શિરડીમાં વિવિધ પ્રોજેક્ટનાં શિલાન્યાસ, ઉદ્‌ઘાટન અને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

October 26th, 03:46 pm

શિર્ડીચ્યા યા પાવન ભૂમીલા માઝે કોટી નમન! પાંચ વર્ષાપૂર્વી યા પવિત્ર મંદિરાલા શંભર વર્ષ પૂર્ણ ઝાલેલે હોતે, તેવ્હા મલા સાઈદર્શનાચી સંઘી મિલાલી હોતી. આજે અહીં સાઈબાબાના આશીર્વાદથી સાડા સાત હજાર કરોડ રૂપિયાનાં વિકાસ કાર્યોનો પણ શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. પાંચ દાયકાથી મહારાષ્ટ્ર જેની રાહ જોઈ રહ્યું હતું તે નિલવંડે ડેમ...એ કામ પણ પૂરું થયું છે અને હું ભાગ્યશાળી છું કે મને હમણાં ત્યાં જળ પૂજન કરવાનો લહાવો મળ્યો છે. આજે જે મંદિર સંબંધિત પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું છે, તેનો શિલાન્યાસ કરવાની તક પણ મને જ મળી હતી. દર્શન ક્યુ પ્રોજેકટ પૂર્ણ થતાં દેશભરના અને વિદેશના શ્રદ્ધાળુઓ માટે પણ ખૂબ જ સુવિધા રહેશે.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના શિરડી ખાતે આશરે 7500 કરોડ રૂપિયાના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું

October 26th, 03:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના અહેમદનગરમાં શિરડી ખાતે આરોગ્ય, રેલવે, માર્ગ, તેલ અને ગેસ જેવા વિવિધ ક્ષેત્રોમાં આશરે રૂપિયા 7500 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું હતું, લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. બહુવિધ વિકાસલક્ષી પરિયોજનાઓમાં અહેમદનગર સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ હોસ્પિટલનું નિર્માણ; કુર્દુવાડી-લાતુર માર્ગ રેલવે વિભાગનું વિદ્યુતીકરણ (186 કિમી); જલગાંવથી ભુસાવળને જોડતી ત્રીજી અને ચોથી રેલવે લાઇન (24.46 કિમી); રાષ્ટ્રીય ધોરીમાર્ગ-166 (પેકેજ-1)ના સાંગલીથી બોરગાંવ વિભાગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી; અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના મનમાડ ટર્મિનલ ખાતે વધારાની સુવિધાઓનો સમાવેશ થાય છે. તેમણે અહેમદનગર સિવિલ હોસ્પિટલ ખાતે માતૃ અને બાળ આરોગ્ય પ્રશાખાનો શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અને સ્વામિત્વ કાર્ડનું વિતરણ પણ કર્યું હતું.

આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સાંઈ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 04th, 11:00 am

મને ઘણી વખત પુટ્ટપર્થીની મુલાકાત લેવાનો લહાવો મળ્યો છે. મારી ખૂબ ઈચ્છા હતી કે આ વખતે પણ હું તમારા બધાની વચ્ચે આવું, તમને મળી શકું, ત્યાં હાજર રહી આ કાર્યક્રમનો ભાગ બનીશ. પરંતુ મારા વ્યસ્ત કાર્યક્રમને કારણે હું હાજર રહી શક્યો નહીં. હવે મને આમંત્રણ આપતાં ભાઈ રત્નાકરજીએ કહ્યું કે તમે એકવાર આવીને આશીર્વાદ આપો. મને લાગે છે કે રત્નાકરજીના શબ્દોમાં સુધારો કરવો જોઈએ. હું ત્યાં ચોક્કસ આવીશ પણ આશીર્વાદ આપવા નહિ, આશીર્વાદ લેવા આવીશ. ટેક્નોલોજી દ્વારા, હું તમારા બધાની વચ્ચે છું. હું શ્રી સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા તમામ સભ્યો અને સત્ય સાંઈ બાબાના તમામ ભક્તોને આજના આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન આપું છું. શ્રી સત્ય સાંઈની પ્રેરણા, તેમના આશીર્વાદ આ સમગ્ર ઘટના દરમિયાન અમારી સાથે છે. મને આનંદ છે કે આ શુભ અવસર પર શ્રી સત્ય સાંઈ બાબાનું મિશન વિસ્તરી રહ્યું છે. દેશને શ્રી હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરના રૂપમાં એક મોટી થિંક ટેન્ક મળી રહી છે. મેં આ કન્વેન્શન સેન્ટરની તસવીરો જોઈ છે અને તમારી આ ટૂંકી ફિલ્મમાં તેની ઝલક જોઈ છે. આ કેન્દ્રમાં આધ્યાત્મિકતાની અનુભૂતિ હોવી જોઈએ, અને આધુનિકતાની આભા પણ છે. તેમાં સાંસ્કૃતિક દિવ્યતાની સાથે વૈચારિક ભવ્યતા પણ છે. આ કેન્દ્ર આધ્યાત્મિક પરિષદ અને શૈક્ષણિક કાર્યક્રમોનું કેન્દ્ર બનશે. વિશ્વભરના વિવિધ ક્ષેત્રોના વિદ્વાનો અને નિષ્ણાતો અહીં એકત્ર થશે. મને આશા છે કે આ કેન્દ્ર યુવાનોને ખૂબ મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સાઇ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું

July 04th, 10:36 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં નિર્માણ પામેલા સાઇ હીરા ગ્લોબલ કન્વેન્શન સેન્ટરનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન સમારંભમાં સમગ્ર વિશ્વમાંથી અગ્રણી મહાનુભાવો અને ભક્તોની હાજરી જોવા મળી હતી.

શિરડીમાં શ્રી સાઈબાબાના સમાધી મંદિર ખાતે પૂજા કરતા વડાપ્રધાન

October 19th, 11:30 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિરડી, મહારાષ્ટ્રમાં શ્રી સાઈબાબાના સમાધી મંદિરમાં પૂજા કરી હતી.