22મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન બાદ સંયુક્ત નિવેદન

July 09th, 09:54 pm

પ્રજાસત્તાક ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22માં ભારત – રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયન સંઘનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનનાં આમંત્રણ પર 8-9 જુલાઈ, 2024નાં રોજ રશિયન સંઘની સત્તાવાર મુલાકાત લીધી હતી.

એસસીઓ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીનું વક્તવ્ય

July 04th, 01:29 pm

ભારત પ્રશંસા સાથે યાદ કરે છે કે એસસીઓના સભ્ય તરીકે તેનો પ્રવેશ 2017માં કઝાખ રાષ્ટ્રપતિ પદ દરમિયાન થયો હતો. ત્યારથી, અમે એસસીઓમાં રાષ્ટ્રપતિ પદનું એક સંપૂર્ણ ચક્ર પૂર્ણ કર્યું છે. ભારતે વર્ષ 2020માં કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટિંગની સાથે-સાથે વર્ષ 2023માં કાઉન્સિલ ઑફ સ્ટેટની બેઠકનું પણ આયોજન કર્યું હતું. અમારી વિદેશ નીતિમાં એસસીઓ અગ્રણી સ્થાન ધરાવે છે.

એસસીઓ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીનું વક્તવ્ય

July 04th, 01:25 pm

ભારત પ્રશંસા સાથે યાદ કરે છે કે એસસીઓના સભ્ય તરીકે તેનો પ્રવેશ 2017માં કઝાખ રાષ્ટ્રપતિ પદ દરમિયાન થયો હતો. ત્યારથી, અમે એસસીઓમાં રાષ્ટ્રપતિ પદનું એક સંપૂર્ણ ચક્ર પૂર્ણ કર્યું છે. ભારતે વર્ષ 2020માં કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટિંગની સાથે-સાથે વર્ષ 2023માં કાઉન્સિલ ઑફ સ્ટેટની બેઠકનું પણ આયોજન કર્યું હતું. અમારી વિદેશ નીતિમાં એસસીઓ અગ્રણી સ્થાન ધરાવે છે.

પીએમને કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિનો ટેલિફોન કોલ મળ્યો

June 25th, 06:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ કાસિમ-જોમાર્ટ ટોકાયેવ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી..

23મા SCO સંમેલનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી

July 04th, 12:30 pm

આજે, 23મા SCO સંમેલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા બે દાયકામાં, SCO સમગ્ર એશિયાઇ ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી આવ્યું છે. ભારત અને આ ક્ષેત્ર વચ્ચે હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક અને લોકોથી લોકો વચ્ચેના સંબંધો આપણા સહિયારા વારસાનો જીવંત પુરાવો છે. અમે આ ક્ષેત્રને વિસ્તૃત પડોશી તરીકે નથી જોતા, પરંતુ વિસ્તૃત પરિવાર તરીકે જોઇએ છીએ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાત કરી

December 16th, 03:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

તુર્કી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ H.E. શ્રી રેસેપ તૈયપ એર્દોઆન સાથે એસસીઓ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીની મુલાકાત

September 16th, 11:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક તુર્કિના રાષ્ટ્રપતિ, H.E. શ્રી રેસેપ તૈયપ એર્દોઆનને 16 સપ્ટેમ્બર 2022 ના રોજ સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં SCO સમિટ દરમિયાન મળ્યા.

તુર્કી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ H.E. શ્રી રેસેપ તૈયપ એર્દોઆન સાથે એસસીઓ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીની મુલાકાત

September 16th, 11:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક તુર્કિના રાષ્ટ્રપતિ, H.E. શ્રી રેસેપ તૈયપ એર્દોઆનને 16 સપ્ટેમ્બર 2022 ના રોજ સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં SCO સમિટ દરમિયાન મળ્યા.

પ્રધાનમંત્રી ઉઝબેકિસ્તાનના સમરકંદમાં રશિયન ફેડરેશનના પ્રમુખને મળ્યા

September 16th, 08:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની 22મી બેઠક દરમિયાન ઉઝબેકિસ્તાનના સમરકંદમાં રશિયન ફેડરેશનના પ્રમુખ શ્રી વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

September 16th, 08:34 pm

આજે સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના દેશોના વડાઓની પરિષદની 22મી મીટિંગની સાથે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શવકત મિર્ઝીયોયેવ યોજાઈ હતી.

SCO સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

September 16th, 01:30 pm

આજે જ્યારે આખું વિશ્વ રોગચાળા પછી આર્થિક સુધારણાના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે SCOની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. SCO સભ્ય દેશો વૈશ્વિક જીડીપીમાં લગભગ 30 ટકા યોગદાન આપે છે અને વિશ્વની 40 ટકા વસ્તી પણ SCO દેશોમાં રહે છે. ભારત SCO સભ્યો વચ્ચે વધુ સહયોગ અને પરસ્પર વિશ્વાસનું સમર્થન કરે છે. યુક્રેનમાં રોગચાળો અને કટોકટીએ વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં ઘણા વિક્ષેપો સર્જ્યા છે, જેના કારણે વિશ્વને અભૂતપૂર્વ ઊર્જા અને ખાદ્ય કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. SCO એ આપણા પ્રદેશમાં વિશ્વસનીય, સ્થિતિસ્થાપક અને વૈવિધ્યસભર પુરવઠા શૃંખલા વિકસાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ માટે સારી કનેક્ટિવિટી જરૂરી છે, સાથે જ એ પણ મહત્વનું રહેશે કે આપણે બધા એકબીજાને ટ્રાન્ઝિટના સંપૂર્ણ અધિકારો આપીએ.

