‘મન કી બાત’ના 119મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ ( 23.02.2025)

‘મન કી બાત’ના 119મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ ( 23.02.2025)

February 23rd, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આપ સૌનુ સ્વાગત છે. હાલ ચેમ્પિયન્સ ટ્રોફી રમાઇ રહી છે, અને ચારે તરફ ક્રિકેટનું વાતવરણ છે. ક્રિકેટમાં સેન્ચૂરીનો રોમાંચ શું હોય છે એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ, પરંતુ આજે હું તમારા બધા સાથે ક્રિકેટ નહિં પણ ભારતે અંતરિક્ષમાં જે શાનદાર સદી નોંધાવી છે, તેની વાત કરવાનો છું. ગયા મહિને દેશ ઇસરોના એકસોમા રોકેટના પ્રક્ષેપણનો સાક્ષી બન્યો છે. આ કેવળ એક આંકડો નથી, પરંતુ તેનાથી અવકાશ વિજ્ઞાનમાં નિત નવી ઉંચાઇઓ હાંસલ કરવાના આપણા સંકલ્પનો પણ ખ્યાલ આપે છે. આપણી અવકાશયાત્રાની શરૂઆત બહુ જ સામાન્ય રીતે થઇ હતી. તેમાં ડગલેને પગલે પડકારો હતા, પરંતુ આપણા વૈજ્ઞાનિકો વિજય મેળવીને આગળ વધતા જ ગયા. સમયની સાથે અંતરિક્ષના આ ઉડ્ડયનમાં આપણી સફળતાઓની યાદી ખૂબ લાંબી થતી ગઇ છે. પ્રક્ષેપણ યાનનું નિર્માણ હોય, ચંદ્રયાનની સફળતા હોય, મંગળયાન હોય, આદિત્ય એલ-1 કે પછી એક જ રોકેટથી એક જ વારમાં એકસો ચાર ઉપગ્રહોને અવકાશમાં મોકલવાનું અભૂતપૂર્વ અભિયાન હોય, ઇસરોની સફળતાનું ક્ષેત્ર ઘણું મોટું રહ્યું છે. ગયા 10 વર્ષોમાં લગભગ 460 ઉપગ્રહો છોડવામાં આવ્યા. અને તેમાં બીજા દેશોના પણ ઘણા બધા ઉપગ્રહો સામેલ છે. તાજેતરના વર્ષોની એક મોટી બાબત એ પણ રહી છે કે, અવકાશ વિજ્ઞાનીઓની આપણી ટીમમાં નારી શક્તિની ભાગીદારી સતત વધી રહી છે. મને આ જોઇને પણ ખૂબ ખુશી થાય છે કે, આજે અવકાશ ક્ષેત્ર આપણા યુવાનો માટે ખૂબ માનીતું બની ગયું છે. થોડા વર્ષો પહેલા સુધી કોઇએ વિચાર્યું હશે કે, આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ અને ખાનગી ક્ષેત્રની અવકાશ કંપનીઓની સંખ્યા સેંકડોમાં પહોંચી જશે ! આપણા જે યુવાનો જીવનમાં કંઇક થ્રીલીંગ અને એકસાઇટીંગ કરવા ઇચ્છે છે, તેમના માટે અવકાશ ક્ષેત્ર એક સૌથી સરસ વિકલ્પ બની રહ્યો છે.

PixxelSpace દ્વારા ભારતનો પ્રથમ ખાનગી ઉપગ્રહ સમૂહ ભારતના યુવાનોની અસાધારણ પ્રતિભા દર્શાવે છે: પીએમ

PixxelSpace દ્વારા ભારતનો પ્રથમ ખાનગી ઉપગ્રહ સમૂહ ભારતના યુવાનોની અસાધારણ પ્રતિભા દર્શાવે છે: પીએમ

January 17th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી કે PixxelSpace દ્વારા ભારતનો પ્રથમ ખાનગી ઉપગ્રહ સમૂહ ભારતના યુવાનોની અસાધારણ પ્રતિભા દર્શાવે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તે અવકાશ ઉદ્યોગમાં આપણા ખાનગી ક્ષેત્રની વિસ્તરતી ક્ષમતાઓને પ્રકાશિત કરે છે.

