પ્રધાનમંત્રી 13મી માર્ચે વંચિત વર્ગોને ધિરાણ સહાય માટે રાષ્ટ્રવ્યાપી પહોંચ ચિહ્નિત કરવાના કાર્યક્રમમાં ભાગ લેશે

March 12th, 06:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13મી માર્ચ, 2024ના રોજ સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંચિત વર્ગોને ક્રેડિટ સપોર્ટ માટે રાષ્ટ્રવ્યાપી આઉટરીચ ચિહ્નિત કરવાના કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન એવમ રોજગાર અધારિત જનકલ્યાણ (PM-SURAJ) રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કરશે અને દેશના વંચિત વર્ગના એક લાખ ઉદ્યોગ સાહસિકોને ધિરાણ સહાય મંજૂર કરશે. વધુમાં, પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ, પછાત વર્ગો અને સફાઈ કામદારો સહિત વંચિત જૂથોના વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.