ભારત-સાઉદી આરબે રોકાણ પર ઉચ્ચ-સ્તરીય ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક યોજી
July 28th, 11:37 pm
ઇન્વેસ્ટમેન્ટ્સ પર ભારત-સાઉદી અરેબિયા ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક આજે વર્ચ્યુઅલ મોડમાં આયોજિત કરાઈ, જેની સહ અધ્યક્ષતા પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રા અને સાઉદીના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદે કરી.બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 21st, 06:31 am
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, મને યોગ અને ધ્યાનની ભૂમિ કાશ્મીરની મુલાકાત લેવાનો લહાવો મળ્યો છે. કાશ્મીર અને શ્રીનગરનું આ વાતાવરણ, આ ઉર્જા અને જે શક્તિ આપણને અનુભૂતિ યોગથી મળે છે, તે આપણે શ્રીનગરમાં અનુભવી રહ્યા છીએ. હું કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસ પર દેશના તમામ લોકોને અને વિશ્વના ખૂણે ખૂણે યોગ કરી રહેલા લોકોને અભિનંદન આપું છું.જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 પર પ્રધાનમંત્રીનું સંબોધન
June 21st, 06:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં આયોજિત 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇવાયડી)ને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું અને યોગ સત્રમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી સાથે ટેલિફોન પર વાતચીત કરી
December 26th, 08:06 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરેબિયાના પ્રધાનમંત્રી, મહામહિમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.140 કરોડ લોકો ઘણા ફેરફારો લાવી રહ્યા છે: પીએમ મોદી મન કી બાત દરમિયાન
November 26th, 11:30 am
મારા પરિવારજનો, ૨૬ નવેમ્બરનો આજનો આ દિવસ એક બીજા કારણથી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 1949માં આજના જ દિવસે સંવિધાન સભાએ ભારતના સંવિધાનને અંગીકાર કર્યું હતું. મને યાદ છે, જયારે વર્ષ 2015માં આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા હતા, તે સમયે એવો વિચાર આવ્યો હતો કે 26 નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે મનાવવામાં આવે. અને ત્યારથી દર વર્ષે આજના આ દિવસને આપણે સંવિધાન દિવસના રૂપમાં મનાવતા આવ્યા છીએ. હું બધા દેશવાસીઓને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આપણે બધા મળીને, નાગરિકોના કર્તવ્યને પ્રાથમિકતા આપતા, વિકસિત ભારતના સંકલ્પને જરૂર પૂરૂં કરીશું.G20 યુનિવર્સિટી કનેક્ટની ફાઇનલમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
September 26th, 04:12 pm
દેશની વિવિધ વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ, પ્રાધ્યાપકો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મારા યુવા મિત્રો! આજે, ભારત મંડપમમાં ઉપસ્થિત હોય તેના કરતાં વધુ લોકો આપણી સાથે ઑનલાઇન માધ્યમથી જોડાયેલા છે. હું આ કાર્યક્રમ, G-20 યુનિવર્સિટી કનેક્ટમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌ યુવાનોને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ જી20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલેને સંબોધન કર્યું
September 26th, 04:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્માં જી20 યુનિવર્સિટી કનેક્ટ ફિનાલે કાર્યક્રમને સંબોધન કર્યું હતું. જી20 યુનિવર્સિટી કનેક્ટ પહેલ ભારતના યુવાનોમાં ભારતનાં જી20 પ્રમુખપદની સમજણનું નિર્માણ કરવા અને વિવિધ જી20 કાર્યક્રમોમાં તેમની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જી-20 ભારત પ્રેસિડેન્સીની ભવ્ય સફળતાઃ દૂરદર્શી નેતૃત્વ, સર્વસમાવેશક અભિગમ; ભારતનું જી-20 પ્રમુખપદ: વસુધૈવ કુટુમ્બકમ્; જી-20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામનો સંગ્રહ; અને જી-20 ખાતે ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન એમ 4 પ્રકાશનો પણ બહાર પાડ્યાં હતાં.ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક નિવેદન
September 11th, 03:51 pm
ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની પ્રથમ લીડર્સ મીટિંગમાં આજે ભાગ લેવાનો મને ખૂબ જ આનંદ થાય છે.ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ (PGII) અને ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEC) માટે ભાગીદારી
September 09th, 09:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુએસએના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રીમાન જો બિડેને 9 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં G20 સમિટની સાથે સાથે ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ (PGII) અને ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEC) માટે પાર્ટનરશિપ પર એક વિશેષ કાર્યક્રમની સહ-અધ્યક્ષતા કરી હતી.ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ (PGII) અને ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર માટે પાર્ટનરશિપ પર ઈવેન્ટમાં પ્રધાનમંત્રીનું નિવેદન
