પ્રધાનમંત્રી 26 નવેમ્બરના રોજ બંધારણ દિનની ઉજવણીમાં ભાગ લેશે
November 24th, 05:14 pm
વર્ષ 1949માં બંધારણ સભામાં ભારતના બંધારણના સ્વીકારની સ્મૃતિમાં દેશ 26 નવેમ્બરના રોજ બંધારણ દિનની ઉજવણી કરશે. આ ઐતિહાસિક તારીખને જે મહત્વ મળવું જોઇએ તે પ્રદાન કરવાના પ્રધાનમંત્રીશ્રીના વિઝનના પગલે વર્ષ 2015થી બંધારણ દિન ઉજવવાનું શરૂ થયું હતું. આ વિઝનના મૂળ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં આયોજિત કરેલી “સંવિધાન ગૌરવ યાત્રા”માં પણ જોઇ શકાય છે.