વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્રના ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

July 21st, 07:45 pm

આજે ભારત ગુરુ પૂર્ણિમાના પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યું છે. સૌ પ્રથમ, હું તમને અને તમામ દેશવાસીઓને જ્ઞાન અને આધ્યાત્મિકતાના આ તહેવાર પર અભિનંદન આપું છું. આવા મહત્વના દિવસે આજે 46મી વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠક શરૂ થઈ રહી છે. અને આ ઈવેન્ટ ભારતમાં પહેલીવાર આયોજિત થઈ રહી છે અને સ્વાભાવિક રીતે જ મારા સહિત તમામ દેશવાસીઓ તેનાથી ખૂબ જ ખુશ છે. હું આ પ્રસંગે વિશ્વભરના તમામ મહાનુભાવો અને મહેમાનોનું સ્વાગત કરું છું. ખાસ કરીને, હું યુનેસ્કોના મહાનિર્દેશક ઓડ્રી ઓઝુલેને પણ અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે દરેક વૈશ્વિક ઈવેન્ટની જેમ આ ઈવેન્ટ પણ ભારતમાં સફળતાના નવા રેકોર્ડ બનાવશે.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ભારત મંડપમમાં વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્રનું ઉદઘાટન કર્યું

July 21st, 07:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠક દર વર્ષે મળે છે અને તે વર્લ્ડ હેરિટેજ પરની તમામ બાબતોનું સંચાલન કરવા અને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવિષ્ટ સાઇટ્સ પર નિર્ણય લેવા માટે જવાબદાર છે. ભારત પ્રથમ વખત વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકનું આયોજન કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત વિવિધ પ્રદર્શનોની પણ મુલાકાત લીધી હતી.

માદક દ્રવ્યોના દુરૂપયોગ સામેના અભિયાનમાં યુવાનોની વધતી ભાગીદારી ખૂબ જ પ્રોત્સાહક છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

July 30th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપ સહુનું સ્વાગત છે. જુલાઈનો મહિનો એટલે ચોમાસાનો મહિનો, વરસાદનો મહિનો. ગત કેટલાક દિવસ, કુદરતી આપત્તિઓના કારણે ચિંતા અને પરેશાનીપૂર્ણ રહ્યા છે. યમુના સહિત અનેક નદીમાં પૂરથી અનેક વિસ્તારમાં લોકોને તકલીફ પડી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ થઈ છે. આ દરમિયાન, દેશના પશ્ચિમ હિસ્સામાં, કેટલાક સમય પહેલાં ગુજરાતના વિસ્તારોમાં, બિપરજોય વાવાઝોડું પણ આવ્યું. પરંતુ સાથીઓ, આ આપત્તિઓની વચ્ચે, આપણે બધાં દેશવાસીઓએ ફરી દેખાડ્યું છે કે સામૂહિક પ્રયાસની શક્તિ શું હોય છે. સ્થાનિક લોકોએ, આપણા એનડીઆરએફના જવાનોએ, સ્થાનિક પ્રશાસનના લોકોએ, દિવસ-રાત જાગીને આવી આપત્તિઓનો સામનો કર્યો છે. કોઈ પણ આપત્તિ સામે લડવામાં આપણાં સામર્થ્ય અને સંસાધનોની ભૂમિકા મોટી હોય છે. પરંતુ તેની સાથે જ, આપણી સંવેદનશીલતા અને એકબીજાનો હાથ પકડવાની ભાવના, એટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે. સર્વજન હિતાયની આ જ ભાવના ભારતની ઓળખ પણ છે અને ભારતની શક્તિ પણ છે.

પ્રધાનમંત્રી શ્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનું શિલ્પ મેળવ્યું

April 05th, 02:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કલાકાર અરુણ યોગીરાજ પાસેથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું શિલ્પ મેળવ્યું