ત્રણ પરમ રૂદ્ર સુપર કમ્પ્યુટર્સ અને હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ રાષ્ટ્રને અર્પણ કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 26th, 05:15 pm

આદરણીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, દેશભરની વિવિધ સંશોધન સંસ્થાઓના આદરણીય નિયામકો, પ્રતિષ્ઠિત વરિષ્ઠ વૈજ્ઞાનિકો, ઇજનેરો, સંશોધકો, વિદ્યાર્થીઓ, અન્ય મહાનુભાવો અને દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ત્રણ પરમ રૂદ્ર સુપર કોમ્પ્યુટર દેશને અર્પણ કર્યા

September 26th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આશરે રૂ. 130 કરોડનાં મૂલ્યનાં ત્રણ પરમ રૂદ્ર સુપર કમ્પ્યુટર દેશને અર્પણ કર્યા હતાં. નેશનલ સુપરકમ્પ્યુટિંગ મિશન (એનએસએમ) હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા આ સુપર કમ્પ્યુટર્સને પૂણે, દિલ્હી અને કોલકાતામાં અગ્રણી વૈજ્ઞાનિક સંશોધનની સુવિધા આપવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ હવામાન અને આબોહવામાં સંશોધન માટે તૈયાર થયેલી હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ (એચપીસી) સિસ્ટમનું પણ ઉદઘાટન કર્યું હતું.

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024માં ટોચના સેમિકન્ડક્ટર સીઈઓએ ભારત અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી

September 11th, 04:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદઘાટન કર્યું હતું. સેમીકોન ઇન્ડિયા 2024નું આયોજન 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન થઈ રહ્યું છે, જેની થીમ 'શેપિંગ ધ સેમિકન્ડક્ટર ફ્યુચર' છે. ત્રણ દિવસની આ કોન્ફરન્સમાં ભારતની સેમીકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિ દર્શાવવામાં આવી છે, જેમાં ભારતને સેમીકન્ડક્ટર્સ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની કલ્પના કરવામાં આવી છે. વૈશ્વિક સેમીકન્ડક્ટર જાયન્ટ્સનું ટોચનું નેતૃત્વ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યું છે, જે વૈશ્વિક નેતાઓ, કંપનીઓ અને સેમીકન્ડક્ટર ઉદ્યોગના નિષ્ણાતોને એક સાથે લાવશે. આ સંમેલનમાં 250થી વધુ પ્રદર્શકો અને 150 વક્તાઓ પણ ભાગ લઈ રહ્યા છે.

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024 ઈવેન્ટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 11th, 12:00 pm

હું ખાસ કરીને SEMI સાથે જોડાયેલા તમામ સાથીઓને અભિનંદન આપું છું. ભારત વિશ્વનો આઠમો દેશ છે, જ્યાં વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગ સાથે સંબંધિત આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને હું કહી શકું છું કે- ભારતમાં રહેવાનો આ યોગ્ય સમય છે. તમે યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ છો. ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરીના ભારતમાં - ચિપ્સ ક્યારેય ડાઉન નથી હોતી! અને એટલું જ નહીં, આજનું ભારત વિશ્વને વિશ્વાસ આપે છે - જ્યારે ચિપ્સ ડાઉન હોય, ત્યારે તમે ભારત પર દાવ લગાવી શકો છો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદઘાટન કર્યું

September 11th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિને પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં ભારતને સેમિકન્ડક્ટર્સ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની કલ્પના કરવામાં આવી છે.