અમદાવાદમાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 09th, 01:30 pm
પરમ આદરણીય શ્રીમત સ્વામી ગૌતમંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને મિશનના દેશ-વિદેશના આદરણીય સંતો, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ કાર્યક્રમ સાથે સંકળાયેલા અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો, નમસ્કાર!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું
December 09th, 01:00 pm
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહાન વિભૂતિઓની ઊર્જા સદીઓથી દુનિયામાં સકારાત્મક કામગીરીનું નિર્માણ કરવા અને તેનું સર્જન કરવામાં સતત કાર્યરત છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્વામી પ્રેમાનંદ મહારાજની જન્મજયંતીએ લેખંબામાં નવનિર્મિત પ્રાર્થના હોલ અને સાધુ નિવાસના નિર્માણથી ભારતની સંત પરંપરાનું પોષણ થશે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, સેવા અને શિક્ષણની યાત્રા શરૂ થઈ રહી છે, જેનાથી આવનારી ઘણી પેઢીઓને લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, શ્રી રામકૃષ્ણ દેવ મંદિર, ગરીબ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર, હોસ્પિટલ અને પ્રવાસી નિવાસ જેવી ઉમદા કૃતિઓ આધ્યાત્મિકતાનો પ્રસાર કરવા અને માનવતાની સેવા કરવા માટેનાં માધ્યમ તરીકે કામ કરશે. પોતે સંતોની સંગત અને આધ્યાત્મિક વાતાવરણની કદર કરે છે એ બાબતને વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.ઓડિશા પર્વ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 24th, 08:48 pm
ઓડિશા પર્વ નિમિત્તે હું તમને અને ઓડિશાના તમામ લોકોને અભિનંદન આપું છું. આ વર્ષે સ્વભાવ કવિ ગંગાધર મેહેરની પુણ્યતિથિની શતાબ્દી પણ છે. આ પ્રસંગે હું તેમના ગુણોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું ભક્ત દાસિયા બાઉરીજી, ભક્ત સાલબેગજી અને ઉડિયા ભાગવતના રચયિતા શ્રી જગન્નાથ દાસજીને પણ આદરપૂર્વક નમસ્કાર કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ‘ઓડિશા પર્વ 2024’ ઉજવણીમાં સહભાગી થયા
November 24th, 08:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે 'ઓડિશા પર્વ 2024'ની ઉજવણીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ઓડિશાનાં તમામ ભાઈઓ અને બહેનોને શુભેચ્છા પાઠવી હતી, જેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે નોંધ્યું હતું કે, આ વર્ષે સ્વભાવ કવિ ગંગાધર મેહરની પુણ્યતિથિની શતાબ્દી ઉજવવામાં આવી છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તેમણે આ પ્રસંગે ભક્તદાસીયા ભાઉરી, ભક્ત સાલાબેગા અને ઉડિયા ભાગવતના લેખક શ્રી જગન્નાથદાસને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રી વાશિમમાં બંજારા સમુદાયના સંતોને મળ્યા
October 05th, 05:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે વાશિમમાં બંજારા સમુદાયના આદરણીય સંતોને મળ્યા હતા. તેમણે સમાજની સેવા કરવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.યુપીના સંભલમાં શ્રી કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
February 19th, 11:00 am