પ્રધાનમંત્રીનું SCO સમિટમાં ભાગ લેવા સમરકંદમાં આગમન

September 15th, 10:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સવારે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી શવકત મિર્ઝીયોયેવના નિમંત્રણ પર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના રાજ્યના વડાઓની પરિષદની 22મી બેઠકમાં હાજરી આપવા સમરકંદ, ઉઝબેકિસ્તાન પહોંચ્યા હતા..

ઉઝબેકિસ્તાનની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

September 15th, 02:15 pm

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના રાજ્યના વડાઓની કાઉન્સિલની બેઠકમાં હાજરી આપવા ઉઝબેકિસ્તાનના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી શવકત મિર્ઝીયોયેવના આમંત્રણ પર હું સમરકંદની મુલાકાત લઈશ.

પ્રધાનમંત્રી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોના પ્રમુખોની પરિષદની 21મી બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા

September 17th, 05:21 pm

પ્રધાનમંત્રીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ના સભ્ય દેશોના પ્રમુખોની પરિષદની 21મી બેઠકમાં વર્ચ્યુઅલ અને અફઘાનિસ્તાન પર સંયુક્ત SCO-CSTO આઉટરીચ સત્રમાં વીડિયો-સંદેશ દ્વારા ભાગ લીધો હતો.

અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સ્થિતિ પર એસસીઓ-સીએસટીઓ આઉટરિચ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 17th, 05:01 pm

સૌપ્રથમ અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સ્થિતિ પર એસસીઓ અને સીએસટીઓ વચ્ચે વિશેષ બેઠકનું આયોજન કરવા બદલ રાષ્ટ્રપતિ રહમોનનો આભાર માનીને શરૂઆત કરું છું.

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના રાજ્યના વડાઓની કાઉન્સિલની 21મી સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 17th, 12:22 pm

શરૂઆતમાં, હું એસસીઓ કાઉન્સિલના સફળ અધ્યક્ષપદે રાષ્ટ્રપતિ રહમોનને અભિનંદન આપું છું. સંસ્થાએ તાજિક પ્રેસિડેન્સીમાં પડકારરૂપ વૈશ્વિક અને પ્રાદેશિક વાતાવરણમાં અસરકારક રીતે સંચાલન કર્યું છે. તાજિકિસ્તાનની આઝાદીની 30મી વર્ષગાંઠના આ વર્ષમાં, સમગ્ર ભારત વતી, હું તમામ તાજિક ભાઈઓ અને બહેનોને અને રાષ્ટ્રપતિ રહમોનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.

21st Meeting of SCO Council of Heads of State in Dushanbe, Tajikistan

September 15th, 01:00 pm

PM Narendra Modi will address the plenary session of the Summit via video-link on 17th September 2021. This is the first SCO Summit being held in a hybrid format and the fourth Summit that India will participate as a full-fledged member of SCO.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયન સંઘના રાષ્ટ્રપતિ મહામહિમ વ્લાદિમીર પુટિન વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો

August 24th, 08:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન સંઘના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુટિન સાથે ટેલિફોનિક સંવાદ કર્યો હતો.

શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ 2020માં પ્રધાનમંત્રીનું નિવેદન

November 10th, 03:39 pm

સૌથી પહેલા તો હું SCOના કુશળ નેતૃત્વ માટે અને કોવિડ-19 મહામારીના પડકારો અને અડચણો હોવા છતાં, આ બેઠકના આયોજન માટે, રાષ્ટ્રપતિ પુતિનને અભિનંદન આપવા માંગીશ. મને ખુશી છે કે આપણે આવી મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતાં SCO અંતર્ગત સહયોગ અને સંકલનના એક વ્યાપક અને પ્રગતિશીલ એજન્ડાને આગળ વધારી શક્યા.

SCO પરિષદના સદસ્ય દેશોના વડાઓની 20મી બેઠક યોજાઇ

November 10th, 03:30 pm

વર્ચ્યુઅલ માધ્યમથી SCOની આ પ્રથમ બેઠક યોજવામાં આવી હતી અને 2017માં ભારતે પૂર્ણ સભ્યપદ પ્રાપ્ત કર્યા પછી આ બેઠકમાં ત્રીજી વખત ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ SCO નેતાઓને આપેલા સંબોધન દરમિયાન અધ્યક્ષ વ્લાદીમીર પુતિનને કોવિડ-19 મહામારીના કારણે સર્જાયેલા પડકારો અને અવરોધો વચ્ચે પણ આ બેઠકનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.