ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વ્યાપાર સમજૂતીના વર્ચ્યુઅલ હસ્તાક્ષર સમારંભમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
April 02nd, 10:01 am
એક મહિનાથી પણ ઓછા સમયમાં આજે હું પોતાના મિત્ર સ્કોટની સાથે ત્રીજી વાર રૂબરૂ થયો છું. ગત સપ્તાહે અમારી વચ્ચે વર્ચ્યુઅલ સમિટમાં ખૂબ પ્રોડક્ટિવ ચર્ચા થઈ હતી. એ સમયે અમે અમારી ટીમને ઈકોનોમિક કોઓપરેશન અને ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત તુરંત સંપન્ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. અને મને ખૂબ ખુશી છે કે આજે આ મહત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર થઈ રહ્યા છે. આ અસાધારણ ઉપલબ્ધિ માટે, હું બંને દેશોના ટ્રેડ મંત્રીઓ અને તેમના અધિકારીઓને હાર્દિક અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર-“IndAus ECTA” પર હસ્તાક્ષરના સાક્ષી બન્યા
April 02nd, 10:00 am
ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર (“IndAus ECTA”) પર ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને ઓસ્ટ્રેલિયા સરકારના વેપાર, પ્રવાસન અને રોકાણ મંત્રી શ્રી ડેન તેહાન દ્વારા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના માનનીય પ્રધાનમંત્રી, H.E. સ્કોટ મોરિસનની હાજરીમાં એક વર્ચ્યુઅલ સમારોહમાં આજે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માનનીય સ્કોટ મોરિસને બીજી ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ યોજી
March 21st, 06:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માનનીય સ્કોટ મોરિસને આજે બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ યોજી હતી જે દરમિયાન તેઓએ બંને દેશો વચ્ચેના બહુવિધ સંબંધોની સમીક્ષા કરી હતી અને પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું.ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ
March 17th, 08:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્કોટ મોરિસન 21 માર્ચ 2022ના રોજ બીજી ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ યોજશે. આ સમિટ 4 જૂન 2020ના રોજ ઐતિહાસિક પ્રથમ વર્ચ્યુઅલ સમિટને અનુસરે છે જ્યારે સંબંધને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવામાં આવ્યો હતો.પ્રધાનમંત્રી શ્રીએ ક્વોડ નેતાઓની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો
March 03rd, 10:23 pm
પ્રધાનમંત્રીએ આજે યુએસ પ્રમુખ જો બાઈડેન, ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા સાથે ક્વાડ નેતાઓની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હતો.ભારતની COVAXINને ઓસ્ટ્રેલિયાની માન્યતા બદલ પ્રધાનમંત્રીએ મહામહિમ સ્કોટ મોરિસનનો આભાર માન્યો
November 01st, 10:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની કોવેક્સિનને ઓસ્ટ્રેલિયા દ્વારા માન્યતા આપવા બદલ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ સ્કોટ મોરિસનનો આભાર માન્યો છે.ઉપયોગી માહિતી: ક્વાડ નેતાઓનું શિખર સંમેલન
September 25th, 11:53 am
24 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ્ટ મોરિસન, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા સાથે વ્હાઇટ હાઉસમાં ક્વાડના નેતાઓનાં સૌપ્રથમ પ્રત્યક્ષ કે વ્યક્તિગત શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં નેતાઓએ મહત્વાકાંક્ષી પહેલો પર ભાર મૂક્યો છે, જેમાં 21મી સદીના પડકારો ઝીલવા સંસ્થાના સભ્ય દેશો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા અને વધારે વ્યવહારિક સાથસહકાર માટેની પહેલો સામેલ છે. આ પડકારોમાં સલામત અને અસરકારક રસીનું ઉત્પાદન અને સુલભતા વધારીને કોવિડ-19 મહામારીનો અંત લાવવો, ઉચ્ચ પ્રમાણભૂત માળખાને પ્રોત્સાહન આપવું, આબોહવાની કટોકટીનો સામનો કરવો, વિકસતી ટેકનોલોજીઓ પર જોડાણ, અંતરિક્ષ અને સાયબર સુરક્ષા સામેલ છે. વળી તમામ સભ્ય દેશોમાં નવી પેઢીની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાની બાબત પણ સામેલ છે.ક્વાડ નેતાઓનું સંયુક્ત નિવેદન
September 25th, 11:41 am
અમે, ઑસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સના નેતાઓ આજે પહેલી વખત “QUAD” (ક્વાડ)ના નેતાઓ તરીકે મળ્યા છીએ. આ ઐતિહાસિક પ્રસંગે અમે અમારી ભાગીદારી અને આપણી સહિયારી સુરક્ષા અને સમૃદ્ધિની આધારશીલા સમાન છે તેવા પ્રદેશ એટલે કે મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક પ્રદેશ, કે જે સમાવેશી અને સ્થિતિસ્થાપક છે તેના પ્રત્યે કટિબદ્ધ છીએ. માર્ચ મહિનાથી, કોવિડ-19 મહામારીએ સતત વૈશ્વિક પીડા આપવાનું ચાલુ રાખ્યું છે; આબોહવા સંબંધિત કટોકટીઓમાં પણ વધારો થયો છે; અને પ્રાદેશિક સુરક્ષાએ અત્યાર સુધીમાં સૌથી જટિલ સ્થિતિ ધારણ કરી છે, અને તેના કારણે આપણા સૌના દેશો વ્યક્તિગત રીતે અને સાથે મળીને કસોટીના તબક્કામાંથી પસાર થઇ રહ્યાં છે. જોકે, છતાં પણ આપણો સહકાર અવિરત અને નિર્ભય રહ્યો છે.ભારત-અમેરિકા દ્વિપક્ષી બેઠકમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક નિવેદન