આજે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની ભૂમિ યુપીની ધરતીમાંથી ભક્તિ, લાગણી અને આધ્યાત્મિકતાનો બીજો પ્રવાહ વહેવા આતુર છે. આજે પૂજ્ય સંતોની ભક્તિ અને લોકોની ભાવનાથી વધુ એક પવિત્ર સ્થળનો પાયો નાખવામાં આવી રહ્યો છે. હવે આપના સંતો અને આચાર્યોની હાજરીમાં મને ભવ્ય કલ્કિ ધામનો શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મને વિશ્વાસ છે કે કલ્કિ ધામ ભારતીય આસ્થાના બીજા મહાન કેન્દ્ર તરીકે ઉભરી આવશે. હું તમામ દેશવાસીઓ અને વિશ્વના તમામ ભક્તોને મારી શુભકામનાઓ આપું છું. હવે આચાર્યજી કહેતા હતા કે 18 વર્ષની રાહ જોયા પછી આજે આ અવસર આવ્યો છે. કોઈપણ રીતે, આચાર્યજી, આવા ઘણા સારા કાર્યો છે જે કેટલાક લોકોએ મારા માટે જ છોડી દીધા છે. અને ભવિષ્યમાં પણ જે સારું કામ બાકી હશે તે સંતો અને લોકોના આશીર્વાદથી જ પૂર્ણ કરીશું.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના સંભલમાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો
February 19th, 10:49 am
અહિં જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ આજે ફરી એક વખત ભક્તિ, લાગણી અને આધ્યાત્મિકતાથી છલોછલ છે, કારણ કે અન્ય એક મહત્ત્વપૂર્ણ યાત્રાધામનો શિલાન્યાસ થઈ રહ્યો છે. શ્રી મોદીએ સંભલમાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કરવાની તક મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે, આ મંદિર ભારતની આધ્યાત્મિકતાના નવા કેન્દ્ર તરીકે ઉભરી આવશે. પીએમ મોદીએ દુનિયાભરના તમામ નાગરિકો અને તીર્થયાત્રીઓને શુભકામનાઓ પાઠવી હતી.શ્રી રામ મંદિર પર વિશેષ સ્ટેમ્પ અને પુસ્તકના વિમોચન પર પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
January 18th, 02:10 pm
આજે મને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અભિયાન સંબંધિત અન્ય એક અદ્ભુત કાર્યક્રમ સાથે જોડાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરને સમર્પિત 6 વિશેષ સ્મારક ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવી છે. આજે, ભગવાન શ્રી રામ સાથે સંબંધિત ટપાલ ટિકિટોનું આલ્બમ વિશ્વના વિવિધ દેશોમાં અગાઉ બહાર પાડવામાં આવ્યું છે. હું દેશ-વિદેશના તમામ રામ ભક્તોને અને તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરને સમર્પિત 6 સ્મારક ટપાલ ટિકિટો શેર કરી
January 18th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરને સમર્પિત 6 વિશેષ સ્મારક ટપાલ ટિકિટો બહાર પાડી હતી અને આ સાથે જ અગાઉ વિશ્વના વિવિધ દેશોમાં ભગવાન રામ સાથે સંબંધિત સમાન પ્રકારની ટિકિટો બહાર પાડવામાં આવી હતી, જેનું એક આલ્બમ પણ બહાર પાડવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે ભારત અને વિદેશમાં ભગવાન રામના તમામ ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા.માયલાપોરમાં શ્રી રામકૃષ્ણ મઠની 125મી વર્ષગાંઠની ઉજવણીમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
April 08th, 04:47 pm
મને તમારી સાથે રહીને ઘણી ખુશી છે. રામકૃષ્ણ મઠ એક એવી સંસ્થા છે, જેનો હું અંતઃકરણથી આદર કરું છું. તેણે મારા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સંસ્થા ચેન્નાઇમાં તેની સેવાની 125મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આ વાત મારી ખુશીમાં વધુ એક કારણનો ઉમેરો કરે છે. હું તમિલ લોકોની વચ્ચે છું, જેમના પ્રત્યે મને ખૂબ જ સ્નેહ છે. મને તમિલ ભાષા, તમિલ સંસ્કૃતિ અને ચેન્નાઇનો માહોલ ખૂબ જ ગમે છે. આજે મને વિવેકાનંદ ભવનની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો. સ્વામી વિવેકાનંદ પશ્ચિમની તેમની પ્રખ્યાત યાત્રા પરથી પરત ફર્યા ત્યાર પછી અહીં રોકાયા હતા. અહીં ધ્યાન કરવાનો અનુભવ મારા માટે ઘણો વિશેષ હતો. મને અંદરથી પ્રેરિત અને ઉર્જાવાન હોવાની અનુભૂતિ થાય છે. એ જોઇને પણ મને આનંદ થાય છે કે, અહીં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી યુવા પેઢી સુધી પ્રાચીન વિચારો પહોંચી રહ્યા છે.પ્રધાનમંત્રીએ શ્રી રામકૃષ્ણ મઠની 125મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો
