પ્રધાનમંત્રી મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા
September 23rd, 12:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અનુરા કુમારા દિસાનાયકેને શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા શ્રીલંકા સાથે નજીકથી કામ કરવાની આશા વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના સાગરમાં દિવાલ ધરાશાયી થવાથી થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો, એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
August 04th, 06:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં બનેલી એક કમનસીબ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો જ્યાં દિવાલ ધરાશાયી થતાં નવ બાળકોના મોત થયા હતા.Congress wants to snatch your property and impose inheritance tax: PM Modi in Sagar
April 24th, 03:00 pm
Prime Minister Narendra Modi addressed a massive public gathering today in Sagar, Madhya Pradesh, reaffirming the strong support of the people for the BJP government and emphasizing the importance of stable governance for development.PM Modi addresses public meetings in Sagar and Betul, Madhya Pradesh
April 24th, 02:50 pm
Prime Minister Narendra Modi addressed massive public gatherings in Madhya Pradesh’s Sagar and Betul, reaffirming the strong support of the people for the BJP government and emphasizing the importance of stable governance for development.મધ્યપ્રદેશના બીના ખાતે વિકાસ કાર્યોના શિલાન્યાસ સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
September 14th, 12:15 pm
બુંદેલખંડની આ ભૂમિ બહાદુરોની ભૂમિ છે, શૂરવીરોની ભૂમિ છે. આ જમીન બીના અને બેતવા બંનેના આશીર્વાદ ધરાવે છે. અને એક મહિનામાં બીજી વખત મને સાગરમાં આવવાનો અને તમારા બધાના દર્શનનો લ્હાવો મળ્યો છે. અને હું શિવરાજજીની સરકારને પણ અભિનંદન આપું છું અને આભાર માનું છું કે મને તમારા બધાની વચ્ચે જવાની અને તમારા બધાના દર્શન કરવાની તક આપવા માટે. છેલ્લી વાર હું સંત રવિદાસજીના તે ભવ્ય સ્મારકના ભૂમિપૂજન પ્રસંગે તમારી વચ્ચે આવ્યો હતો. આજે મને ઘણા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવાની તક મળી છે જે મધ્યપ્રદેશના વિકાસને નવી ગતિ આપશે. આ પ્રોજેક્ટ્સ આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને નવી ઊર્જા આપશે. કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ્સ પર 50 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે. શું તમે કલ્પના કરી શકો છો, પચાસ હજાર કરોડ શું છે? આપણા દેશના ઘણા રાજ્યોનું આખા વર્ષનું બજેટ એટલુ નથી જેટલું ભારત સરકાર આજે એક કાર્યક્રમ માટે ખર્ચે છે. આ દર્શાવે છે કે મધ્યપ્રદેશ માટે અમારા સંકલ્પો કેટલા મોટા છે. આ તમામ પ્રોજેક્ટ આવનારા સમયમાં મધ્યપ્રદેશના હજારો યુવાનોને રોજગાર આપશે. આ પ્રોજેક્ટ્સ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના સપના સાકાર કરવા જઈ રહ્યા છે. બીના રિફાઈનરીના વિસ્તરણ અને અનેક નવી સુવિધાઓનો શિલાન્યાસ કરવા બદલ હું મધ્યપ્રદેશના લાખો લોકોને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
September 14th, 11:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ની બીના રિફાઇનરી ખાતે આશરે રૂ. 49,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર પેટ્રોકેમિકલ કૉમ્પ્લેક્સ; નર્મદાપુરમ જિલ્લામાં વીજળી અને પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન ક્ષેત્ર; ઇન્દોરમાં બે આઇટી પાર્ક; રતલામમાં મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક; અને સમગ્ર મધ્ય પ્રદેશમાં છ નવા ઔદ્યોગિક પાર્ક્સનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી 19 અને 20 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે
October 18th, 11:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 અને 20 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે અને આ મુલાકાત દરમિયાન લગભગ રૂ. 15,670 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.શ્રીલંકાના નાણામંત્રી, મહામહિમ બેસિલ રાજપક્ષેએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
