ચેન્નાઈનાં કલાઇવનાર આરંગમમાં અમ્મા ટૂ વ્હિલર યોજનાનાં શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ
February 24th, 06:03 pm
સેલ્વી જયલલિતાની જન્મજયંતિનાં પ્રસંગે હું તેમને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું અને તમને બધાને મારી શુભેચ્છાઓ. મને આજે તેમની એક સ્વપ્ન સમાન પરિયોજનાઓમાંની એક અમ્મા ટૂ વ્હીલર યોજના શરૂ કરવાની ખુશી છે. મને જણાવવામાં આવ્યું છે કે, અમ્માનાં 70મા જન્મદિવસે 70 લાખ છોડનું વાવેતર સમગ્ર તમિલનાડુમાં થશે. આ બંને પહેલો લાંબા ગાળે મહિલાઓનું સશક્તીકરણ કરશે અને પ્રકૃતિનું રક્ષણ કરશે.વડાપ્રધાન મોદીએ ચેન્નાઈમાં અમ્મા સ્કૂટર યોજના શરુ કરાવી
February 24th, 05:57 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચેન્નાઈમાં અમ્મા ટુ વ્હિલર સ્કિમની શરૂઆત કરી હતી. જયલલિતાજી ને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન મોદીએ સ્ત્રી સશક્તિકરણ અંગે વિગતે વાત કરી હતી. એમણે કહ્યું, “જ્યારે પરિવારમાં આપણે સ્ત્રીને સશક્ત કરીએ છીએ ત્યારે આપને સમગ્ર કુટુંબને સશક્ત કરીએ છીએ. જ્યારે આપને સ્ત્રીને શિક્ષણ આપીને મદદ કરીએ છીએ ત્યારે આપણે એ સુનિશ્ચિત કરીએ છીએ કે આપણું પરિવાર સુશિક્ષિત બને. જ્યારે આપણે તેને સારું આરોગ્ય આપીએ છીએ ત્યારે આપણે આપણા પરિવારને સારું આરોગ્ય આપીએ છીએ. જ્યારે આપણે તેનું ભવિષ્ય સુરક્ષિત કરીએ છીએ આપણે આપણા સમગ્ર ઘરના ભવિષ્યને સુરક્ષિત કરીએ છીએ.