પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશ દ્વારા થ્રિસુરમાં શ્રી સીતારામ સ્વામી મંદિરના એક કાર્યક્રમમાં સંબોધનનો મૂળપાઠ
April 25th, 09:21 pm
કેરળ અને થ્રિસુરના મારા તમામ ભાઈઓ અને બહેનોને ત્રિશૂર પૂરમ તહેવાર નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન. થ્રિસુરને કેરળની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં સંસ્કૃતિ છે, પરંપરાઓ છે, ત્યાં કળા પણ છે. આધ્યાત્મિકતાની સાથે સાથે ફિલસૂફી પણ છે. તહેવારો છે તેમ ઉલ્લાસ પણ છે. મને ખુશી છે કે ત્રિશૂર આ વારસા અને ઓળખને જીવંત રાખી રહ્યું છે. શ્રી સીતા રામા સ્વામી મંદિર વર્ષોથી આ દિશામાં ગતિશીલ કેન્દ્ર તરીકે કામ કરી રહ્યું છે. મને કહેવામાં આવ્યું છે કે આ મંદિર હવે વધુ દિવ્ય અને ભવ્ય બનાવવામાં આવ્યું છે. આ પ્રસંગે સોનાથી જડેલું ગર્ભગૃહ ભગવાન શ્રી સીતા રામ, ભગવાન અયપ્પા અને ભગવાન શિવને પણ સમર્પિત કરવામાં આવી રહ્યું છે.પ્રધાનમંત્રીએ કેરળના થ્રિસુરમાં શ્રી સીતારામ સ્વામી મંદિરના કાર્યક્રમને સંબોધન કર્યું
April 25th, 09:20 pm
પ્રધાનમંત્રીએ કેરળની સાંસ્કૃતિક રાજધાની તરીકે થ્રિસુરની સ્થિતિને સ્વીકારીને શરૂઆત કરી હતી જ્યાં સંસ્કૃતિ, પરંપરા અને કળા આધ્યાત્મિકતા, તત્વજ્ઞાન અને તહેવારોની સાથે ખીલે છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે ત્રિશૂર તેની વિરાસત અને ઓળખને જીવંત રાખી રહ્યું છે અને શ્રી સીતારામ સ્વામી મંદિર આ દિશામાં વાઇબ્રન્ટ સેન્ટર તરીકે કામ કરી રહ્યું છે.