પ્રધાનમંત્રી 12 સપ્ટેમ્બરે કિસાન માન ધન યોજનાની શરૂઆત કરશે
September 09th, 05:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 સપ્ટેમ્બરે ઝારખંડના રાંચી ખાતેથી કિસાનમાન ધન યોજનાની શરૂઆત કરશે. આ યોજના અંતર્ગત 60 વર્ષની આયુ ધરાવતા પાંચ કરોડ નાના અને સિમાંત ખેડૂતોને લઘુતમ 3,000 રૂપિયા પ્રતિમાસ પેન્શન ઉપલબ્ધ કરાવીને તેમનું જીવન સુરક્ષિત કરવામાં આવશે.સાહિબગંજ ઝારખંડ ખાતે વિવિધ સરકારી કાર્યક્રમોના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 06th, 12:59 pm
હું અહીંના નવયુવાનોને શુભકામનાઓ આપું છું. આ તમારા આંગણામાં શુભ અવસર આવ્યો છે. તમે પણ મનમાં નક્કી કરી લો, મહેનત પણ કરવાની છે અને ક્ષમતા પણ વધારવાની છે. અને એકવાર ક્ષમતા વધી ગઈ તો દુનિયા તમને પૂછતી દોડી આવશે કે અહીંયા જે અનુભવી નવયુવાનો છે તેમની અમારે જરૂર છે.પ્રધાનમંત્રીએ ઝારખંડમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ લોન્ચ કર્યા
April 06th, 12:58 pm
પ્રધાનમંત્રીએ 311 કિલોમીટરની લંબાઈ ધરાવતા ગોવિંદપુર-જામતરા-દુમ્કા-સાહેબગંજ હાઇવેનું ઉદ્ઘાટન કર્યું હતું અને રાષ્ટ્રને અર્પણ કર્યો હતો. સાથે સાથે તેમણે સાહેબગંજ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સંકુલમાં અને સાહેબગંજ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સૌર ઊર્જા સુવિધાનું લોકાર્પણ પણ કર્યું હતું.