કોવિડ-19 અગ્રહરોળના કાર્યકરો માટેના કસ્ટમાઈઝ ક્રેશ કોર્સ પ્રોગ્રામના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 18th, 09:45 am
કોરોના વિરૂધ્ધના મહાયુધ્ધમાં આજે એક મહત્વના અભિયાનના આગળના ચરણનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોનાની પ્રથમ લહેર દરમ્યાન દેશમાં હજારો પ્રોફેશનલ્સ કૌશલ્ય વિકાસના અભિયાન સાથે જોડાયા. આ પ્રયાસને કારણે દેશમાં કોરોના સામે મુકાબલા કરવામાં દેશને મોટી તાકાત મળી. હવે કોરોનાની બીજી લહેર પછી, જે અનુભવો મળ્યા છે, તે અનુભવો આજના આ કાર્યક્રમનો મુખ્ય આધાર બન્યા છે. કોરોનાની બીજી લહેરમાં આપણા લોકોએ જોયું કે કોરોના વાયરસનું બદલાવુ અને વારંવાર સ્વરૂપ બદલવું તે આપણી સામે કેવા પ્રકારના પડકારો લાવી શકે છે. આ વાયરસ આપણી વચ્ચે હાલમાં પણ છે જ, અને જ્યાં સુધી એ છે, ત્યાં સુધી એના મ્યુટન્ટ હોવાની સંભાવના પણ રહે છે ત્યાં સુધી આપણે દરેક ઈલાજ, દરેક સાવધાની સાથે આવનારા પડકારોનો સામનો કરવા માટે દેશની તૈયારીઓને વધુ વધારવાની રહેશે. આ લક્ષ્ય સાથે આજે દેશમાં 1 લાખથી પણ વધુ કોરોના અગ્રહરોળના કાર્યકરો તૈયાર કરવાનુ મહા અભિયાન શરૂ થઈ રહ્યું છે.કોવિડ 19ના અગ્રહરોળના કાર્યકરો માટે પ્રધાનમંત્રીએ ‘કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ પ્રોગ્રામ’ શરૂ કર્યો
June 18th, 09:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ‘ કસ્ટમાઈઝ્ડ કોર્સ પ્રોગ્રામ ફોર કોવિડ 19 ફ્રન્ટલાઇન વર્કર્સ’નો શુભારંભ કર્યો હતો. આ તાલીમ કાર્યક્રમ 26 રાજ્યોના 111 તાલીમ કેન્દ્રો દ્વારા ચલાવવામાં આવશે. આ પહેલ હેઠળ આશરે એક લાખ જેટલા કોવિડ-19 માટેના અગ્રહરોળના કાર્યકરો- ફ્રન્ટલાઇન વર્કર્સને તાલીમ આપવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે અને બીજા ઘણા કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યોના મંત્રીઓ, નિષ્ણાતો અને અન્ય હિતધારકો પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 18 જૂનના રોજ ‘કોવિડ-19 ફ્રાન્ટલાઈન વર્કર્સ માટે કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ પ્રોગ્રામ’ લોન્ચ કરશે
June 16th, 02:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 જૂન, 2021ના રોજ સવારે 11 કલાકે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ‘કોવિડ-19 ફ્રન્ટલાઈન વર્કર્સ માટે કસ્ટમાઈઝ્ડ ક્રેશ કોર્સ પ્રોગ્રામ’નો શુભારંભ કરશે. આ કાર્યક્રમની શરૂઆત 26 રાજ્યોમાં ફેલાયેલા 111 તાલીમ કેન્દ્રોમાં થશે. શુભારંભ બાદ પ્રધાનમંત્રી સંબોધન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ તેમજ ઉદ્યમિતા મંત્રી પણ ઉપસ્થિત રહેશે.