પ્રધાનમંત્રીએ ઉપગ્રહોના અંતરિક્ષ ડોકીંગના સફળ પ્રદર્શન બદલ ISROને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ ઉપગ્રહોના અંતરિક્ષ ડોકીંગના સફળ પ્રદર્શન બદલ ISROને અભિનંદન પાઠવ્યા

January 16th, 01:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉપગ્રહોના અંતરિક્ષ ડોકીંગના સફળ પ્રદર્શન બદલ ઇસરો અને સમગ્ર અંતરિક્ષ સમુદાયને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું કે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ SSLV-D3ના સફળ પ્રક્ષેપણ બદલ ઈસરોને અભિનંદન પાઠવ્યા

August 16th, 01:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવા સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV)-D3ના સફળ પ્રક્ષેપણ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.

Congress has not yet arrived in the 21st century: PM Modi in Mandi, HP

May 24th, 10:15 am

Addressing his second public meeting in Mandi, Himachal Pradesh, PM Modi spoke about the aspirations of the youth and the importance of women's empowerment. He stressed the need for inclusive development and equal opportunities for all citizens.

નબળી કોંગ્રેસ સરકાર વિશ્વભરમાં આજીજી કરતી હતી: પીએમ મોદી શિમલા, એચ.પી.માં

May 24th, 10:00 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના શિમલામાં એક જીવંત જાહેર સભાને સંબોધન કર્યું હતું, જેમાં નોસ્ટાલ્જિયા અને હિમાચલ પ્રદેશ માટે દૂરંદેશીભર્યા વિઝનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ રાજ્ય અને તેના લોકો સાથે લાંબા સમયથી ચાલી આવતા જોડાણ પર ભાર મૂક્યો હતો અને તેમના વિકાસ અને સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પીએમ મોદીએ હિમાચલ પ્રદેશના શિમલા અને મંડીમાં જનસભાને સંબોધિત કરી

May 24th, 09:30 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના શિમલા અને મંડીમાં વાઇબ્રન્ટ જાહેર સભાઓને સંબોધન કર્યું હતું, જેમાં હિમાચલ પ્રદેશ માટે નોસ્ટાલ્જિયા અને દીર્ઘદ્રષ્ટિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ રાજ્ય અને તેના લોકો સાથે લાંબા સમયથી ચાલી આવતા જોડાણ પર ભાર મૂક્યો હતો અને તેમના વિકાસ અને સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

Congress, with its Emergency-era mentality, has lost faith in democracy: PM Modi in Rudrapur

April 02nd, 12:30 pm

Ahead of the Lok Sabha election 2024, Prime Minister Narendra Modi spoke to a large audience in Rudrapur, Uttarakhand today. Beginning his speech, PM Modi remarked, This marks my inaugural electoral rally in the 'Devbhumi,' Uttarakhand. Moreover, this rally unfolds in an area frequently labeled as Mini India. You all have come here to bless us in such large numbers. We are deeply grateful to all of you.

PM Modi delivers a powerful speech at a public meeting in Rudrapur, Uttarakhand

April 02nd, 12:00 pm

Ahead of the Lok Sabha election 2024, Prime Minister Narendra Modi spoke to a large audience in Rudrapur, Uttarakhand today. Beginning his speech, PM Modi remarked, This marks my inaugural electoral rally in the 'Devbhumi,' Uttarakhand. Moreover, this rally unfolds in an area frequently labeled as Mini India. You all have come here to bless us in such large numbers. We are deeply grateful to all of you.

Cabinet approves amendment in the Foreign Direct Investment (FDI) policy on Space Sector

February 21st, 11:06 pm

The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi approved the amendment in Foreign Direct Investment (FDI) policy on space sector. Now, the satellites sub-sector has been pided into three different activities with defined limits for foreign investment in each such sector.

