ઈન્ડિયા મોબાઈલ કૉંગ્રેસની 7મી આવૃત્તિના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
October 27th, 10:56 am
ઈન્ડિયા મોબાઈલ કૉંગ્રેસની આ સાતમી આવૃત્તિમાં તમારા બધાની વચ્ચે હોવું એ પોતાનામાં એક સુખદ અનુભવ છે. 21મી સદીની ઝડપથી બદલાતી દુનિયામાં, આ આયોજન કરોડો લોકોનું ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે. એક સમય હતો, જ્યારે આપણે ભવિષ્ય વિશે વાત કરતા હતા, તો તેનો અર્થ આગામી દાયકો, અથવા હવેથી 20-30 વર્ષ પછીનો સમય, કે પછી આગામી સદી થતો હતો. પરંતુ આજે ટેક્નૉલોજીમાં થતા ઝડપી ફેરફારોને કારણે આપણે કહીએ છીએ કે 'ભવિષ્ય અહીં છે અને હવે છે', હમણાં થોડી મિનિટો પહેલાં, મેં અહીં પ્રદર્શનમાં લાગેલાં કેટલાક સ્ટૉલ્સ જોયા. આ પ્રદર્શનમાં મને એ જ ભવિષ્યની ઝલક જોવા મળી. ટેલિકોમ હોય, ટેક્નૉલોજી હોય કે કનેક્ટિવિટી હોય, 6જી હોય, એઆઈ હોય, સાયબર સિક્યુરિટી હોય, સેમિકન્ડક્ટર હોય, ડ્રોન હોય કે સ્પેસ સેક્ટર હોય, ડીપ સી હોય, ગ્રીન ટેક હોય કે પછી અન્ય સેક્ટર્સ હોય, આવનારો સમય સાવ અલગ જ રહેવાનો છે. અને આપણા સૌ માટે એ ખુશીની વાત છે કે આપણી યુવા પેઢી દેશનાં ભવિષ્યનું નેતૃત્વ કરી રહી છે, આપણી ટેક ક્રાંતિનું નેતૃત્વ કરી રહી છે.પ્રધાનમંત્રીએ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી)ની સાતમી આવૃત્તિનું ઉદઘાટન કર્યું
October 27th, 10:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2023ની 7મી આવૃત્તિનું ઉદઘાટન કર્યું હતું. ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી) એશિયાનું સૌથી મોટું ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી ફોરમ છે, જેનું આયોજન 27થી 29 ઓક્ટોબર, 2023 દરમિયાન 'ગ્લોબલ ડિજિટલ ઇનોવેશન' થીમ સાથે થશે. આઇએમસી 2023નો ઉદ્દેશ મુખ્ય અત્યાધુનિક ટેકનોલોજીના ડેવલપર, ઉત્પાદક અને નિકાસકાર તરીકે ભારતની સ્થિતિને મજબૂત કરવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓને 100 '5જી યુઝ કેસ લેબ્સ' એનાયત કરી હતી.વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓના શિલાન્યાસ અને ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 14th, 06:28 pm
ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રી રામ નાઈકજી, અહીંનાં ઓજસ્વી, તેજસ્વી, પરિશ્રમી, યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રમાં મંત્રીમંડળમાં મારી સાથી શ્રી મનોજ સિંહાજી, સંસદમાં મારાં સાથી અને મારાં બહુ જૂનાં મિત્ર અને ભારતીય જનતા પક્ષનાં પ્રદેશપ્રમુખ શ્રી મહેન્દ્રનાથ પાંડે, જાપાન રાજદૂતનાં ચાર્જ ધ અફેર શ્રી હિરેકા અસારીજી તથા બનારસનાં મારાં ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
July 14th, 06:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં કુલ રૂ. 900 કરોડથી વધારે મૂલ્યની વિવિધ મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. આ પરિયોજનાઓમાં વારાણસી શહેર ગેસ વિતરણ પરિયોજના અને વારાણસી-બલિયા મેમુ ટ્રેનના ઉદઘાટનનો સામાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ પંચકોશી પરિક્રમા તથા સ્માર્ટ મિશન અને નમામી ગંગે હેઠળના કેટલાંક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્રનો પમ શિલાન્યાસ કર્યો હતો.સોશિયલ મીડિયા કોર્નર 10 જુલાઈ 2018
July 10th, 07:36 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 9 જુલાઈ 2018
July 09th, 06:58 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!ઉત્તરપ્રદેશના નોઈડામાં સેમસંગ મોબાઈલ ઉત્પાદન એકમના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 09th, 05:35 pm
રાષ્ટ્રપતિ અને મારા મિત્ર શ્રીમાન મૂન જે-ઈન, સેમસંગના વાઈસ ચેરમેન જય વાય. લી, કોરિયા અને ભારતના પ્રતિનિધિઓ તથા ઉપસ્થિત સૌ મહાનુભાવો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિએ નોઇડામાં મોબાઇલ ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યું
July 09th, 05:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ શ્રી મૂન જે-ઇને આજે નોઇડામાં સેમસંગ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડનાં એક વિશાળ મોબાઇલ ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યું હતું.India: The “It” Destination for IT Giants
April 03rd, 04:37 pm
The world’s largest tech companies are recognizing the great potential offered by Indian economy with its highly skilled workforce, a thriving business climate and a digital push under PM Modi’s visionary leadership. The top tech organizations are looking to expand their base and be part of India’s growth story.