September 24th, 11:48 pm
રાષ્ટ્રપતિજી, સૌ પ્રથમ તો અમારા સૌનું, ભારતીય ડેલિગેશનનું મૈત્રીપૂર્ણ અને ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂં છું. વર્ષ 2016 અને વર્ષ 2014માં પણ તમારી સાથે વિસ્તારપૂર્વક વાત કરવાની મને તક મળી હતી અને એ સમયે ભારત- અમેરિકાના સંબંધો અંગે તમારૂં જે વિઝન છે તેને તમે શબ્દોમાં વ્યક્ત કર્યું હતું. હકિકતમાં તે વિઝન ખૂબ જ પ્રેરક હતું અને આજે આપ રાષ્ટ્રપતિ તરીકે તે વિઝનને આગળ ધપાવવાનો જે પુરૂષાર્થ કરી રહ્યા છો, પ્રયાસ કરી રહ્યા છો, પહેલ કરી રહ્યા છો તેનું હું સ્વાગત કરૂં છું.ક્વાડ લીડર્સ સમિટ પ્રસંગે પ્રધાનમંત્રીની ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે મુલાકાત
September 23rd, 11:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર, 2021ના રોજ વોશિંગ્ટન ડીસી, અમેરિકામાં ક્વાડ લીડર્સ સમિટ અગાઉ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માનનીય સ્કોટ મોરિસન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.અમેરિકાની મુલાકાત પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
September 22nd, 10:37 am
હું અમેરિકાના મહામહિમ રાષ્ટ્રપતિ જો બાઈડેનના આમંત્રણ પર 22-25 સપ્ટેમ્બર, 2021 સુધી અમેરિકાની મુલાકાત લઈશ.ક્વાડ નેતાઓનું પ્રથમ વર્ચુઅલ સંમેલન
March 11th, 11:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ, 2021ના રોજ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મોરિસન, જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા અને અમેરિકાના રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન સાથે ક્વોડ્રિલેટરલ જૂથના નેતાઓના પ્રથમ વર્ચ્યુઅલ સંમેલનમાં ભાગ લેશે.પ્રધાનમંત્રી 19 નવેમ્બરના રોજ બેંગાલુરુ ટેક સમિટ, 2020નું ઉદ્ઘાટન કરશે
November 17th, 04:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ બપોરે 12.00 વાગે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે બેંગાલુરુ ટેક સમિટ, 2020નું ઉદ્ઘાટન કરશે.List of the documents announced/signed during India - Australia Virtual Summit
June 04th, 03:54 pm
List of the documents announced/signed during India - Australia Virtual Summit, June 04, 2020India is committed to strengthening ties with Australia: PM Modi
June 04th, 10:54 am
At the India-Australia virtual summit, PM Narendra Modi said, India is committed to strengthening its relations with Australia, it is not only important for our two nations but also for the Indo-Pacific region and the whole world. During the summit, both the countries elevated their bilateral ties to a Comprehensive Strategic Partnership.PM Modi, Australian PM Morrison take part in virtual summit
June 04th, 10:53 am
At the India-Australia virtual summit, PM Narendra Modi said, India is committed to strengthening its relations with Australia, it is not only important for our two nations but also for the Indo-Pacific region and the whole world. During the summit, both the countries elevated their bilateral ties to a Comprehensive Strategic Partnership.Telephone Conversation between PM and Prime Minister of the Commonwealth of Australia
April 06th, 02:37 pm
Prime Minister Shri Narendra Modi had a telephonic conversation today with H.E. Scott Morrison, Prime Minister of the Commonwealth of Australia.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રીસ્કોટ મોરીસનવચ્ચે ટેલિફોનિક વાતચીત
January 03rd, 07:38 pm
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીશ્રી સ્કોટ મોરિસન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રીને મળ્યાં
November 04th, 07:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 4 નવેમ્બર, 2019નાં રોજ બેંગકોકમાં આયોજિત ભારત-આસિયાન તથા પૂર્વ એશિયા શિખર સંમેલન 2019ની સાથે સાથે ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્કૉટ મોરિસને મળ્યાં હતાં.સિંગાપોરમાં ઇસ્ટ એશિયા સમિટની પશ્ચાદભૂમાં વડાપ્રધાનની બેઠકો
November 14th, 12:35 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસંખ્ય વૈશ્વિક આગેવાનો સાથે સિંગાપોરમાં ઇસ્ટ એશિયા સમિટની પશ્ચાદભૂમાં ચર્ચાઓ હાથ ધરી હતી.