વારાણસીને 2022ની SCO સમિટમાં સૌપ્રથમ SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે નામાંકિત કરવામાં આવ્યું

September 16th, 11:50 pm

16 સપ્ટેમ્બર, 2022 ના રોજ સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ ઓફ સ્ટેટની 22મી મીટિંગમાં 2022-2023ના સમયગાળા દરમિયાન વારાણસી શહેરને સૌપ્રથમ SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમિટમાં ભાગ લીધો હતો.

SCO સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

September 16th, 01:30 pm

આજે જ્યારે આખું વિશ્વ રોગચાળા પછી આર્થિક સુધારણાના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે SCOની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. SCO સભ્ય દેશો વૈશ્વિક જીડીપીમાં લગભગ 30 ટકા યોગદાન આપે છે અને વિશ્વની 40 ટકા વસ્તી પણ SCO દેશોમાં રહે છે. ભારત SCO સભ્યો વચ્ચે વધુ સહયોગ અને પરસ્પર વિશ્વાસનું સમર્થન કરે છે. યુક્રેનમાં રોગચાળો અને કટોકટીએ વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં ઘણા વિક્ષેપો સર્જ્યા છે, જેના કારણે વિશ્વને અભૂતપૂર્વ ઊર્જા અને ખાદ્ય કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. SCO એ આપણા પ્રદેશમાં વિશ્વસનીય, સ્થિતિસ્થાપક અને વૈવિધ્યસભર પુરવઠા શૃંખલા વિકસાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ માટે સારી કનેક્ટિવિટી જરૂરી છે, સાથે જ એ પણ મહત્વનું રહેશે કે આપણે બધા એકબીજાને ટ્રાન્ઝિટના સંપૂર્ણ અધિકારો આપીએ.

પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પુટિને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું

January 07th, 06:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને વર્ષ 2019 માટે આજે ટેલિફોન પર એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ નાતાલનાં પ્રસંગે રશિયાનાં રાષ્ટ્રપતિ અને જનતાને પણ શુભેચ્છા પાઠવી હતી, જેની આજે રશિયામાં ઉજવણી થઈ રહી છે.

ભારત અને રશિયા વચ્ચે અનૌપચારિક સંમેલન

May 21st, 10:10 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 21 મે 2018ના રોજ રશિયાના સોચી શહેર ખાતે તેમની સૌપ્રથમ અનૌપચારિક મુલાકાત યોજી હતી. આ સંમેલનથી બંને નેતાઓને ભારત અને રશિયા વચ્ચેના ઉચ્ચસ્તરીય રાજકીય આદાન-પ્રદાનની પરંપરા જાળવીને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર તેમની મૈત્રી વધુ ગાઢ બનાવવાની અને એકબીજાના વિચારોની આપ-લે કરવાની તક મળી.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ચર્ચા હાથ ધરતા વડાપ્રધાન મોદી

May 21st, 04:40 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોચીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ચર્ચા હાથ ધરી હતી.