પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સનું સ્વાગત કર્યું
September 09th, 08:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, મહામહિમ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ વ્યાપક મુદ્દાઓ પર ફળદાયી વાતચીત કરી.પરિણામોની યાદી: અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, એચએચ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની ભારતની સત્તાવાર મુલાકાત
September 09th, 07:03 pm
અમીરાત ન્યુક્લિયર એનર્જી કંપની (ENEC) અને ન્યુક્લિયર પાવર કોઓપરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) વચ્ચે બરકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના સંચાલન અને જાળવણીના ક્ષેત્રમાં એમઓયુVisit of the Crown Prince of Abu Dhabi to India
September 09th, 07:03 pm
Crown Prince Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan of Abu Dhabi, during his first official visit to India, met PM Modi in New Delhi. The leaders discussed expanding the India-UAE Comprehensive Strategic Partnership, highlighting progress in trade through CEPA and BIT, and exploring collaboration in areas like nuclear energy, AI, green hydrogen, and advanced tech.એક્સ્પો 2020 દુબઈ ખાતે ભારતીય પેવેલિયનમાં મેળાવડાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
October 01st, 08:55 pm
એક્સ્પો 2020 દુબઈ ખાતે ભારતીય પેવેલિયનમાં આપ સૌનું સ્વાગત છે. આ એક ઐતિહાસિક એક્સ્પો છે. મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા પ્રદેશમાં યોજાનારું આ પ્રથમ છે. આ એક્સ્પોમાં ભારત એના સૌથી મોટા પેવેલિયન્સ પૈકીના એક સાથે ભાગ લઈ રહ્યું છે. મને ખાતરી છે કે યુએઈ અને દુબઈ સાથે આપણા ગાઢ અને ઐતિહાસિક સંબંધો વધુ નિર્માણ કરવામાં આ એક્સ્પો લાંબી મજલ કાપશે. સરકાર અને ભારતના લોકો વતી હું સૌ પ્રથમ યુએઈના પ્રમુખ અને અબુધાબીના શાસક મહામહિમ શ્રી શેખ ખલિફા બિન ઝાયેદ બિન અલ નહ્યાનને શુભકામનાઓ પાઠવીને શરૂઆત કરવા માગું છું.એક્સ્પો 2020 દુબઇમાં ભારતીય પેવેલિયનને પ્રધાનમંત્રીનો સંદેશ
October 01st, 08:54 pm
એક્સ્પો 2020 દુબઇમાં ભારતીય પેવેલિયનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા સંદેશ દરમિયાન આ એક્સ્પોને ઐતિહાસિક ગણાવીને કહ્યું હતું કે, “મધ્યપૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા પ્રદેશમાં યોજાનારો આ પ્રથમ એક્સ્પો છે. મને ખાતરી છે કે, UAE અને દુબઇ સાથે આપણા ઘનિષ્ઠ અને ઐતિહાસિક સંબંધોનું વધુ આગળ નિર્માણ કરવા માટે આ એક્સ્પો ઘણો ઉપયોગી થશે.” પ્રધાનમંત્રીએ UAEના રાષ્ટ્રપતિ અને અબુધાબીના રાજા મહામહિમ શેખ ખલીફા બિન ઝાયેદ બિન અલ ન્હાયન, UAEના પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ તેમજ દુબઇના રાજા શેખ મોહંમદ બીન રશીદ અલ મક્તૌમનું અભિવાદન કર્યું હતું. પ્રધાનમંત્રીએ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ મોહંમદ બિન ઝાયેદ અલ ન્હાયનને પણ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, “આપણી વ્યૂહાત્મક ભાગીદારીમાં જે પ્રગતિ પ્રાપ્ત થઇ છે તેમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. બંને દેશોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે હું તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે તત્પર છુ.”