મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં લેફ્ટનન્ટ શ્રી અરવિંદભાઈ મફતલાલની જન્મ શતાબ્દીની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

October 27th, 02:46 pm

આજે મને ફરીથી ચિત્રકૂટની આ પાવન પૂણ્યભૂમિની મુલાકાત લેવાની તક મળી છે. આ તે અલૌકિક વિસ્તાર છે, જેના વિશે આપણા સંતોએ કહ્યું છે – ચિત્રકૂટ સબ દિન બસત, પ્રભુ સિય લખન સમેત! અર્થાત્‌ ચિત્રકૂટમાં પ્રભુ શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી સાથે નિત્ય નિવાસ કરે છે. અહીં આવતા પહેલા, હમણાં મને શ્રી રઘુબીર મંદિર અને શ્રી રામ જાનકી મંદિરના દર્શન કરવાનો લહાવો મળ્યો હતો અને હૅલિકોપ્ટરમાંથી જ મેં કામદગિરિ પર્વતને પણ પ્રણામ કર્યા હતા. હું આદરણીય રણછોડદાસજી અને અરવિંદ ભાઈની સમાધિ પર પુષ્પ અર્પણ કરવા ગયો હતો. પ્રભુ શ્રીરામ જાનકીના દર્શન, સંતોનું માર્ગદર્શન અને સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વેદમંત્રોનું આ અદ્‌ભૂત ગાન, આ અનુભવને, આ અનુભૂતિને વાણીથી વ્યક્ત કરવો મુશ્કેલ છે. માનવ સેવાના મહાન યજ્ઞનો ભાગ બનાવવા બદલ આજે, તમામ પીડિત, શોષિત, ગરીબ અને આદિવાસીઓ વતી, હું શ્રી સદ્‌ગુરુ સેવા સંઘનો આભાર વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે જાનકીકુંડ ચિકિત્સાલયની નવી પાંખ જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે તે લાખો દર્દીઓને નવું જીવન આપશે. આવનારા સમયમાં, સદ્‌ગુરુ મેડિસિટીમાં ગરીબોની સેવાના આ અનુષ્ઠાનને નવું વિસ્તરણ મળશે. આજે આ પ્રસંગે ભારત સરકારે અરવિંદભાઈની સ્મૃતિમાં એક ખાસ ટિકિટ પણ બહાર પાડી છે. આ ક્ષણ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે, સંતોષની ક્ષણ છે, આ માટે હું તમને બધાને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રીએ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીને સંબોધન કર્યું

October 27th, 02:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલના શતાબ્દી જન્મ વર્ષની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. શ્રી સદ્ગુરુ સેવા સંઘ ટ્રસ્ટની સ્થાપના પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજે 1968માં કરી હતી. શ્રી અરવિંદભાઈ મફતલાલ પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજથી પ્રેરિત થયા હતા અને ટ્રસ્ટની સ્થાપનામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. શ્રી અરવિંદભાઈ મફતલાલ આઝાદી પછીના ભારતના અગ્રણી ઉદ્યોગસાહસિકોમાંના એક હતા, જેમણે દેશની વિકાસગાથામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

PM condoles the passing away of Satguru Sri Sivananda Murty

June 10th, 03:00 pm