હિમાચલ પ્રદેશના લેપ્ચામાં સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

November 12th, 03:00 pm

મા ભારતના જયઘોષનો આ પડઘો, ભારતીય સેનાઓ અને સુરક્ષા બળોનાં પરાક્રમનો આ ઉદ્‌ઘોષ, આ ઐતિહાસિક ધરતી, અને દિવાળીનો આ પવિત્ર તહેવાર. આ એક અદ્‌ભૂત સંયોગ છે, આ એક અદ્‌ભૂત મેળાપ છે. સંતોષ અને આનંદથી ભરી દેનારી આ ક્ષણ મારા માટે પણ, તમારા માટે પણ અને દેશવાસીઓ માટે પણ દિવાળીમાં નવો પ્રકાશ લાવશે, એવો મને વિશ્વાસ છે. હું આપ સૌને, તમામ દેશવાસીઓને સીમા પરથી, છેવટનાં ગામેથી, જેને હવે હું પહેલું ગામ કહું છું, ત્યાં તહેનાત આપણા સુરક્ષા દળના સાથીઓ સાથે જ્યારે દિવાળી મનાવી રહ્યો છું, ત્યારે સૌ દેશવાસીઓને દિવાળીની આ શુભકામના પણ બહુ ખાસ બને જાય છે. દેશવાસીઓને મારા ખૂબ-ખૂબ અભિનંદન, દિવાળીની શુભકામનાઓ.

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના લેપ્ચામાં બહાદુર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી

November 12th, 02:31 pm

જવાનોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારનું વિલિનીકરણ અને જવાનોનાં સાહસનાં સમન્વયનાં પડઘા દેશનાં દરેક નાગરિક માટે જ્ઞાનપ્રાપ્તિની ક્ષણ છે. તેમણે ભારતના સરહદી વિસ્તારોના જવાનોની સાથે દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી, જે દેશનું છેલ્લું ગામ છે, જેને હવે પ્રથમ ગામ માનવામાં આવે છે.

‘મન કી બાત’ (105મી કડી) પ્રસારણ તારીખ: 24.09.2023

September 24th, 11:30 am

મારા પ્રિય પરિવારજનો, નમસ્કાર. ‘મન કી બાત’ના વધુ એક એપિસૉડમાં મને આપ સહુ સાથે દેશની સફળતાને, દેશવાસીઓની સફળતાને, તેમની પ્રેરણાત્મક જીવનયાત્રાને, તમારી સાથે વહેંચવાનો અવસર મળ્યો છે. આ દિવસોમાં સહુથી વધુ પત્રો, સંદેશાઓ, જે મને મળ્યા છે તે બે વિષયો પર વધારે છે. પહેલો વિષય છે, ચંદ્રયાન-3ના સફળ ઉતરાણનો અને બીજો વિષય છે દિલ્લીમાં જી-૨૦નું સફળ આયોજન. દેશના દરેક ભાગમાંથી, સમાજના દરેક વર્ગમાંથી, દરેક આયુના લોકોના, મને અગણિત પત્રો મળ્યા છે. જ્યારે ચંદ્રયાન-૩નું લૅન્ડર ચંદ્રમા પર ઉતરવાનું હતું ત્યારે કરોડો લોકો અલગ-અલગ માધ્યમો દ્વારા એક સાથે એ ઘટનાની પળેપળના સાક્ષી બની રહ્યા હતા. ઇસરોની યૂટ્યૂબ લાઇવ ચૅનલ પર ૮૦ લાખથી વધુ લોકોએ આ ઘટનાને જોઈ – તે પોતાની રીતે એક વિક્રમ છે. તેના પરથી ખબર પડે છે કે ચંદ્રયાન-૩ પ્રત્યે કરોડો ભારતીયોનો કેટલો ગાઢ લગાવ છે. ચંદ્રયાનની આ સફળતા પર દેશમાં આ દિવસોમાં એક ખૂબ જ શાનદાર પ્રશ્નોત્તરી સ્પર્ધા પણ ચાલી રહી છે અને તેને નામ આપવામાં આવ્યું છે- ‘ચંદ્રયાન ૩ મહા ક્વિઝ’. MyGov portal પર થઈ રહેલી આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધુ લોકો ભાગ લઈ ચૂક્યા છે. MyGovની શરૂઆત પછી કોઈ પણ ક્વિઝમાં આ સૌથી મોટી સહભાગિતા છે. હું તમને પણ કહીશ કે જો તમે અત્યાર સુધી તેમાં ભાગ નથી લીધો તો હવે મોડું ન કરતા, હજુ તેમાં છ દિવસ બચ્યા છે. આ ક્વિઝમાં જરૂર ભાગ લો.