મણિપુર સંગાઈ મહોત્સવમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
November 30th, 05:40 pm
કોરોનાને કારણે આ વખતે બે વર્ષ બાદ સાંગાઈ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. મને ખુશી છે કે આ આયોજન પહેલા કરતા પણ વધુ ભવ્ય સ્વરૂપમાં બહાર આવ્યું. તે મણિપુરના લોકોની ભાવના અને જુસ્સાને દર્શાવે છે. ખાસ કરીને મણિપુર સરકારે જે રીતે એક વ્યાપક વિઝન સાથે તેનું આયોજન કર્યું તે ખરેખર પ્રશંસનીય છે. આ માટે હું મુખ્યમંત્રી એન બિરેન સિંહજી અને સમગ્ર સરકારની પ્રશંસા કરું છું.પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ મારફતે મણિપુર સંગાઈ મહોત્સવને સંબોધન કર્યું
November 30th, 05:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે મણિપુર સંગાઈ મહોત્સવને સંબોધન કર્યું હતું. રાજ્યમાં સૌથી ભવ્ય તહેવાર તરીકે ઓળખાતા મણિપુર સંગાઇ ફેસ્ટિવલ મણિપુરને વિશ્વ કક્ષાનાં પર્યટન સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. આ તહેવારનું નામ રાજ્યનાં પ્રાણી, સંગાઇના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે માત્ર મણિપુરમાં જ જોવા મળતું ભવાંએ શિંગડાવાળું હરણ છે.