યુએઈના અબુધાબીમાં અહલાન મોદી કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 13th, 11:19 pm

આજે અબુધાબીમાં તમે લોકોએ એક નવો ઈતિહાસ રચ્યો છે. તમે લોકો UAE ના દરેક ખૂણેથી અને ભારતના વિવિધ રાજ્યોમાંથી આવ્યા છો, પરંતુ દરેકના દિલ જોડાયેલા છે. આ ઐતિહાસિક સ્ટેડિયમમાં દરેક હૃદયની ધડકન કહી રહી છે – ભારત-UAE મિત્રતા જિંદાબાદ! દરેક શ્વાસ કહે છે – ભારત-યુએઈ મિત્રતા જિંદાબાદ! દરેક અવાજ કહી રહ્યો છે – ભારત-યુએઈ મિત્રતા જિંદાબાદ! બસ... આ ક્ષણને જીવવી પડશે... તેને સંપૂર્ણ રીતે જીવવી પડશે. આજે તમારે એ યાદોને ભેગી કરવાની છે, જે જીવનભર તમારી સાથે રહેવાની છે. યાદો જે જીવનભર મારી સાથે રહેવાની છે.

UAEમાં ભારતીય સમુદાય કાર્યક્રમ - ''અહલાન મોદી'' ખાતે પ્રધાનમંત્રીની વાતચીત

February 13th, 08:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ UAEમાં ભારતીય સમુદાય દ્વારા તેમના સન્માનમાં આયોજિત કાર્યક્રમ 'AHLAN MODI' ખાતે UAEમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. આ ઇવેન્ટમાં 7 અમીરાતમાંથી ભારતીય ડાયસ્પોરાએ ભાગ લીધો હતો અને તેમાં તમામ સમુદાયોના ભારતીયોનો સમાવેશ થતો હતો. પ્રેક્ષકોમાં અમીરાતનો પણ સમાવેશ થતો હતો.

પ્રધાનમંત્રીએ 43મી પ્રગતિ વાટાઘાટની અધ્યક્ષતા કરી

October 25th, 09:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અગાઉ પ્રગતિની 43મી આવૃત્તિની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સંડોવતા પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે ICT-આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ છે.

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સિંધિયા શાળાના 125મા સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

October 21st, 11:04 pm

મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઇ પટેલ, અહીંના લોકલાડીલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, સિંધિયા સ્કૂલના નિદેશક મંડળના અધ્યક્ષ અને મંત્રીમંડળમાંના મારા સાથીદારો શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, શ્રી નરેન્દ્રસિંહ તોમર, ડૉ. જીતેન્દ્રસિંહ, શાળા સંચાલનના સાથીદારો અને તમામ કર્મચારીઓ, શિક્ષકો તેમજ વાલીઓ અને મારા વ્હાલા યુવાના મિત્રો!

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં સિંધિયા સ્કૂલનાં 125મા સ્થાપના દિવસની ઉજવણીનાં કાર્યક્રમને સંબોધન કર્યું

October 21st, 05:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં 'ધ સિંધિયા સ્કૂલ'ના 125મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ શાળામાં 'મલ્ટિપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ'નો શિલાન્યાસ કર્યો હતો અને વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ટોચની સફળતા મેળવનારાઓને શાળાના વાર્ષિક એવોર્ડ એનાયત કર્યા હતા. સિંધિયા સ્કૂલની સ્થાપના 1897માં કરવામાં આવી હતી અને તે એતિહાસિક ગ્વાલિયર કિલ્લાની ટોચ પર છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

બેંગલુરુમાં ઇસરોનાં કેન્દ્રમાંથી પરત ફર્યા બાદ દિલ્હીમાં જનમેદનીને પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

August 26th, 01:18 pm

આજે સવારે હું બેંગલુરુમાં હતો, ખૂબ જ વહેલી સવારે પહોંચ્યો હતો અને નક્કી કર્યું હતું કે ભારત જઈને દેશને આટલી મોટી સિદ્ધિ અપાવનારા વૈજ્ઞાનિકોનાં દર્શન કરું અને અને તેથી હું વહેલી સવારે ત્યાં ગયો. પરંતુ જે રીતે જનતા જનાર્દને સવારથી જ સૂર્યોદય થાય એ પહેલાં જ હાથમાં ત્રિરંગો લઈને ચંદ્રયાનની સફળતાની જે રીતે ઉજવણી કરી ખૂબ જ પ્રેરણાદાયક હતું અને હવે સખત તાપમાં સૂર્ય બરાબર તપી રહ્યો છે અને આ મહિનાનો તાપ તો સૂર્ય ચામડીને પણ ચીરી નાખે છે. આટલા સખત તાપમાં આપ સૌનું અહીં આવવું અને ચંદ્રયાનની સફળતાની ઉજવણી કરવી અને મને પણ આ ઉજવણીનો ભાગ બનવાનું સૌભાગ્ય મળે, એ પણ મારું સૌભાગ્ય છે. અને તે માટે હું આપ સૌને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીનું દિલ્હીમાં આગમન પર ભવ્ય નાગરિક સ્વાગત કરવામાં આવ્યું