April 08th, 04:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના ચેન્નાઇમાં આવેલા વિવેકાનંદ હાઉસ ખાતે શ્રી રામકૃષ્ણ મઠની 125મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ સ્થળ પર પહોંચ્યા પછી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સ્વામી વિવેકાનંદના ઓરડામાં જઇને પૂજા અને ધ્યાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પવિત્ર ત્રિપુટી પર એક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.પ્રધાનમંત્રીએ અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
December 14th, 05:45 pm
પરમ પૂજ્ય મહંત સ્વામીજી, પૂજ્ય સંત ગણ, રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી અને અહીં ઉપસ્થિત તમામ સત્સંગી પરિવારના સભ્યો, આ મારા માટે સૌભાગ્યની વાત છે કે મને આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાનું અને સત્સંગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આટલા મોટા પાયા પરનો આ કાર્યક્રમ એક મહિના સુધી ચાલવાનો છે અને હું માનતો નથી કે આ કાર્યક્રમ માત્ર સંખ્યાની દૃષ્ટિએ મોટો છે, સમયની દૃષ્ટિએ પણ ઘણો લાંબો છે. પરંતુ મેં અહીં જેટલો સમય વિતાવ્યો છે તેનાથી મને લાગે છે કે અહીં મને દિવ્યતાની અનુભૂતિ થઇ છે. અહીં સંકલ્પોની ભવ્યતા છે. અહીં આપણો વારસો શું છે, આપણી ધરોહસ શું છે, આપણી આસ્થા શું છે, આપણી આધ્યાત્મિકતા શું છે, આપણી પરંપરા શું છે, આપણી સંસ્કૃતિ શું છે, આપણી પ્રકૃતિ શું છે, આ તમામ બાબતોને આ પરિસરમાં સમાવી લેવામાં આવી છે. અહીં ભારતનો દરેક રંગ જોવા મળે છે. હું આ અવસર પર તમામ પૂજ્ય સંત ગણને, આ આયોજન કરવા માટેની કલ્પના કરવાના સામર્થ્ય બદલ અને આ સંકલ્પનાને તેમણે સાકાર કરવા માટે કરેલા પ્રયત્નો બદલ તમામ આદરણીય સંતોના ચરણોમાં વંદન કરું છું, હું તેમને મારા અંતઃકરણુપૂર્વક હૃદયના ઊંડાણથી અભિનંદન પાઠવું છું અને પૂજ્ય મહંત સ્વામીજીના આશીર્વાદરથી આટલું મોટું અને ભવ્ય આયોજન માત્ર દેશ અને દુનિયાને આકર્ષિત કરવાનું કામ નહીં કરે પરંતુ તે આવનારી પેઢીને પ્રભાવિત પણ કરશે, તેમને પ્રેરિત પણ કરશે.PM addresses inaugural function of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav
December 14th, 05:30 pm
PM Modi addressed the inaugural function of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav in Ahmedabad. “HH Pramukh Swami Maharaj Ji was a reformist. He was special because he saw good in every person and encouraged them to focus on these strengths. He helped every inpidual who came in contact with him. I can never forget his efforts during the Machchhu dam disaster in Morbi”, the Prime Minister said.પૂનામાં દેહૂ ખાતે જગદગુરૂ શ્રી સંત તુકારામ મહારાજ શીલા મંદીરના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 14th, 01:46 pm
