પ્રધાનમંત્રી શ્રીએ મહારાષ્ટ્રના શિરડીમાં શ્રી સાંઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અને દર્શન કર્યા
October 26th, 05:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના શિરડીમાં શ્રી સાંઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા.પ્રધાનમંત્રી શ્રીએ મહારાષ્ટ્રના શિરડીમાં નિલવંદે ડેમનું જલ પૂજન કર્યું
October 26th, 05:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના શિરડીમાં નિલવંદે ડેમનું જલ પૂજન કર્યું હતું. શ્રી મોદીએ ડેમની સ્થળ મુલાકાત પણ લીધી હતી અને નહેરનું પાણી છોડ્યું હતું.પ્રધાનમંત્રી 26 ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે
October 25th, 11:21 am
બપોરે લગભગ 1 વાગ્યે, પ્રધાનમંત્રી અહમદનગર જિલ્લાના શિરડી પહોંચશે, જ્યાં તેઓ શ્રી સાંઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તેઓ મંદિરમાં નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન પણ કરશે. બપોરે લગભગ 2 વાગ્યે, પ્રધાનમંત્રી નીલવંદે ડેમનું જલ પૂજન કરશે અને ડેમનું નહેર નેટવર્ક રાષ્ટ્રને સમર્પિત કરશે. બપોરે લગભગ 3:15 વાગ્યે, પ્રધાનમંત્રી શિરડીમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ આરોગ્ય, રેલ, માર્ગ અને તેલ -ગેસ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ. 7500 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પિત અને શિલાન્યાસ કરશે.પ્રધાનમંત્રી 11 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે
December 09th, 07:39 pm
સવારે લગભગ 9:30 વાગ્યે પ્રધાનમંત્રી નાગપુર રેલવે સ્ટેશન પહોંચશે, જ્યાં તેઓ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી સવારે 10 વાગે ફ્રીડમ પાર્ક મેટ્રો સ્ટેશનથી ખાપરી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે, જ્યાં તેઓ ‘નાગપુર મેટ્રોનો પ્રથમ તબક્કો’ રાષ્ટ્રને અર્પણ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ 'નાગપુર મેટ્રો ફેઝ-2'નો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે તથા હાઇવેની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે નાગપુરની એઈમ્સ દેશને અર્પણ કરશે.શ્રી સાંઈબાબા સમાધિના શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 19th, 12:49 pm
મંચ પર બિરાજમાન મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન વિદ્યાસાગર રાવજી, મહારાષ્ટ્ર મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્રજી, વિધાનસભાના સ્પીકર હરિબાબુજી, મંત્રીપરિષદના મારા સહયોગી શ્રી સુભાષ ધામરેજી, સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રીમાન સુરેશ હાવરેજી, મહારાષ્ટ્રના તમામ મંત્રીગણ, સંસદના મારા સાથી, મહારાષ્ટ્રના વિધાયકગણ અને અહિયાં વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો આપ સૌને સમગ્ર મહારાષ્ટ્રને, સંપૂર્ણ ભારત વર્ષને, દેશના જનજનને દશેરાની, વિજયાદશમીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં શિરડીની મુલાકાત લીધી; શ્રી સાંઇબાબાની સમાધિના શતાબ્દી વર્ષની ઉજવણીનાં સમાપન કાર્યક્રમમાં હાજરી આપી; જનમેદનીને સંબોધન કર્યું
October 19th, 12:45 pm
તેમણે એક જાહેર સભામાં શ્રી શિરડી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટનાં વિવિધ વિકાસલક્ષી કાર્યોના શિલાન્યાસ કરવાનાં પ્રતીકરૂપે એક તકતીનું અનાવરણ કર્યું હતું. તેમણે શ્રી સાંઇબાબા સમાધિનાં શતાબ્દી વર્ષની ઉજવણીની યાદમાં ચાંદીનો સિક્કો પ્રસિદ્ધ કર્યો હતો.શિરડીમાં શ્રી સાઈબાબાના સમાધી મંદિર ખાતે પૂજા કરતા વડાપ્રધાન
October 19th, 11:30 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડી, મહારાષ્ટ્રમાં શ્રી સાઈબાબાના સમાધી મંદિરમાં પૂજા કરી હતી.