August 26th, 12:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું દિલ્હીમાં તેમનાં આગમન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 મૂન લેન્ડરનાં સફળ ઉતરાણ પછી ઈસરોની ટીમ સાથે વાતચીત કર્યા બાદ પ્રધાનમંત્રી આજે બેંગલુરુથી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના 4 દિવસના પ્રવાસ બાદ સીધા બેંગલુરુ ગયા હતા. શ્રી જે. પી. નડ્ડાએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું અને તેમની સફળ મુલાકાતની સિદ્ધિઓ અને ભારતીય વૈજ્ઞાનિકોની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ તેમનું અભિવાદન કર્યું હતું.

ચંદ્રયાન-3 અભિયાનની સફળતા માટે ટીમ ઇસરોને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 26th, 08:15 am

આપ સૌની સમક્ષ આવીને આજે એક અલગ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. કદાચ આ પ્રકારની ખુશી અત્યંત વિરલ પ્રસંગે જ થતી હોય છે. જ્યારે તન અને મન ખુશીઓથી ભરાઈ ગયું હોય અને વ્યક્તિના જીવનમાં ઘણી વાર એવા પ્રસંગ બનતા હોય છે કે તેની ઉપર આતુરતા છવાઈ જતી હોય છે. આ વખતે મારી સાથે પણ આમ જ બન્યું હતું. એટલી બધી આતુરતા. હું સાઉથ આફ્રિકામાં હતો તેમ છતાં પછી ગ્રીસનો કાર્યક્રમ હતો તો ત્યાં ચાલ્યો ગયો પરંતુ મારું મન સતત આપની સાથે જ લાગેલું રહ્યું હતું. પરંતુ ક્યારેક કયારેક લાગે છે કે હું આપ સૌની સાથે અન્યાય કરી દઉં છું. આતુરતા મારી અને મુશ્કેલી આપની. આટલા વહેલા આપ તમામને અને આટલો સમય પણ મન કહી રહ્યું હતું કે ત્યાં જાઉં અને આપને નમન કરું. આપને તકલીફ પડી હશે પરંતુ હું ભારતમાં આવતાની સાથે જ વહેલી તકે આપના દર્શન કરવા માગતો હતો. આપ સૌને સલામ કરવા માગતો હતો. સલામ આપના પરિશ્રમને, સલામ આપની ધીરજશક્તિને, સલામ આપની ધગશને, સલામ આપની જીવંતતાને, સલામ આપના ઉત્સાહ અને જુસ્સાને. આપ દેશને જે ઉંચાઈ પર લઈ ગયા છો તે કોઈ અસાધારણ સફળતા નથી. આ અનંત અંતરિક્ષમાં ભારતના વૌજ્ઞાનિક સામર્થ્યનો શંખનાદ છે.

પ્રધાનમંત્રીએ ચંદ્રાયાન-3ની સફળતા પર ટીમ ISROને સંબોધન કર્યું

August 26th, 07:49 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસથી પરત ફર્યા પછી બેંગાલુરુમાં ISRO ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)ની મુલાકાત લીધી હતી અને ચંદ્રાયાન-3ની સફળતા પર ટીમ ISROને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી ચંદ્રાયાન-3 અભિયાનમાં સંકળાયેલા ISROના વૈજ્ઞાનિકોને મળ્યાં હતાં અને તેમની સાથે સંવાદ કર્યો હતો. અહીં તેમણે ચંદ્રાયાન-3 અભિયાનમાં થઈ રહેલી પ્રગતિ અને પ્રાપ્ત સંશોધનાત્મક તારણો વિશે ટૂંકમાં જાણકારી પણ મેળવી હતી.

15મી બ્રિક્સ સમિટમાં પીએમનું નિવેદન

August 23rd, 03:30 pm

જોહાનિસબર્ગના સુંદર શહેરમાં ફરી એક વખત આવવું એ મારા અને મારા પ્રતિનિધિમંડળ માટે ખૂબ જ આનંદની વાત છે.