ઉત્તરાખંડના દેહરાદૂનમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાયન્સ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રી મોદીના સંબોધનનો મૂળ પાઠ
December 04th, 12:35 pm
ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રીમાન ગુરમીત સિંઘજી, અહીંના લોકપ્રિય ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી પ્રહલાદ જોશીજી, અજય ભટ્ટજી, ઉત્તરાખંડમાં મંત્રી સતપાલ મહારાજજી, હરક સિંહ રાવતજી, રાજ્ય મંત્રીમંડળના અન્ય સભ્યગણ, સંસદમાં મારા સાથી નિશંકજી, તીરથ સિંહ રાવતજી, અન્ય સાંસદગણ, ભાઈ ત્રિવેન્દ્ર સિંહ રાવતજી, વિજય બહુગુણાજી, રાજ્ય વિધાનસભાના અન્ય સભ્ય, મેયરશ્રી, જિલ્લા પંચાયતના સભ્યો, ભાઈ મદન કૌશિકજી તથા મારા પ્રિય ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીના હસ્તે દહેરાદૂનમાં અંદાજે રૂ.18,000 કરોડનો ખર્ચ ધરાવતા વિવિધ પ્રોજેકટસનુ ઉદ્દઘાટન અને શિલારોપણ વિધી
December 04th, 12:34 pm
આ વિસ્તારમાં તેમણે ભૂસ્ખલનની સમસ્યા હલ કરવા માટે દેવપ્રયાગથી શ્રીકોટ સુધી અને નેશનલ હાઈવે-58 ઉપર બ્રહ્મપુરીથી કોડિયાલા સુધી માર્ગ પહોળો કરવાનો પ્રોજેક્ટ, 120 મેગાવોટનો યમુના નદી પર બંધાયેલો વ્યાસી હાઈડ્રોઈલેક્ટ્રીક પ્રોજેક્ટ, દહેરાદૂનમાં હિમાલયન કલ્ચરલ સેન્ટર ઉપરાંત, દહેરાદૂનમાં અરોમા લેબોરેટરી (સેન્ટર ફોર એરોમેટિક પ્લાન્ટસ)નું ઉદ્દઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી 4 ડિસેમ્બરે દહેરાદૂનમાં રૂપિયા 18,000 કરોડના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
December 01st, 12:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર 2021ના રોજ દહેરાદૂનની મુલાકાત લેશે અને બપોરે લગભગ 1 વાગ્યે રૂપિયા 18,000 કરોડના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે તેમજ શિલાન્યાસ કરશે. આ મુલાકાત દરમિયાન માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા પર નોંધપાત્ર રીતે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે, જેનાથી આ પ્રદેશમાં મુસાફરી વધુ સરળ અને સલામત બનશે તેમજ તેના કારણે પર્યટનમાં વૃદ્ધિ થશે. અત્યાર સુધી દૂરસ્થ માનવામાં આવતા હતા તેવા વિસ્તારોમાં કનેક્ટિવિટીને વેગ આપવા માટેની પ્રધાનમંત્રીની દૂરંદેશને અનુરૂપ આ પરિયોજનાઓ હાથ ધરવામાં આવી છે.