પ્રધાનમંત્રી 30મી ડિસેમ્બરે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

December 29th, 12:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30મી ડિસેમ્બર, 2022ના રોજ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 વાગ્યે, પ્રધાનમંત્રી હાવડા રેલવે સ્ટેશન પર પહોંચશે, જ્યાં તેઓ હાવડાથી ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. તેઓ કોલકાતા મેટ્રોની પર્પલ લાઇનના જોકા-તરતાલા સ્ટ્રેચનું પણ ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે અને વિવિધ રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. બપોરે 12 વાગ્યે, પ્રધાનમંત્રી INS નેતાજી સુભાષ ખાતે પહોંચશે, નેતાજી સુભાષની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોટર એન્ડ સેનિટેશન (DSPM – NIWAS)નું ઉદ્ઘાટન કરશે. તેઓ નેશનલ મિશન ફોર ક્લીન ગંગા હેઠળ પશ્ચિમ બંગાળ માટે અનેક સીવરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. લગભગ 12:25 વાગે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ગંગા પરિષદની બીજી બેઠકની અધ્યક્ષતા કરશે.

બિહારમાં વિવિધ વિકાસ યોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 15th, 12:01 pm

સાથીઓ, આજે જે ચાર યોજનાઓનો પ્રારંભ થઈ રહ્યો છે તેમાં પટણા શહેરના બેઉર અને કરમ –લીચકમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સિવાય અમૃત યોજના હેઠળ સીવાન અને છપરામાં પાણીની તંગીને દૂર કરવા માટેની યોજનાઓનો સમાવેશ થાય છે. તે સિવાય મુંગેર અને જમાલપુરમાં પાણીની તંગી દૂર કરવા માટે પાણી પૂરવઠા યોજનાઓ અને મુઝફફર નગરમાં નમામિ ગંગે યોજના હેઠળ રિવર ફ્રન્ટ વિકાસ યોજનાનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. શહેરી ગરીબો, શહેરમાં વસતા મધ્યમ વર્ગના સાથીઓનુ જીવન આસાન બનાવનારી આ નવી સુવિધાઓ બદલ હું તમને ખૂબ-ખૂબ અભિનંદન આપુ છું.

પ્રધાનમંત્રીએ બિહારમાં ‘નમામિ ગંગે’ યોજના અને ‘અમૃત (AMRUT) યોજના’ અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું

September 15th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં નમામિ ગંગે યોજના અને અમૃત યોજના અંતર્ગત વિવિધ પ્રો પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે ચાર યોજનાઓ અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં પટણા શહેરમાં બેઉર અને કરમ-લીચકમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ અમૃત યોજના હેઠળ સિવાન અને છપરામાં પાણી સાથે સંબંધિત વિવિધ પરિયોજનાઓ સામેલ હતી. આ ઉપરાંત મુંગેર અને જમાલપુરમાં પાણી પુરવઠા સાથે સંબંધિત પરિયોજનાનું આજે શિલાન્યાસ કરવામાં આવ્યું હતું તથા મુઝફ્ફરપુરમાં નમામિ ગંગે પરિયોજના અંતર્ગત રિવર ફ્રન્ટ વિકાસ યોજનાનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું.

સોલાપુરમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 09th, 11:35 am

મંચ પર બિરાજમાન મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન વિદ્યાસાગર રાવજી, અહિંના ઊર્જાવાન અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રીમાન નીતિન ગડકરીજી, સંસદના મારા તમામ સાથી, મહારાષ્ટ્રના મંત્રી અને ધારાસભ્યો તથા અહિં મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સામાન્ય વર્ગોનાં ગરીબો માટે 10 ટકા અનામતનું બિલ એક ઐતિહાસિક પગલું છે, જે ગરીબો માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે

January 09th, 11:31 am

નાગરિક સંશોધન બિલ વિશે પ્રધાનમંત્રીએ આસામ અને પૂર્વોત્તરનાં લોકોને ખાતરી આપી હતી કે, તેમનાં અધિકારો અને અવસરોનું રક્ષણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ બિલથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતાં ભારત માતાનાં પુત્રો અને પુત્રીઓને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થયો છે. ઇતિહાસનાં ઉત્થાન અને પતનને જોયા પછી આપણા આ ભાઈઓ અને બહેનો ભારતમાં સામેલ થવા ઇચ્છે છે.

મોતીહારી, બિહારમાં ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી સમારોહના પુર્ણાહુતી સમારોહના વડાપ્રધાન મોદીના ઉદબોધનનું મૂળ લખાણ

April 10th, 01:32 pm

મહાત્મા ગાંધીના ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20,000 સ્વચ્છાગ્રહીઓને બિહારના મોતીહારીમાં સંબોધિત કર્યા હતા જે પૂર્વ ચંપારણ જીલ્લામાં આવ્યું છે. વડાપ્રધાને કેટલાક રેલવે પ્રોજેક્ટ્સ શરુ કરાવ્યા હતા જેમાં મેઇક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલ ભારતના પ્રથમ 12,000 હોર્સપાવર હાઈસ્પિડ ઇલેક્ટ્રિક લોકોમોટીવ પણ સામેલ છે. તેમણે વિવિધ માર્ગ પ્રોજેક્ટ્સની આધારશીલા પણ રાખી હતી જે બિહારમાં સંપર્ક અને પરિવર્તનમાં સુધારો લાવશે.

પ્રધાનમંત્રીએ સ્વચ્છાગ્રહીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું, મોતિહારીમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો

April 10th, 01:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોતિહારી ખાતે સ્વચ્છાગ્રહીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું. ચંપારણમાં મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલ સત્યાગ્રહ ચળવળની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

યોગ્ય સંયોજન વિશાળ વિકાસ તરફ લઇ જશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

October 14th, 02:17 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મોકામામાં નમામિ ગંગે પ્રોજેક્ટ હેઠળની યોજનાઓની આધારશીલા રાખ્યા બાદ એક જાહેરસભાને સંબોધિત કરી હતી. તેમણે મોકામા, બિહારમાં રૂ. 3,769 કરોડના મૂલ્યની માર્ગ અને ગટર યોજનાની શરૂઆત કરાવી હતી.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની આધારશીલા રાખતા વડાપ્રધાન, મોકામામાં જાહેરસભાને સંબોધિત કરી

October 14th, 02:14 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મોકામામાં નમામિ ગંગે પ્રોજેક્ટ હેઠળની યોજનાઓની આધારશીલા રાખ્યા બાદ એક જાહેરસભાને સંબોધિત કરી હતી. તેમણે મોકામા, બિહારમાં રૂ. 3,769 કરોડના મૂલ્યની માર્ગ અને ગટર યોજનાની શરૂઆત કરાવી હતી.

વડાપ્રધાન આવતીકાલે બિહારની મુલાકાતે

October 13th, 04:29 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 14 ઓક્ટોબર 2017ના રોજ બિહારની મુલાકાતે જશે.