શ્રી વિઠ્ઠલાય નમઃ નમો સદ્દગુરૂ, તુકયા જ્ઞાનદીપા, નમો સદગુરૂ , ભક્ત કલ્યાણ મૂર્તિ, નમો સદ્દગુરૂ ભાસ્કરા પૂર્ણ કીર્તિ, મસ્તક હે પાયાવરી, યા વારકરી, યા વારકરી સન્તાચ્યા, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી શ્રી અજીત પવારજી, વિરોધ પક્ષના નેતા શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, પૂર્વ મુખ્યમંત્રી શ્રી ચંદ્રકાંત પાટીલજી, વારકરી સંત શ્રી મુરલીબાબા કુરેકરજી, જગદગુરૂ શ્રી સંત તુકારામ મહારાજ સંસ્થાનના ચેરમેન શ્રી નિતીન મોરેજી, આધ્યાત્મિક અઘાડીના પ્રમુખ આચાર્ય શ્રી તુષાર ભોંસલેજી તથા અહીં ઉપસ્થિત સંતગણ,PM Modi inaugurates Jagatguru Shrisant Tukaram Maharaj Temple in Dehu, Pune
June 14th, 12:45 pm
PM Modi inaugurated Jagatguru Shrisant Tukaram Maharaj Temple in Dehu, Pune. The Prime Minister remarked that India is eternal because India is the land of saints. In every era, some great soul has been descending to give direction to our country and society.અહિંસા યાત્રા સંપન્નતા સમારોહ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 27th, 02:31 pm
કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી મહાશ્રમણ જી, મૂનિ ગણ, પૂજ્ય સાધ્વી જી ગણ અને તમામ શ્રદ્ધાળુઓ. આપણું આ ભારત હજારો વર્ષોથી સંતોની, ઋષિ મૂનિઓની, મૂનિઓની, આચાર્યોની એક મહાન પરંપરાની ધરતી રહ્યું છે. કાળની થપ્પડે ગમે તેવા પડકાર પેદા કર્યા હોય પરંતુ આ પરંપરા એવી જ રીતે ચાલી રહી છે. આપણે ત્યાં આચાર્ય એ જ બન્યા છે જેમણે આપણને ચરૈવેતિ-ચરૈવેતિનો મંત્ર આપ્યો છે. આપણે ત્યાં આચાર્ય એ જ બન્યા છે જેમણે આપણને ચરૈવેતિ-ચરૈવેતિનો મંત્ર આપ્યો છે. શ્વેતાંબર તેરાપંથ તો ચરૈવેતિ-ચરૈવતિની, સતત ગતિશીલતાના આ મહાન પરંપરાને નવી ઉંચાઇ પ્રદાન કરતો આવ્યો છે.આચાર્ય ભિક્ષુએ શિથિલતાના ત્યાગને જ આધ્યાત્મિક સંકલ્પ બનાવ્યો હતો.પ્રધાનમંત્રીએ અહિંસા યાત્રા સંપન્નતા સમારોહ કાર્યક્રમને સંબોધિત કર્યો
March 27th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્વેતાંબર તેરાપંથની અહિંસા યાત્રા સંપન્નતા સમારોહ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંદેશ દ્વારા સંબોધિત કર્યો હતોકચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત સેમિનારમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
March 08th, 06:03 pm
હું તમને બધાને, દેશની તમામ મહિલાઓને, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ અવસર પર દેશની મહિલા સંતો અને સાધ્વીઓ દ્વારા આ નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હું તમને બધાને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સેમિનારને સંબોધન કર્યું
March 08th, 06:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા એક સેમિનારને સંબોધિત કર્યો હતો.Congress is not even ready to consider India a nation: PM Modi
February 12th, 01:31 pm
Continuing his election campaigning spree, PM Modi addressed an election rally in Uttarakhand’s Rudrapur. Praising the people of the state, PM Modi reiterated, “Uttarakhand has achieved 100% single dose vaccination in record time. I congratulate the people here for this awareness and loyalty. I congratulate your young Chief Minister Dhami ji. Your CM’s work has shut the mouth of such people who used to say that vaccine cannot reach in hilly areas.”