March 16th, 07:04 pm
નવી દિલ્હીની સત્તાવાર મુલાકાતે આવેલા શ્રીલંકાના નાણામંત્રી માનનીય બાસિલ રાજપક્ષેએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે આજે અગાઉ મુલાકાત કરી હતી. .પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથે સંયુક્ત રીતે મોરેશિયસમાં સામાજિક આવાસ એકમ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું અને વર્ચ્યુઅલ માધ્યમથી મોરેશિયસમાં નાગરિક સેવા કોલેજ તેમજ 8 MW સોલર PV ફાર્મ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો
January 20th, 06:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદકુમાર જુગનાથે આજે સંયુક્ત રીતે મોરેશિયસમાં સામાજિક આવાસ એકમ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિયોજના ભારત અને મોરેશિયસ વચ્ચે વાઇબ્રન્ટ વિકાસ ભાગીદારીના ભાગરૂપે અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રસંગે, બંને દેશોના પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં ભારતના વિકાસ સહકારના ભાગરૂપે નિર્માણ કરવામાં આવનારી અદ્યતન નાગરિક સેવા કોલેજ અને 8 MW સોલર PV ફાર્મ પરિયોજનાના વર્ચ્યુઅલ શિલાન્યાસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવ્યો હતો. મોરિશિયસની PMO ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મંત્રીમંડળના મંત્રીઓ અને મોરેશિયસ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મોરેશિયસમાં સંયુક્ત ઉદ્ઘાટન અને વિકાસ પરિયોજનાઓના આરંભે પ્રધાનમંત્રી દ્વારા સંબોધન
January 20th, 04:49 pm
ભારતના તમામ 130 કરોડ લોકો તરફથી, મોરેશિયસનાં તમામ ભાઈ-બહેનોને નમસ્કાર, બોન્જૌર અને થાઇપૂસમ કાવડીની શુભકામનાઓ.“મૅરિટાઇમ સલામતી વધારવી: આંતરરાષ્ટ્રીય સહકાર માટેનો વિષય” પર યુએનએસસીની ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચા ખાતે પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ
August 09th, 05:41 pm
મૅરિટાઇમ સલામતી પર આ મહત્વની ચર્ચામાં સામેલ થવા બદલ આપ સૌનો ધન્યવાદ. હું સેક્રેટરી જનરલના સકારાત્મક સંદેશ અને યુ.એન.ઓ.ડી.સીનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દ્વારા બ્રીફિંગ માટે આભાર વ્યક્ત કરું છું. કૉંગો લોકતાંત્રિક ગણરાજ્યના રાષ્ટ્રપતિએ આફ્રિકન યુનિયનના અધ્યક્ષ તરીકે પોતાનો સંદેશ આપ્યો. હું ખાસ કરીને એમનો આભારી છું. હું રશિયાના રાષ્ટ્રપતિ, કેન્યાના રાષ્ટ્રપતિ અને વિયેટનામના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ માટે પણ હ્રદયથી આભાર વ્યક્ત કરું છું.“મૅરિટાઇમ સલામતી વધારવી: આંતરરાષ્ટ્રીય સહકાર માટેનો એક વિષય” પર યુએનએસસી ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચાની પ્રધાનમંત્રી અધ્યક્ષતા કરશે
August 08th, 05:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9મી ઑગસ્ટે ભારતીય સમયાનુસાર સાંજે 5:30 કલાકે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી “મૅરિટાઇમ સલામતી વધારવી-આંતરરાષ્ટ્રીય સહકાર માટેનો એક વિષય” પર ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે.સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ચૂંટાયેલા અધ્યક્ષ તેમજ માલદિવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે 23 જુલાઈ, 2021ના રોજ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
July 23rd, 06:37 pm
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)ના 76મા સત્ર માટે ચૂંટાયેલા અધ્યક્ષ તેમજ માલદિવના વિદેશમંત્રી માનનીય અબ્દુલ્લા શાહિદે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.ભારત- સેશેલ્સ વચ્ચે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ કાર્યક્રમનું (8 એપ્રિલ 2021) આયોજન
April 07th, 06:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલ 2021ના રોજ સેશેલ્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ વેવેલ રામકલાવાન સાથે યોજાનારા ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં સેશેલ્સમાં સંખ્યાબંધ ભારતીય પરિયોજનાઓનું ઉદ્ધાટન કરવામાં આવશે.