પ્રધાનમંત્રીએ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી
December 15th, 10:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. આ ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન 13થી 15 ડિસેમ્બર, 2024 દરમિયાન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રીએ સરદાર પટેલને તેમની જયંતી પર યાદ કર્યા
October 31st, 08:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની અદમ્ય ભાવના, દૂરંદેશી રાજનીતિ અને અસાધારણ સમર્પણથી સરદાર પટેલે આપણા રાષ્ટ્રનું ભાગ્ય ઘડ્યું.પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે
October 29th, 02:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે સવારે 10:30 વાગ્યે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ મહેસાણામાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે તેઓ આરંભ 5.0માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.