ક્ષેત્રોમાં આટલી ઝડપી ગતિએ, આટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જરૂર થતો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

October 09th, 01:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આજનાં વિવિધ પ્રોજેક્ટોમાં નાગપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનાં અપગ્રેડેશનનો શિલાન્યાસ અને શિરડી એરપોર્ટ પર ન્યૂ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ સામેલ છે. શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં 10 સરકારી મેડિકલ કોલેજોના સંચાલનનો પણ શુભારંભ કરાવ્યો હતો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ (આઇઆઇએસ), મુંબઇ અને મહારાષ્ટ્રની વિદ્યા સમિક્ષા કેન્દ્ર (વીએસકે)નું ઉદઘાટન કર્યું હતું.

Social Media Corner 1 Ocotber 2017

October 01st, 08:17 pm

Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!