September 09th, 09:27 pm
આ ખાસ પ્રસંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા મિત્ર રાષ્ટ્રપતિ બિડેન સાથે આ કાર્યક્રમની સહ-અધ્યક્ષતા કરવાનો મને ઘણો આનંદ છે. આજે આપણે બધાએ વધુ એક મહત્વપૂર્ણ ઐતિહાસિક કરાર પૂર્ણ થતો જોયો છે.બ્રિક્સ વિસ્તરણ પર પીએમનું નિવેદન
August 24th, 01:32 pm
સૌ પ્રથમ, હું રાષ્ટ્રપતિ, મારા મિત્ર રામાફોસા જીને આ બ્રિક્સ સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ અભિનંદન પાઠવું છું.માદક દ્રવ્યોના દુરૂપયોગ સામેના અભિયાનમાં યુવાનોની વધતી ભાગીદારી ખૂબ જ પ્રોત્સાહક છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
July 30th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં આપ સહુનું સ્વાગત છે. જુલાઈનો મહિનો એટલે ચોમાસાનો મહિનો, વરસાદનો મહિનો. ગત કેટલાક દિવસ, કુદરતી આપત્તિઓના કારણે ચિંતા અને પરેશાનીપૂર્ણ રહ્યા છે. યમુના સહિત અનેક નદીમાં પૂરથી અનેક વિસ્તારમાં લોકોને તકલીફ પડી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ થઈ છે. આ દરમિયાન, દેશના પશ્ચિમ હિસ્સામાં, કેટલાક સમય પહેલાં ગુજરાતના વિસ્તારોમાં, બિપરજોય વાવાઝોડું પણ આવ્યું. પરંતુ સાથીઓ, આ આપત્તિઓની વચ્ચે, આપણે બધાં દેશવાસીઓએ ફરી દેખાડ્યું છે કે સામૂહિક પ્રયાસની શક્તિ શું હોય છે. સ્થાનિક લોકોએ, આપણા એનડીઆરએફના જવાનોએ, સ્થાનિક પ્રશાસનના લોકોએ, દિવસ-રાત જાગીને આવી આપત્તિઓનો સામનો કર્યો છે. કોઈ પણ આપત્તિ સામે લડવામાં આપણાં સામર્થ્ય અને સંસાધનોની ભૂમિકા મોટી હોય છે. પરંતુ તેની સાથે જ, આપણી સંવેદનશીલતા અને એકબીજાનો હાથ પકડવાની ભાવના, એટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે. સર્વજન હિતાયની આ જ ભાવના ભારતની ઓળખ પણ છે અને ભારતની શક્તિ પણ છે.પ્રધાનમંત્રી શ્રીએ મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ સાથે વાતચીત કરી
July 12th, 05:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ મહામહિમ શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસા સાથે આંતર-શ્રદ્ધા સંવાદને આગળ વધારવા, ઉગ્રવાદી વિચારધારાઓનો સામનો કરવા, વૈશ્વિક શાંતિને પ્રોત્સાહન આપવા અને ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા પર વાતચીત કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પીએમ સાથે ટેલિફોન પર વાતચીત કરી
June 08th, 10:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરેબિયાના પીએમ, મહામહિમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.ગુજરાતના ગાંધીનગરમાં અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશન ખાતે પીએમના સંબોધનનો મૂળપાઠ
May 12th, 10:31 am
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રમાં મંત્રી પરિષદમાં મારા સાથી અને જીવનભર પોતાનો પરિચય શિક્ષક તરીકે કરાવનાર પરશોત્તમ રૂપાલાજી, ભારતની સંસદની છેલ્લી ચૂંટણીમાં, દેશમાં , સમગ્ર દેશમાં વધુ મતો મેળવીને જીતેલા શ્રી સી.આર. પાટીલ, ગુજરાત સરકારના મંત્રીઓ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના તમામ સભ્યો, દેશના ખૂણે ખૂણેથી આવેલા આદરણીય શિક્ષકો, બહેનો અને સજ્જનો!પ્રધાનમંત્રીએ ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાયેલા અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશનમાં ભાગ લીધો
May 12th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલન “અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશન”માં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે યોજવામાં આવેલા પ્રદર્શનમાં પણ લટાર મારી હતી. આ અધિવેશનની થીમ ‘શિક્ષણ પરિવર્તનના હાર્દમાં શિક્ષકો’ રાખવામાં આવી છે.સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સાઉદે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
September 20th, 09:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી મહામહિમ પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ સાથે મુલાકાત કરી.શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના રાજ્યના વડાઓની કાઉન્સિલની 21મી સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 17th, 12:22 pm
શરૂઆતમાં, હું એસસીઓ કાઉન્સિલના સફળ અધ્યક્ષપદે રાષ્ટ્રપતિ રહમોનને અભિનંદન આપું છું. સંસ્થાએ તાજિક પ્રેસિડેન્સીમાં પડકારરૂપ વૈશ્વિક અને પ્રાદેશિક વાતાવરણમાં અસરકારક રીતે સંચાલન કર્યું છે. તાજિકિસ્તાનની આઝાદીની 30મી વર્ષગાંઠના આ વર્ષમાં, સમગ્ર ભારત વતી, હું તમામ તાજિક ભાઈઓ અને બહેનોને અને રાષ્ટ્રપતિ રહમોનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સાઉદી અરબના શાહી મહામહિમ ક્રાઉન પ્રિન્સ બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સઉદી સાથે ટેલિફોનિક સંવાદ થયો
March 10th, 07:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ, શાહી મહામહિમ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલીફોન પર વાતચીત કરી.