સશક્ત નારી-વિકસિત ભારત કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
March 11th, 10:30 am
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો, શ્રી ગિરિરાજ સિંહજી, શ્રી અર્જુન મુંડાજી, શ્રી મનસુખ માંડવિયાજી, અને દેશના વિવિધ ભાગોમાંથી આવેલી, અહીં મોટી સંખ્યામાં પધારેલી અને તમારી સાથે સાથે, વીડિયોના માધ્યમથી પણ દેશભરમાંથી લાખો દીદીઓ આપણી સાથે જોડાઈ છે. હું આપ સૌનું સ્વાગત અને અભિનંદન કરું છું. અને આ ઓડિટોરિયમમાં હું જોઉં છું કે જાણે આ મિની ઈન્ડિયા છે. ભારતની દરેક ભાષા અને ખૂણાના લોકો અહીં જોવા મળે છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.પ્રધાનમંત્રીએ સશક્ત નારી - વિકસિત ભારત કાર્યક્રમમાં ભાગ લીધો
March 11th, 10:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સશક્ત નારી - વિકસિત ભારત કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને નવી દિલ્હીમાં પુસા સ્થિત ઇન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે નમો ડ્રોન દીદીઓ દ્વારા આયોજિત કૃષિ ડ્રોન પ્રદર્શનો નિહાળ્યા હતા. રાષ્ટ્રવ્યાપી 10 જુદા જુદા સ્થળોએથી નમો ડ્રોન દીદીઓએ પણ એક સાથે ડ્રોન પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ 1,000 નમો ડ્રોન દીદીઓને ડ્રોન પણ સોંપ્યા હતા. પ્રધાનમંત્રીએ દરેક જિલ્લામાં બેંકો દ્વારા સ્થાપિત બેંક લિન્કેજ કેમ્પ મારફતે સ્વસહાય જૂથો (એસએચજી)ને સબસિડીવાળા વ્યાજ દરે આશરે રૂ. 8,000 કરોડની બેંક લોનનું વિતરણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ એસએચજીને આશરે રૂ. 2,000 કરોડનાં કેપિટલાઇઝેશન સપોર્ટ ફંડનું વિતરણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.Prime Minister Narendra Modi to participate in Sashakt Nari - Viksit Bharat programme, Delhi
March 10th, 11:14 am
PM Modi will participate in Sashakt Nari - Viksit Bharat programme and witness agricultural drone demonstrations conducted by Namo Drone Didis at Indian Agricultural Research Institute, Pusa, New Delhi. The Namo Drone Didi and Lakhpati Didi initiatives are integral to the Prime Minister's vision of fostering economic empowerment and financial nomy among women, especially in rural areas.