રાજસ્થાનના સીકર ખાતે શિલાન્યાસ/વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 27th, 12:00 pm

રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર, અન્ય તમામ મંત્રીઓ, સંસદમાં મારા સાથીદારો, ધારાસભ્યો અને અન્ય તમામ મહાનુભાવો અને આજે આ કાર્યક્રમમાં દેશના લાખો સ્થળોએ કરોડો ખેડૂતો અમારી સાથે જોડાયા છે. હું રાજસ્થાનની ધરતી પરથી દેશના એ કરોડો ખેડૂતોને પણ નમન કરું છું. અને રાજસ્થાનના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો પણ આજે આ મહત્વના કાર્યક્રમને બિરદાવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ રાજસ્થાનનાં સીકરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

July 27th, 11:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં સીકરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં 1.25 લાખથી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (પીએમકેએસકે) દેશને સમર્પિત કરવા, યુરિયા ગોલ્ડનો શુભારંભ – સલ્ફરથી આચ્છાદિત યુરિયાની નવી વિવિધતા ધરાવતું યુરિયા ગોલ્ડ લોન્ચ કરવું, ડિજિટલ કોમર્સ માટે ખુલ્લા નેટવર્ક (ઓએનડીસી) પર 1600 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ)ને ઓનબોર્ડિંગ કરવું, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ આશરે રૂ. 17,000 કરોડનો 14મો હપ્તો 8.5 કરોડ લાભાર્થીઓને આપવો, ચિત્તોડગઢ, ધોલપુર, સિરોહી, સીકર અને શ્રી ગંગાનગરમાં 5 નવી મેડિકલ કોલેજોનું ઉદઘાટન કરીને, બારાન, બુંદી, કરૌલી, ઝુંઝુનુ, સવાઈ માધોપુર, જેસલમેર અને ટોંકમાં 7 મેડિકલ કોલેજો માટે શિલારોપણ કરશે તથા ઉદેપુર, બાંસવાડા, પરસાવાડા, પરપતગઢ અને ડુંગરપુર તથા કેન્દ્રીય વિદ્યાલય તિવરી, જોધપુરમાં સ્થિત 6 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સનું ઉદઘાટન કરશે.

17મી ભારતીય સહકારી કૉંગ્રેસનાં ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

July 01st, 11:05 am

મંત્રીમંડળના મારા સહયોગી શ્રીમાન અમિત શાહ, રાષ્ટ્રીય સહકારી સંઘના પ્રમુખ શ્રી દિલીપ સંઘાણી, ડૉ. ચંદ્રપાલ સિંહ યાદવ, દેશના ખૂણે ખૂણેથી જોડાયેલા સહકારી સંઘોના તમામ સભ્યો, આપણાં ખેડૂત ભાઈઓ અને બહેનો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો, આપ સૌને સત્તરમા ભારતીય સહકારી મહાસંમેલન માટે ખૂબ ખૂબ અભિનંદન. હું આ સંમેલનમાં તમારું સૌનું સ્વાગત કરું છું, તમને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 17મી ભારતીય સહકારી કૉંગ્રેસને સંબોધન કર્યું

July 01st, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસના અવસરે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે 17મી ભારતીય સહકારી કૉંગ્રેસને સંબોધન કર્યું હતું. 17મી ભારતીય સહકારી કૉંગ્રેસની મુખ્ય થીમ 'અમૃત કાલ: વાઇબ્રન્ટ ઇન્ડિયા માટે સહકાર દ્વારા સમૃદ્ધિ' છે. શ્રી મોદીએ કોઓપરેટિવ માર્કેટિંગ અને કોઓપરેટિવ એક્સ્ટેન્શન અને સલાહકાર સેવાઓ પોર્ટલ માટેની ઇ-કોમર્સ વેબસાઇટનાં ઇ-પોર્ટલ્સનો પણ શુભારંભ કર્યો હતો.

ઈશા ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે આયોજીત ‘માટી બચાવો’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 05th, 02:47 pm

આપ સૌને, સમગ્ર વિશ્વને, વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સદ્દગુરૂ અને ઈશા ફાઉન્ડેશન પણ આજે અભિનંદનને પાત્ર છે. માર્ચ મહિનામાં તેમની સંસ્થાએ ‘માટી બચાવો’ અભિયાનની શરૂઆત કરી હતી. તેમની યાત્રા 27 દેશોમાંથી પસાર થઈને આજે 75મા દિવસે અહિંયા પહોંચી છે. આજે દેશ જ્યારે પોતાની આઝાદીના 75 વર્ષનું પર્વ મનાવી રહ્યો છે ત્યારે, આ અમૃતકાળમાં નવા સંકલ્પો લઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના અભિયાન ખૂબ જ મહત્વના બની રહે છે.

PM Addresses 'Save Soil' Programme Organised by Isha Foundation

June 05th, 11:00 am

PM Modi addressed 'Save Soil' programme organised by Isha Foundation. He said that to save the soil, we have focused on five main aspects. First- How to make the soil chemical free. Second- How to save the organisms that live in the soil. Third- How to maintain soil moisture. Fourth- How to remove the damage that is happening to the soil due to less groundwater. Fifth, how to stop the continuous erosion of soil due to the reduction of forests.

પ્રધાનમંત્રી 5મી જૂને 'સેવ સોઇલ મૂવમેન્ટ' કાર્યક્રમમાં હાજરી આપશે

June 04th, 09:37 am

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી જૂને સવારે 11 વાગ્યે વિજ્ઞાન ભવન ખાતે ‘સેવ સોઈલ મૂવમેન્ટ’ પરના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સભાને પણ સંબોધન કરશે.